android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Budget 2026 Highlights: 4.08 લાખ કરોડના બજેટમાં તમારા માટે શું છે?
calendar_today February 18, 2026

Gujarat Budget 2026 Highlights: 4.08 લાખ કરોડના બજેટમાં તમારા માટે શું છે?

આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ થયું છે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ સતત 5મી વાર વિધાનસભામાં બજેટ રજૂ કર્યું છે. આ વર્ષે 4 લાખ 8 હજાર કરોડથી વધુનું બજેટ રજૂ કરીને રાજ્ય સરકારે 'વિકસિત ગુજરાત 2047'નો પાયો નાખ્યો છે. આ બજેટમાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓ માટે શું ખાસ છે?શિક્ષણ અને યુવા શક્તિ માટે સૌથી પહેલા વાત શિક્ષણ અને યુવા શક્તિ માટેની ખાસ જોગવાઈની કરવામાં આવે તો શિક્ષણ માટે આ વખતે સરકારે જાણે કે તિજોરી ખોલી દીધી છે. 97 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે, એટલું જ નહીં હવે શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરી દેવાઈ છે. ગાંધીનગરમાં 100 કરોડના ખર્ચે અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાયબ્રેરી બનશે. ITI કરતી દીકરીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર કરાઈ છે. અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજમાં 51 કરોડના ખર્ચે રિસર્ચ પાર્ક બનાવાશે. ખેતી અને સિંચાઈ વિભાગ ખેડૂતો માટે કુલ 11,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. કિસાન ક્રેડિટ કાર્ડ અને વ્યાજ સહાય માટે 1539 કરોડ ફાળવાયા તો ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડની જોગવાઈ કરાઈ. સુજલામ સુફલામ અને સૌની યોજનાના વિસ્તરણ માટે કરોડોની ફાળવણી કરવામાં આવી છે, જેથી નળકાંઠા અને કચ્છ સુધી પાણી પહોંચી શકે. સૌથી મોટા નિર્ણયની વાત કરીએ તો ગામડામાં ખેતીની નવી શરતની જમીનો હવે આપમેળે જૂની શરતની ગણાશે! ખેડૂતો માટે આ મોટી ગણાશે. અન્ય ક્ષેત્ર માટે મહત્વની જાહેરાતો આરોગ્ય ક્ષેત્ર - સુરત, ભાવનગર અને જામનગરમાં IVF સેન્ટર શરૂ થશે અને 154 નવા ધનવંતરી રથ દોડશે. ઉદ્યોગ ક્ષેત્ર - 25 GIDCને સ્માર્ટ બનાવવાની જાહેરાત, તો દાહોદ, ઝાલોદ, અરવલ્લીમાં નવી GIDC સ્થપાશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર - સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે અને નમો એક્સપ્રેસ વે માટે 3000 કરોડ ફાળવાયા છે. રમતગમત ક્ષેત્ર - બજેટમાં રમતગમત પ્રેમીઓ માટે પણ ખુશખબર છે. ગુજરાત 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે અને અમદાવાદ 'ઓલિમ્પિક રેડી સિટી' બનશે! મહિલા સુરક્ષા ક્ષેત્ર - ગંગા સ્વરૂપા યોજના માટે 2848 કરોડ અને નમો લક્ષ્મી યોજના માટે 1200 કરોડની જોગવાઈ કરાઈ છે. સરકારી સેવા ક્ષેત્ર - 100 કરોડના ખર્ચે નવું ડિજિટલ પ્લેટફોર્મ બનશે અને પોલીસકર્મીઓ માટે 20,000થી વધુ નવા મકાનો બનશે. ટુંકમાં કહીએ તો, આ બજેટ 'વોકલ ફોર લોકલ' અને 'ઈઝ ઓફ લિવિંગ' પર કેન્દ્રિત છે. તમને આ બજેટમાં કઈ જાહેરાત સૌથી વધુ ગમી? કોમેન્ટમાં જરૂર જણાવો અને આ માહિતી દરેક ગુજરાતી સુધી પહોંચાડવા વીડિયો શેર કરો! આ પણ વાંચો - Gujarat Budget 2026 Reactions: કોઈએ વધાવ્યું, તો કોઈએ નકાર્યું, જાણો કોણે શું પ્રતિક્રિયા આપી?

