android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News :  પોલીસને પડકાર ફેંકનારના એવા હાલ થશે કે હનુમાનદાદાની પૂજા કરવી પડશે : હર્ષ સંઘવી
calendar_today February 18, 2026

Gandhinagar News : પોલીસને પડકાર ફેંકનારના એવા હાલ થશે કે હનુમાનદાદાની પૂજા કરવી પડશે : હર્ષ સંઘવી

ગાંધીનગર જિલ્લામાં પોલીસ આવાસ અને જેલ સહિતના બાંધકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દહેગામ ખાતે બનનારી જેલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના બજેટ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. ગુજરાત પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગમાં 273 કરોડના ખર્ચે પોલીસ પ્રજાની રક્ષા કરે અને સરકાર પોલીસ ની દરકાર કરે એ માટે આવાસ નું ખાતમુહુર્ત કર્યું છે. બજેટમા પોલીસ પરિવાર માટે આગામી પાંચ વર્ષમાં 20400 મકાન બનશે. પ્રેશર કે ભલામણ કરનારાના હાથ ધ્રુજવા જોઇએ નાયબ મુખ્યમંત્રીએ પોલીસને પડકાર ફેંકનારાને ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, પડકાર ફેંકનારના પોલીસ એવા હાલ કરશે કે હનુમાન દાદાની પૂજા કરવી પડશે. સરકારે પોલીસને તમામ પ્રકારની છૂટ આપી છે. ગુજરાતના કોઈપણ ક્ષેત્રમાં પોલીસને ફ્રી હેન્ડ અપાયો છે. લોકો સોશિયલ મીડિયાથી મને જાણ કરે છે. પ્રેશર કે ભલામણ કરનારાના હાથ ધ્રુજવા જોઈએ. આ પણ વાંચોઃ Gujarat Industry Mines Budget 2026: ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹13942 કરોડની જોગવાઇ

Read Full Story arrow_forward
Raphael  ફાઇટર જેટ પ્લાન્ટમાં થયો એક મોટો સુરક્ષા ભંગ, પ્લાન્ટમાં કેમેરાવાળા ચશ્મા પહેરી જાસૂસની એન્ટ્રી!
calendar_today February 18, 2026

Raphael ફાઇટર જેટ પ્લાન્ટમાં થયો એક મોટો સુરક્ષા ભંગ, પ્લાન્ટમાં કેમેરાવાળા ચશ્મા પહેરી જાસૂસની એન્ટ્રી!

થોડા સમય પહેલા ભારતે રાફેલ ફાઇટર જેટનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી જે બાદ ફ્રાન્સમાં વિમાનના ઉત્પાદન પ્લાન્ટમાં એક મોટો સુરક્ષા ભંગ જોવા મળતા રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પ્લાન્ટમાં કેમેરાવાળા ચશ્મા સાથે જાસૂસ રાફેલ વિશ્વના સૌથી અદ્યતન 4.5-જનરેશનના ફાઇટર જેટમાંનું એક માનવામાં આવે છે. આધુનિક ટેકનોલોજી ધરાવતા ફાઇટર જેટ તરીકે, તે પરમાણુ શસ્ત્રો લોન્ચ કરવામાં પણ સક્ષમ છે. એવામાં થોડા સમય પહેલા ભારતે રાફેલ ફાઇટર જેટનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી જે બાદ રાફેલ ઉત્પાદક કંપની દસોલ્ટે તરફથી મળતી માહિત મુજબ રાફેલ ફાઇટર જેટ પ્લાન્ટમાં કેમેરાવાળા ચશ્મા સાથે એક વ્યક્તિ પ્લાન્ટની જાસૂસી કરી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. રાફેલ ઉત્પાદક કંપની દસોલ્ટે આ ઘટનાને ખૂબ જ સંવેદનશીલ ગણાવી છે અને તેના કર્મચારીને ફ્રેન્ચ પોલીસને સોંપી દીધો છે. રાફેલ ફાઇટર જેટ પ્લાન્ટમાં ભંગ રાફેલના રડાર (ISA), મિસાઇલો અને અન્ય એવિઓનિક્સ ઉચ્ચતમ ગુણવત્તાવાળા માનવામાં આવે છે. કોઈપણ ફાઇટર વિમાનમાં મિસાઇલો અને અન્ય શસ્ત્રોનું એકીકરણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફ્રાન્સમાં વિમાનના ઉત્પાદન પ્લાન્ટમાં એક મોટો સુરક્ષા ભંગ થયો છે. એક કર્મચારી ચશ્મામાં કેમેરા સાથે કામ કરતો પકડાયો હતો, જેની મંજૂરી નથી. આરોપી કર્મચારી સામે રાષ્ટ્રીય સુરક્ષાનો કેસ દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ રાફેલના ઉત્પાદનને મંજૂરી આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે ભારતીય સંરક્ષણ મંત્રાલયે 114 મેક ઇન ઇન્ડિયા રાફેલના ઉત્પાદનને મંજૂરી આપી છે. ભારત અને ફ્રાન્સ ઉપરાંત, યુએઈ અને ઇજિપ્ત જેવા દેશો પણ રાફેલ ફાઇટર જેટનું સંચાલન કરે છે. તાજેતરમાં, ઇન્ડોનેશિયાએ પણ રાફેલ ખરીદવા માટે ફ્રાન્સ સાથે એક મોટો કરાર કર્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હાલમાં ભારતની મુલાકાતે છે. તેમની મુલાકાત પહેલા, સંરક્ષણ મંત્રાલયે ભારતમાં મેક ઇન ઇન્ડિયા રાફેલ ફાઇટર જેટના ઉત્પાદનને મંજૂરી આપી હતી. આ પણ વાંચો: What is Data Center: ગૌતમ અદાણી કેમ કરી રહ્યા છે ડેટા સેન્ટરમાં અબજો રૂપિયાનું રોકાણ?, જાણો

