android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: પારલે પોઈન્ટમાં સ્કૂલ વાનમાં ભીષણ આગ, બાળકોનો આબાદ બચાવ
calendar_today February 18, 2026

Surat News: પારલે પોઈન્ટમાં સ્કૂલ વાનમાં ભીષણ આગ, બાળકોનો આબાદ બચાવ

સુરતના પોશ ગણાતા પારલે પોઈન્ટ વિસ્તારમાં આજે એક સ્કૂલ વાનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, આગ લાગી તે સમયે બાળકો વાનમાં સવાર ન હોવાથી એક મોટી દુર્ઘટના ટળી છે અને તમામ બાળકોનો આબાદ બચાવ થયો છે.બાળકોને ઉતાર્યા બાદ બની ઘટના ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના પારલે પોઈન્ટ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન મંદિર નજીક એક સ્કૂલ વાન બાળકોને શાળાએ ઉતારવા માટે આવી હતી. ડ્રાઈવરે તમામ બાળકોને સુરક્ષિત રીતે સ્કૂલ પાસે ઉતારી દીધા હતા અને ત્યારબાદ વાન પાર્ક કરી હતી. વાન પાર્ક કર્યાના ગણતરીની મિનિટોમાં જ એન્જિનના ભાગેથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી વાન આગની લપેટમાં આવી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ શાળા નજીક જ વાનમાં ભીષણ આગ લાગતા સ્થાનિકો અને સ્કૂલ સ્ટાફમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જાનહાનિ ટળી આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જો બાળકો વાનમાં હોત તો મોટી જાનહાનિ થઈ શકત. જોકે, સમયસૂચકતાને કારણે તમામ બાળકો સુરક્ષિત છે. વાન બળીને ખાખ થઈ ગઈ છે પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી.આ પણ વાંચો - Suratમાં રૂ.575 કરોડનું સોના-ચાંદી વેચાણ કૌભાંડ: બિલ વગર દાગીના વેચનાર જ્વેલર યતીન શાહની ધરપકડ

Read Full Story arrow_forward
Junagadh News:  નાગા સાધુઓ વચ્ચે મૃગી કુંડમાં સ્નાન કરવા મુદ્દે કીર્તિ પટેલ સામે બીજી ફરિયાદ નોંધાઈ
calendar_today February 18, 2026

Junagadh News: નાગા સાધુઓ વચ્ચે મૃગી કુંડમાં સ્નાન કરવા મુદ્દે કીર્તિ પટેલ સામે બીજી ફરિયાદ નોંધાઈ

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભગવા વસ્ત્રો ધારણ કરી નાગા સાધુઓ અને સંતોની વચ્ચે જઈને વિવાદિત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે મૃગી કુંડમાં ડૂબકી મારી હતી. જેનો વીડિયો વાયરલ થતાં જ તંત્રના અધિકારીઓએ કિર્તીને બહાર કાઢી હતી. ત્યાર બાદ તેણે એક મહિલા પોલીસ કર્મી સાથે બબાલ કરતાં પોલીસ કર્મીએ ફરિયાદ નોંધાવી હતી. હવે ફરીવાર કીર્તિ પટેલ સામે બીજી ફરિયાદ નોંધાઈ છે. કિર્તી પટેલ સામે નોંધાઇ બીજી ફરિયાદ જૂનાગઢના મૃગી કૂંડમાં સ્નાન કરવા મુદ્દે વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે બીજી ફરિયાદ નોંધાઈ છે. સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચાડવા મુદ્દે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આશ્રમના એક કાર્યકર પાસેથી ફરિયાદ લેવાનું શરૂ કર્યું હતું. હાલ કીર્તિ પટેલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને પકડવા માટે પોલીસ રવાના થઈ હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. બીજી તરફ સુત્રો દ્વારા એવો પણ દાવો કરાયો હતો કે, કીર્તિ પટેલને જૂનાગઢના એક આશ્રમમાં જ સાધુઓએ ભગવા પહેરાવ્યા હતાં. પોલીસે હાલમાં વિવાદ વધતા જ કીર્તિ પટેલને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે. આ પણ વાંચોઃ Gujarat Industry Mines Budget 2026: ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹13942 કરોડની જોગવાઇ

Read Full Story arrow_forward
Ahmedabad: બેવડી ઋતુમાં સ્વાસ્થ્ય જોખમાયું, મ્યુનિસિપલ હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ધસારો
calendar_today February 18, 2026

Ahmedabad: બેવડી ઋતુમાં સ્વાસ્થ્ય જોખમાયું, મ્યુનિસિપલ હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ધસારો

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાતા વાતાવરણ અને મિશ્ર ઋતુને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શન અને ડેન્ગ્યુના કેસોમાં મોટો ઉછાળો નોંધાયો છે.અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યોઆરોગ્ય વિભાગના અહેવાલ મુજબ, છેલ્લા એક સપ્તાહમાં શહેરની હોસ્પિટલોમાં કુલ 14,746 ઓપીડી નોંધાઈ છે. આ આંકડો દર્શાવે છે કે શહેરમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. છેલ્લા સાત દિવસમાં ડેન્ગ્યુના 68 કેસ નોંધાયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મેલેરિયાના સૌથી વધુ 597 દર્દીઓએ સારવાર લીધી છે.પાણીજન્ય રોગ ટાઇફોઇડના પણ 4 દર્દીઓ ગંભીર હાલતમાં દાખલ થયા છે.વાયરલ ફીવર અને ઇન્ફેક્શનના 60 થી વધુ નવા દર્દીઓ નોંધાયા છે.મ્યુનિસિપલ હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારોશહેરની સિવિલ અને મ્યુનિસિપલ હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો એટલો વધી ગયો છે કે છેલ્લા એક સપ્તાહમાં 100 થી વધુ દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી છે. મિશ્ર ઋતુ (સવારે ઠંડી અને બપોરે ગરમી) ને કારણે વાયરસ વધુ સક્રિય થયા છે, જેની સીધી અસર બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર પડી રહી છે.આ પણ વાંચો: Dwarka: ઓખામાં પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદથી પોલીસ બેડામાં ખળભળાટ

Read Full Story arrow_forward