Read Full Story arrow_forward
Rajkot: જસદણમાં હત્યા કેસમાં 4 પોલીસ સ્ટેશનની ટીમ અને LCB-SOGના કાફલા સાથે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવાયા
calendar_today February 18, 2026

Rajkot: જસદણમાં હત્યા કેસમાં 4 પોલીસ સ્ટેશનની ટીમ અને LCB-SOGના કાફલા સાથે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવાયા

જસદણના શિવરાજપુર નજીક બનેલી છગનભાઈ ઝાપડીયાની ઘાતકી હત્યાના મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે. જસદણ પોલીસે પકડાયેલા ત્રણ આરોપીઓને સાથે રાખી આજે ઘટનાસ્થળે ક્રાઈમ રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરી હતી.પોલીસ કાફલા વચ્ચે રિકન્સ્ટ્રક્શનઘટનાની સંવેદનશીલતાને જોતા રિકન્સ્ટ્રક્શન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ છાવણી જેવો માહોલ જોવા મળ્યો હતો. આ કામગીરીમાં જસદણ, ભાડલા, વિંછીયા અને આટકોટ પોલીસની ટીમો જોડાઈ હતી. રાજકોટ રૂરલ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) નો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પોલીસે આરોપીઓ દ્વારા હત્યાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો અને કયા હથિયારોનો ઉપયોગ થયો તે અંગેના પુરાવા એકત્રિત કર્યા હતા.રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસાની આશાનામદાર કોર્ટે પકડાયેલા ત્રણ મુખ્ય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આ હત્યા પાછળના મુખ્ય સૂત્રધારો અને અન્ય સંડોવાયેલા શખ્સોના નામ ખૂલે તેવી પૂરેપૂરી સંભાવના છે.આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 12 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીજી તરફ, હત્યાનો ભોગ બનનારના સંબંધીઓ સામે પણ કલમ 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ ક્રોસ ફરિયાદ નોંધાતા મામલો વધુ પેચીદો બન્યો છે. આ હત્યાકાંડને પગલે સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને ન્યાયની માંગ પ્રબળ બની છે.આ પણ વાંચો: Surat: પે એન્ડ યુઝ શૌચાલય બન્યું ડ્રગ્સનું અડ્ડો, લાલગેટ પોલીસે MD ડ્રગ્સ સાથે અરબાઝ શેખને દબોચ્યો

Read Full Story arrow_forward
Rajkot News: ચાર વર્ષથી વકીલ કરતો હતો મેડિકલ પ્રેક્ટિસ, રાજપરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો
calendar_today February 18, 2026

Rajkot News: ચાર વર્ષથી વકીલ કરતો હતો મેડિકલ પ્રેક્ટિસ, રાજપરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરૂદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. કોટડા સાંગાણી તાલુકાના રાજપરા ગામે કોઈપણ મેડિકલ ડિગ્રી વગર એલોપેથીની પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટર ભાવેશ કોઠિયાને પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે.કમ્પાઉન્ડરમાંથી બની ગયો 'ડોક્ટર' ઝડપાયેલો આરોપી ભાવેશ કોઠિયા અગાઉ ગોંડલની રાદડિયા હોસ્પિટલમાં બે વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. કમ્પાઉન્ડર તરીકેની નોકરી દરમિયાન તેણે દવાઓનું સામાન્ય જ્ઞાન મેળવ્યું અને ત્યારબાદ પોતે જ ડોક્ટર બની બેઠો. નવાઈની વાત એ છે કે, આરોપીએ B.Com અને LLB સુધીનો અભ્યાસ કર્યો છે, છતાં મેડિકલ ડિગ્રી હોવાનો દાવો કરી લોકોની સારવાર કરતો હતો. 'મહાદેવ ક્લિનિક' પર પોલીસની રેડ રાજપરા ગામમાં છેલ્લા ચાર વર્ષથી ભાવેશ 'મહાદેવ ક્લિનિક' ના નામે દવાખાનું ચલાવી રહ્યો હતો. બાતમીના આધારે SOG ની ટીમ દ્વારા રેડ કરીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સ્થળ પરથી પોલીસે એલોપેથી દવાઓનો જથ્થો, મેડિકલ પ્રેક્ટિસ માટેના સાધનો અને અન્ય સાધન સામગ્રી જપ્ત કરી છે. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તે અત્યાર સુધી કેટલા લોકોના જીવ જોખમમાં મૂકી ચૂક્યો છે, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Rajkot: જસદણમાં હત્યા કેસમાં 4 પોલીસ સ્ટેશનની ટીમ અને LCB-SOGના કાફલા સાથે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવાયા

Read Full Story arrow_forward