android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News : અગ્નિ વીરની ભરતીમાં ધાનેરાના યુવાનોને અન્યાય, ધારાસભ્યની કલેક્ટરને રજૂઆત
calendar_today February 18, 2026

Banaskantha News : અગ્નિ વીરની ભરતીમાં ધાનેરાના યુવાનોને અન્યાય, ધારાસભ્યની કલેક્ટરને રજૂઆત

ભારતીય સેનામાં જોડાવા માગતા યુવાનો માટે અગ્નિવીરની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ધાનેરાના યુવાનોને અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. તેમણે તાત્કાલિક સિસ્ટમમાં સુધારો કરવા માગ કરી છે. અગ્નિ વીરની ભરતીમાં ધાનેરાના યુવાનોને અન્યાય ભારતીય સેનામાં જોડાવા માગતા બનાસકાંઠાના યુવાનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ જાહેર થયેલી અગ્નીવીરની ભરતીનું ફોર્મ ભરતા બનાસકાંઠાની જગ્યાએ વાવ થરાદ જિલ્લો બતાવે છે. જેથી ઓનલાઈન જિલ્લો સિલેક્ટ કરવામાં યુવાનો અવઢવમાં મુકાયા છે. ફોર્મમાં સરનામું કેવી રીતે ભરવું તેમાં યુવાનોને મુશ્કેલી થઈ રહી છે. જેથી ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જિલ્લા કલેક્ટરને અગ્નિવીરની ભરતીમાં થઈ રહેલી ઓનલાઈન ત્રુટીને દૂર કરવા રજૂઆત કરી છે. સિસ્ટમમાં તાત્કાલિક અસરથી સિસ્ટમમાં સુધારો કરવા માગ કરી છે. આ પણ વાંચોઃ Junagadh News: નાગા સાધુઓ વચ્ચે મૃગી કુંડમાં સ્નાન કરવા મુદ્દે કીર્તિ પટેલ સામે બીજી ફરિયાદ નોંધાઈ

Read Full Story arrow_forward
Ahmedabad : રામોલમાં હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગના 3 લોકોને પોલીસે ઝડપ્યા, 4 આરોપી હજુ વોન્ટેડ
calendar_today February 18, 2026

Ahmedabad : રામોલમાં હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગના 3 લોકોને પોલીસે ઝડપ્યા, 4 આરોપી હજુ વોન્ટેડ

અમદાવાદના રામોલ વિસ્તારમાં હની ટ્રેપ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મહિલાઓની મદદથી નકલી પોલીસ બની લોકોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવતી ગેંગને રામોલ પોલીસે ઝડપી પાડી છે. આ કેસમાં હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4 આરોપીઓ હજુ વોન્ટેડ છે.ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રામોલ પોલીસની સતર્કતાના કારણે હની ટ્રેપ રેકેટનો પર્દાફાશ થયો છે. પકડાયેલા આરોપીઓ મહિલાઓ સાથે મળીને પહેલા સોશિયલ મીડિયા અને ફોન મારફતે લોકોને સંપર્ક કરતા અને બાદમાં હોટેલ કે ફ્લેટમાં બોલાવતા હતા. આ અંગે રામોલ પોલીસની ટીમને ચોક્કસ હકીકત મળતા ન્યુ મણીનગરના કર્ણાવતી એન્કલેવ ખાતે પહોંચી હતી. જ્યાં પીડિતને રૂબરૂ બોલાવી આરોપીઓ નકલી પોલીસ બની આવ્યા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 20 લાખની માગણી કરી હતી. પકડાયેલા ત્રણેય આરોપીઓની રામોલ પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપીઓએ પીડિતને માર મારી બળજબરીથી રૂપિયા 20 હજાર રોકડા વસૂલ્યા હતા. બાદમાં તે અંગે ફરિયાદ નોંધી રામોલ પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. આરોપીઓ હની ટ્રેપ માટે પત્ની, ગર્લફ્રેન્ડ અને માતાનો પણ ઉપયોગ કરતા પોલીસ કસ્ટડીમાં ઉભા રહેલા આ આરોપીઓમાં ઉપેશ ઉર્ફે કાનો શાંતિભાઈ સરવૈયા, હિતેન ઉર્ફે બબુ મુકેશભાઈ ચૌહાણ અને અસ્ફાક ઈમ્તિયાઝભાઈ શેખ છે. જેમની પાસેથી પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 19.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ત્રણ ફોર વ્હીલર ગાડીઓ અને પાંચ મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા છે. જોકે આ કેસમાં અન્ય ચાર આરોપીઓની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં રવિન્દ્રકુમાર હડવદીયા મુખ્ય સૂત્રધાર છે. જ્યારે ગીતાબેન ગોહીલ, સંગીતાબેન ચૌહાણ અને નાઝ ઉર્ફે કિંજલ પટેલને વોન્ટેડ જાહેર કરી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તો પકડાયેલા ત્રણેય આરોપીઓની પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ હની ટ્રેપ માટે પત્ની, ગર્લફ્રેન્ડ અને માતાનો પણ ઉપયોગ કરતા હતા. એટલું જ નહીં આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઈતિહાસ પણ રહેલો છે. જેમાં આવી જ મોડેસ ઓપરેન્ડીથી લોકો સાથે છેતરપિંડી કરતા હાલ તો રામોલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ તેજ કરી છે. સાથે જ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો : Banaskantha News : અગ્નિ વીરની ભરતીમાં ધાનેરાના યુવાનોને અન્યાય, ધારાસભ્યની કલેક્ટરને રજૂઆત

Read Full Story arrow_forward
Ahmedabad News: બોપલ તળાવ સામે નિર્માણાધીન 'શિવમ ટાવર'માં શ્રમિકનું મોત
calendar_today February 18, 2026

Ahmedabad News: બોપલ તળાવ સામે નિર્માણાધીન 'શિવમ ટાવર'માં શ્રમિકનું મોત

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આજે બપોરે એક કરૂણ ઘટના સામે આવી છે. બોપલ તળાવની બિલકુલ સામે બની રહેલા 'શિવમ ટાવર' નામની બાંધકામ સાઇટ પર કામ કરતી વખતે એક શ્રમિક ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે પટકાયેલા શ્રમિકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જે કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.ઘટનાની વિગતો ઘટનાની મળતી માહિતી અનુસાર, બોપલ વિસ્તારમાં આવેલા શિવમ ટાવરના નિર્માણ કાર્ય દરમિયાન શ્રમિક ઊંચાઈ પર કામ કરી રહ્યો હતો. તે સમયે અચાનક સંતુલન બગડતા તે સીધો નીચે પટકાયો હતો. નીચે પટકાતા જ શ્રમિકને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે સાઇટ પર કામ કરતા અન્ય શ્રમિકો અને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષા સામે ઉઠ્યા સવાલો આ ઘટનાએ બાંધકામ સાઇટ પર શ્રમિકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, સાઇટ પર કામ કરતા શ્રમિકો પાસે સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ કે અન્ય સુરક્ષાના સાધનો ઉપલબ્ધ ન હતા. બાંધકામ સમયે નિયમ મુજબ લગાવવામાં આવતી સેફ્ટી નેટ (જાળી) પણ આ સાઇટ પર હતી કે કેમ તે તપાસનો વિષય છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી શ્રમિકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે, અને બિલ્ડર તેમજ કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે તપાસ શરૂ કરી છે. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે. આ પણ વાંચો - Ahmedabad: બેવડી ઋતુમાં સ્વાસ્થ્ય જોખમાયું, મ્યુનિસિપલ હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ધસારો

Read Full Story arrow_forward