android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: કલોલ તાલુકા પંચાયતમાં ACBનો સપાટો, બ્લોક એન્જિનિયર 8 હજારની લાંચ લેતા ઝબ્બે
calendar_today February 18, 2026

Gandhinagar News: કલોલ તાલુકા પંચાયતમાં ACBનો સપાટો, બ્લોક એન્જિનિયર 8 હજારની લાંચ લેતા ઝબ્બે

ગાંધીનગરના કલોલમાં લાંચિયો એન્જિનિયર પકડાયો છે. તાલુકા પંચાયતમાં એસીબીએ સપાટો બોલાવ્યો છે. બ્લોક એન્જિનિયરને આઠ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો છે. આરોપી આઉટસોર્સિંગથી કામ કરતો હતો. તાલુકામાં થયેલા કામ માટે લાંચ માગી હતી. 2.60 લાખની રકમની લાંચ માંગતા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. કલોલમાં લાંચિયો એન્જિનિયર ઝડપાયો ફરીયાદીના ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના પાનસર,આરસોડીયા,ધાનજ તથા બોરીસણા ગામોમાં કરેલા કામોના બિલના અંદાજીત 2.60 લાખ મંજુર કરવાની અવેજમાં ફરીયાદી પાસેથી આ કામના આરોપીએ આઠ હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા નહીં માગતા હોવાથી તેમણે પાટણ એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપતા ફરિયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાંનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આઠ હજારની લાંચની માંગણી કરી, સ્વીકારી, પકડાઈ ગયો હતો. આ પણ વાંચોઃ Mehsana News: કડીમાં 16 વર્ષની સગીરાને પીંખી નાખનારા બે આરોપીઓને 25 વર્ષની સખત કેદની સજા

Read Full Story arrow_forward
Gir Somnath News: કોડીનારના આદપોકરમાં માતાએ બે પુત્રીઓ સાથે કુંડમાં ઝંપલાવ્યું, ત્રણેયના કરૂણ મોત
calendar_today February 18, 2026

Gir Somnath News: કોડીનારના આદપોકરમાં માતાએ બે પુત્રીઓ સાથે કુંડમાં ઝંપલાવ્યું, ત્રણેયના કરૂણ મોત

ગીર સોમનાથના કોડીનાર પંથકમાં આવેલ આદપોકર ગામે એક પરિવારે પોતાની લાડકવાઈ બે દીકરીઓ અને માતાને ગુમાવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક મહિલાએ પોતાની બે નાની બાળકીઓ સાથે પાણી ભરેલા કુંડમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. આદપોકર ગામમાં રહેતા 40 વર્ષીય ઈલાબેન પોતાની બે પુત્રીઓ રિતિકા (10 વર્ષ) અને એંજલ (6 વર્ષ) સાથે ગામમાં આવેલ પાણી ભરેલા કુંડમાં કોઈ અકળ કારણોસર ખાબક્યા હતા.મહિલાએ બે બાળકીઓ સાથે કુંડમાં ઝંપલાવ્યું હતુંમહિલાને ગંભીર હાલતમાં કોડીનારની રાનાવાળા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. માતા સાથે કુંડમાં પડેલી બંને માસૂમ બાળકીઓની ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ બંને બાળકીઓના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોતથી આદપોકર ગામમાં કાળોકેર વર્તાયો છે અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. માતા અને બાળકીઓના મોતથી ગામમાં શોકનો માહોલઆ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મહિલાએ આટલું આત્મઘાતી પગલું કેમ ભર્યું? તેની પાછળ પારિવારિક કલેશ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Porbandar News: અરબી સમુદ્રમાં શંકાસ્પદ કેમિકલ સાથે પકડાયેલા બે ઈરાની શખ્સોના ચાર દિવસના રિમાન્ડ મંજૂર
calendar_today February 18, 2026

Porbandar News: અરબી સમુદ્રમાં શંકાસ્પદ કેમિકલ સાથે પકડાયેલા બે ઈરાની શખ્સોના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડે સમુદ્રની મધ્યમાં એક એવું ઓપરેશન પાર પાડ્યું છે જેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. ભારતીય જળસીમામાં ઘુસી રહેલી એક ઇરાની સ્પીડ બોટને આંતરીને અંદાજે 203 કિલોગ્રામ શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો ગુજરાતના દરિયાકાંઠે ઉતારીને છેક પંજાબ પહોંચાડવાની પેરવી હોવાનો ખુલાસો થયો છે. આ કેસમાં પકડાયેલા બે ઈરાનીઓને પોલબંદર લાવવામાં આવ્યા હતાં. બે ઈરાનીઓને પોરબંદર લવાયા પોરબંદરના દરિયામાં ડ્રગ્સ સાથે પકડાયેલા બે ઈરાનીઓને પોરબંદર લાવવામાં આવ્યા હતાં. સુરક્ષા એજન્સીઓએ આ બંને ઈરાની શખ્સોને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતાં. સુરક્ષા એજન્સીઓએ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતાં. જેની સામે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઈરાની શખ્સો પાસેથી મળી આવેલો જથ્થો ડ્રગ્સ નહીં પણ શંકાસ્પદ કેમિકલ હોવાનું સામે આવ્યું છે. જેને ફોરેન્સિક તપાસમાં મોકલવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ Ahmedabad News: સાયન્સ સિટી વિસ્તારમાં સરકારી આવાસમાં PGનો ધમધમાટ, ઊંઘતુ તંત્ર મકાનને સીલ મારવા દોડતુ થયુ

Read Full Story arrow_forward