android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : સરકારી આવાસ ભાડે આપવા મામલે AMCએ LIGના 15 મકાનો સીલ કર્યા
calendar_today February 18, 2026

Ahmedabad News : સરકારી આવાસ ભાડે આપવા મામલે AMCએ LIGના 15 મકાનો સીલ કર્યા

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં સરકારી આવાસમાં પીજી ચાલતુ હોવાની ઘટના સામે આવી છે. સાયન્સ સિટી વિસ્તારમાં એલઆઈજી 19 નામની સ્કીમમાં કોર્પોરેશનની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી. કોર્પોરેશનની ટીમ દ્વારા એલઆઈજી આવાસના 15 મકાનો સીલ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનની કામગીરીથી સરકારી આવાસોમાં પીજી ચલાવનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે. LIG આવાસના 15 મકાનો કર્યા સીલ અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં સરકારી આવાસમાં પીજી ચાલતુ હોવાની ઘટના સામે આવી છે. સાયન્સ સિટી વિસ્તારમાં એલઆઈજી 19 નામની સ્કીમમાં કોર્પોરેશનની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી.હાઉસિંગના મકાનમાં પીજી ચલાવવા બાતે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ અપાતી હતી. અત્યાર સુધી સરકારી આવાસો ભાડે આપવામાં આવતા હવે પીજીનો ખેલ સામે આવ્યો છે. કોર્પોરેશનની ટીમ દ્વારા આ ઘટનાને લઈને તપાસ શરૂ કરાઈ હતી. કોર્પોરેશને બંને મકાનો સીલ કર્યા હતાં. આજે એલઆઈજી આવાસના 15 મકાનો સીલ કરવામા આવ્યા છે. આ પણ વાંચોઃ Gandhinagar News : પોલીસને પડકાર ફેંકનારના એવા હાલ થશે કે હનુમાનદાદાની પૂજા કરવી પડશે : હર્ષ સંઘવી

Read Full Story arrow_forward
Ahmedabad : આફ્રિકા જતા નાગરિકો માટે સારા સમાચાર, શહેરમાં હવે વધુ બે સ્થળ પર મળશે યલો ફીવરની રસી
calendar_today February 18, 2026

Ahmedabad : આફ્રિકા જતા નાગરિકો માટે સારા સમાચાર, શહેરમાં હવે વધુ બે સ્થળ પર મળશે યલો ફીવરની રસી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા યલો ફીવરની રસી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ રસી માત્ર આરોગ્ય ભવનમાં ઉપલબ્ધ હતી, પરંતુ હવે શહેરમાં આ રસી માટે પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં બે નવા સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે, જેથી નાગરિકો સરળતાથી રસી મેળવી શકે. આ પગલાં સાથે શહેરમાં રસીકરણની સુવિધા વિસ્તૃત થશે અને તંત્ર વધુ મજબૂત બનશે.9,900 લોકોને આ રસી આપવામાં આવી AMCના જણાવ્યા મુજબ યલો ફીવરની રસી મુખ્યત્વે એ લોકોને આપવામાં આવે છે જે આફ્રિકાની મુસાફરી કરવા જઈ રહ્યા હોય, કારણ કે યલો ફીવરની અસર મુખ્યત્વે આ ખંડમાં જોવા મળે છે. ગયા વર્ષ દરમિયાન લગભગ 9,900 લોકોને આ રસી આપવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ યલો ફીવરના સંક્રમણ સામે રક્ષણ પૂરું પાડવો છે. આ રસી ખાસ કરીને મુસાફરો માટે જરૂરી માનવામાં આવે છે અને તેઓએ યલો ફીવરની મહત્ત્વપૂર્ણ સુરક્ષા માટે તે લેવા જરૂરી છે. કેટલી છે આ રસીની કિંમત? યલો ફીવરની રસી સામાન્ય રીતે એક જ ડોઝમાં લેવામાં આવે છે અને તેની કિંમત અંદાજે રૂપિયા 1,000થી 1,200ની આસપાસ હોય છે, જે આરોગ્ય કેન્દ્રો દ્વારા આપણી સુવિધા મુજબ નાગરિકોને આપવામાં આવે છે. શહેરમાં વધતા પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને હવે બે નવા સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે, જે શહેરના પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં સરળ ઍક્સેસ માટે મદદરૂપ થશે. આ નવા પગલાં સાથે યલો ફીવરની રસી પ્રાપ્ત કરવી વધુ સરળ બનશે અને આફ્રિકાનો પ્રવાસ કરતા નાગરિકો માટે જરૂરી રક્ષણ સુનિશ્ચિત થશે. AMCનો ઉદ્દેશ્ય નાગરિકોને આરોગ્ય સંરક્ષણ સાથે જ ટ્રીપ માટે સુરક્ષિત તૈયાર કરવાનું છે અને આ નવી યોજના તે દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ પણ વાંચો : Ahmedabad : જુહાપુરામાં 6 મહિનાથી ચાલી રહેલું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું, 6 મોબાઈલ ફોન અને 2 લેપટોપ જપ્ત

Read Full Story arrow_forward
Anand મહાનગરપાલિકાએ સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલને ફટકાર્યો રૂપિયા 1 લાખનો દંડ, જાણો કારણ
calendar_today February 18, 2026

Anand મહાનગરપાલિકાએ સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલને ફટકાર્યો રૂપિયા 1 લાખનો દંડ, જાણો કારણ

કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમે આકસ્મિક આણંદ શહેરના અહિંસા ચોક પાસે આવેલા સુવિધા નર્સિંગ હોમ અને મહાવીર માર્ગ ઉપર આવેલી સંજીવની હોસ્પિટલની મુલાકાત લીધી હતી.BU પરમિશન અને ફાયર એનઓસી અંગે ચકાસણી કરાઈ કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલના માલિક/કબજેદાર પાસેથી હોસ્પિટલની બાંધકામ મંજૂરી, મંજૂર થયેલો પ્લાન, BU પરમિશન અને ફાયર એનઓસી અંગે ચકાસણી કરતા આ બંને હોસ્પિટલના માલિક/કબજેદારો પાસે સક્ષમ ઓથોરિટી પાસેથી મેળવેલ પરમિશન ન હોવાથી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનીસીપલ કોર્પોરેશન એકટ 1949ની જોગવાઈના ભંગ બદલ સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલના માલિક/કબજેદારને વહીવટી ચાર્જ પેટે રૂપિયા 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે. બિલ્ડીંગનો વપરાશ ના કરવા નોટીસ આપવામાં આવી આ ઉપરાંત આ બંને હોસ્પિટલના સંચાલકોને 10 દિવસમાં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવીને રજૂ કરવા જણાવવામાં આવ્યું છે, તથા ત્યાં સુધી આ બિલ્ડીંગનો વપરાશ ના કરવા નોટીસ આપવામાં આવી છે, જો તેમ કરવામાં નહીં આવે તો કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનીસીપલ કોર્પોરેશન એકટ 1949ની જોગવાઈના ભંગ બદલ ભોગવટાવાળી મિલકત વપરાશ કરતા અટકાવવામાં/સીલ કરવામાં આવશે, તેમ વધુમાં જણાવ્યું છે. આ પણ વાંચો : Ahmedabad News : સરકારી આવાસ ભાડે આપવા મામલે AMCએ LIGના 15 મકાનો સીલ કર્યા

Read Full Story arrow_forward