Read Full Story arrow_forward
Gandhinagar News: હવે ફિનટેક અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ક્ષેત્રે પ્રતિભાઓ તૈયાર કરાશે ગિફ્ટ સિટી અને AJNIFM
calendar_today February 18, 2026

Gandhinagar News: હવે ફિનટેક અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ક્ષેત્રે પ્રતિભાઓ તૈયાર કરાશે ગિફ્ટ સિટી અને AJNIFM

ભારતના નાણાંકીય લેન્ડસ્કેપને વધુ મજબૂત બનાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) અને અરૂણ જેટલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ (AJNIFM) વચ્ચે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય આ સહયોગનો પ્રાથમિક હેતુ ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ હેઠળ નીચે મુજબના ક્ષેત્રોમાં ક્ષમતા નિર્માણ અને જ્ઞાનનું આદાનપ્રદાન કરવાનો છે: આંતરરાષ્ટ્રીય નાણાં (International Finance), ગવર્નન્સ (Governance), ફાઇનાન્સિયલ ટેકનોલોજી (FinTech). ઇન્ડસ્ટ્રી ઇમર્શન પ્રોગ્રામની શરૂઆત આ સમજૂતીના ભાગરૂપે, AJNIFM ના બીજા વર્ષના MBA વિદ્યાર્થીઓ માટે ગિફ્ટ સિટી ખાતે 5 દિવસનો ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને નિયમનકારી માળખું: IFSC ના કાયદા અને નિયમોની સમજ, ક્રોસ-બોર્ડર સર્વિસીસ: આંતરરાષ્ટ્રીય નાણાંકીય વ્યવહારો, ડિજિટલ ઇનોવેશન: ફિનટેક ક્ષેત્રે થઈ રહેલા નવા સંશોધનો, મૂડી બજાર: શેરબજાર અને સંસ્થાકીય વ્યૂહરચનાઓનું એક્સપોઝર જેવી બાબતોનું પ્રત્યક્ષ જ્ઞાન મળશે. અગ્રણીઓના મંતવ્યો "અમારો લક્ષ્ય એવા કુશળ પ્રોફેશનલ્સ તૈયાર કરવાનો છે જે વૈશ્વિક નાણાંકીય બજારોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે. આ ભાગીદારી ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચેના અંતરને ઘટાડશે." સંજય કૌલ, MD અને ગ્રુપ CEO, ગિફ્ટ સિટી. "આ વ્યૂહાત્મક ભાગીદારી ફેકલ્ટી અને વિદ્યાર્થીઓના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપશે અને ફાઇનાન્સ-ગવર્નન્સમાં અદ્યતન શિક્ષણ પૂરું પાડવામાં મદદરૂપ થશે." પ્રવીણ કુમાર, ડિરેક્ટર, AJNIFM. ભવિષ્યની રૂપરેખા આ MoU માત્ર તાલીમ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આ બાબતો માટે પણ માળખું પૂરું પાડે છે: સંયુક્ત સંશોધન (Joint Research): નાણાંકીય ક્ષેત્રે નવા ડેટા અને વલણો પર સંશોધન, એક્ઝિક્યુટિવ શિક્ષણ: કાર્યરત વ્યાવસાયિકો માટે ખાસ કોર્સ, નોલેજ પ્લેટફોર્મ: જ્ઞાનની વહેંચણી માટે વૈશ્વિક સ્તરનું માધ્યમ. આ જોડાણથી ગિફ્ટ સિટી એક વૈશ્વિક નાણાંકીય હબ તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવશે અને ભારતને ફિનટેક ક્ષેત્રે નવી ઊંચાઈઓ પર લઈ જશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward