android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : મારો અધ્યક્ષ તરીકે ગુજરાતમાં પહેલો પ્રવાસ છે : નીતિન નબિન
calendar_today February 20, 2026

Ahmedabad News : મારો અધ્યક્ષ તરીકે ગુજરાતમાં પહેલો પ્રવાસ છે : નીતિન નબિન

ભાજપના નવા નિમાયેલા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેઓ કામગીરીને લઈને આકરા પાણીએ જોવા મળ્યા હતાં. તેમણે ચૂંટાયેલી પાંખનું સોશિયલ મીડિયા શૂન્ય હોવાનું કહ્યું હતું. તેમણે સાંસદો અને ધારાસભ્યોને સોશિયલ મીડિયામાં સક્રિય થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં અધ્યક્ષ તરીકે મારો પહેલો પ્રવાસ છે. સ્વાગત માટે તમે ઉપસ્થિત રહ્યાં તે માટે આભાર માનું છું. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનું નિવેદન મારો અધ્યક્ષ તરીકે ગુજરાતમાં પહેલો પ્રવાસ છે. ગુજરાત આજે દેશ અને વિશ્વનું નેતૃત્વ કરે છે. મહાત્મા ગાંધી જેણે અહિંસાનો વિચાર આપ્યો. સરદાર પટેલ જેણે આખા દેશને એક કર્યો છે. ગુજરાતે મહાપુરુષોને જન્મ આપ્યો છે. મહાપુરુષોએ દેશને દિશા આપી છે.21મી સદીમાં વિકાસનો શ્રેય PM મોદીને જાય છે. અમે તો ફૂલ ટાઇમ પોલિટિક્સ કરવા વાળા છીએ. કેટલાક લોકો ચૂંટણી આવશે એટલે ફૂલ ટાઇમ પોલિટિકસ કરશે. આવા લોકો આવે તે પહેલા જનતા સાથે સબંધ વધારીએ.

Read Full Story arrow_forward
Bhavnagarમાં લોહિયાળ ખેલ: દરબારી કોઠાર પાસે યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા
calendar_today February 20, 2026

Bhavnagarમાં લોહિયાળ ખેલ: દરબારી કોઠાર પાસે યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા

ભાવનગર શહેરના શેલારસા રોડ પર આવેલા દરબારી કોઠાર નજીક આજે હિંસક ઘટના બની હતી. બે અજાણ્યા શખ્સોએ એક યુવકને નિશાન બનાવી તેના પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલોહત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા મૃતક યુવકના પરિવારજનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળા ઉમટી પડતા વાતાવરણ ગમગીન અને તણાવપૂર્ણ બની ગયું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો પણ હોસ્પિટલ ખાતે ખડકી દેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યા હતા.બનાવને લઇ પોલીસે તપાસ હાથ ધરીપોલીસે આ મામલે પ્રાથમિક વિગતો મેળવી નીચે મુજબની કાર્યવાહી હાથ ધરી છે: વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી હુમલાખોરોની ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરી છે, મૃતકના પરિવારજનોની પૂછપરછ કરી હત્યા પાછળનું કારણ (અંગત અદાવત કે અન્ય કોઈ વિવાદ) જાણવા અને ફરિયાદ નોંધવાની કામગીરી ચાલુ છે, ફરાર થઈ ગયેલા બંને હુમલાખોરોને પકડવા માટે શહેરમાં નાકાબંધી કરવામાં આવી છે. શહેરના જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા આરોપીઓને વહેલી તકે ઝડપી લેવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News: છૂટાછેડા કેસમાં મુદ્દત પતાવીને પરત ફરી રહેલા પ્રોફેસરને અજાણી મહિલાએ ધમકી આપી
calendar_today February 20, 2026

Gandhinagar News: છૂટાછેડા કેસમાં મુદ્દત પતાવીને પરત ફરી રહેલા પ્રોફેસરને અજાણી મહિલાએ ધમકી આપી

ગાંધીનગરના સેક્ટર 11 ખાતે આવેલ કોર્ટ પાર્કિંગમાં છૂટાછેડાના કેસ સંદર્ભે એક પ્રોફેસરને ધમકી આપવાની ઘટના સામે આવી છે. મુદત પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણી મહિલાએ તેમને અટકાવી બિભત્સ ગાળો આપી અને પત્નીને છૂટાછેડા આપવા દબાણ કર્યું હોવાનું ફરિયાદ કરાઈ છે. ફરિયાદ અનુસાર મહિલાએ નહીં માનો તો જાનથી મારી નાખીશું જેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સાથે પ્રોફેસરનો સતત પીછો કરીને હેરાનગતિ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. અગાઉ પણ સંભવિત રેકી અંગે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે મામલામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા આ મામલે પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ઘટના અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને પાર્કિંગ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરાઈ છે.પોલીસ દ્વારા આરોપીની ઓળખ અને ઘટનાના પીછેહઠના કારણોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ પણ વાંચોઃ Ahmedabad News : મારો અધ્યક્ષ તરીકે ગુજરાતમાં પહેલો પ્રવાસ છે : નીતિન નબિન

Read Full Story arrow_forward