android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Google CEO સુંદર પિચાઈએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, જાણો શું કરી ચર્ચા?
calendar_today February 18, 2026

Google CEO સુંદર પિચાઈએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, જાણો શું કરી ચર્ચા?

ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પિચાઈ ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026માં ભાગ લેવા માટે ભારતમાં છે. આ સમિટ 16થી 20 ફેબ્રુઆરી દરમિયાન ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે અને તેને ગ્લોબલ સાઉથમાં આ પ્રકારની પ્રથમ મોટી એઆઈ કોન્ફરન્સ તરીકે વર્ણવવામાં આવી રહી છે. સુંદર પિચાઈ 20 ફેબ્રુઆરીએ સમિટમાં મુખ્ય ભાષણ આપશે. ભારતમાં આગમન પર તેમણે કહ્યું કે તેઓ એઆઈ ઈમ્પેક્ટ સમિટ માટે ભારતમાં પાછા આવીને ખુશ છે.પીએમ મોદીનું વિઝન: 2030 સુધીમાં $400 બિલિયનનું IT ક્ષેત્ર પીએમ મોદીએ કહ્યું કે AI ભારતના IT ક્ષેત્રને નષ્ટ કરી રહ્યું નથી, પરંતુ તેને બદલી રહ્યું છે. તેમણે સમજાવ્યું કે એવો અંદાજ છે કે 2030 સુધીમાં ભારતનું IT ક્ષેત્ર $400 બિલિયન સુધી પહોંચી શકે છે. આ વૃદ્ધિ AI-આધારિત આઉટસોર્સિંગ અને ઓટોમેશનના નવા લહેર દ્વારા શક્ય બનશે. નોકરીઓ પર અસર વિશેના પ્રશ્નો અંગે પીએમએ કહ્યું કે તૈયારી એ ભયનો શ્રેષ્ઠ ઈલાજ છે. ઈતિહાસ સાક્ષી છે કે દરેક ટેકનોલોજીકલ પરિવર્તન નવી તકો લાવે છે. ભારતમાં આવીને આનંદ થયો: સુંદર પિચાઈ ભારત પહોંચ્યા પછી ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ X પર પોસ્ટ કરીને કહ્યું કે AI ઈમ્પેક્ટ સમિટમાં પાછા ફરવું ખૂબ જ સારું રહ્યું અને તેમનું હંમેશની જેમ ઉષ્માભર્યું સ્વાગત થયું. તેઓ 20 ફેબ્રુઆરીએ સમિટમાં મુખ્ય ભાષણ આપશે. આ સમિટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું. 24 કલાકની અંદર જવાબદાર AI ઉપયોગ માટે 2,50,946 વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાઓ પ્રાપ્ત થઈ, જ્યારે લક્ષ્ય ફક્ત 5,000 હતું. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ જવાબદાર AI ઉપયોગ વિશે જાગૃતિ લાવવા માટે શાળાઓ અને કોલેજો સુધી પહોંચવાના વડાપ્રધાનના વિઝનનું પરિણામ છે. ભારત મંડપમ ખાતે વૈશ્વિક નેતાઓ ભેગા થયા ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026 નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે. આ સમિટમાં 110થી વધુ દેશો, 30 આંતરરાષ્ટ્રીય સંગઠનો અને અન્ય ઘણા દેશોના વડાઓ અને મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. ગ્લોબલ સાઉથમાં આ સ્કેલનું આ પ્રથમ વૈશ્વિક એઆઈ સમિટ માનવામાં આવે છે. આ મેગા સમિટ એઆઈ શાસન, સુરક્ષા અને સમાવેશી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 'સર્વજન હિતાય, સર્વજન સુખાય' થીમ હેઠળ વડાપ્રધાન મોદીએ માનવતાના લાભ માટે એઆઈનો ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે એઆઈ એક સભ્યતાનું પરિવર્તન છે જે માનવ ક્ષમતાઓને ઉન્નત કરી શકે છે, પરંતુ તેને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવું જરૂરી છે.આ પણ વાંચો : Ajit Pawar Death: પ્લેનમાં વધુ ફ્યુઅલ કેન હતા, પેપર ન બળ્યા ને બ્લેક બોક્સ બળી ગયું? રોહિત પવારે ઉઠાવ્યા સવાલ

Read Full Story arrow_forward
Stock Market Closing: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 283 પોઇન્ટ ઉછળ્યો
calendar_today February 18, 2026

Stock Market Closing: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 283 પોઇન્ટ ઉછળ્યો

શેરબજાર તેજી સાથે બંધ થયું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 237.33 પોઇન્ટના વધારા સાથે 83688.29 અંકે જ્યારે  નિફ્ટી 93.95 પોઇન્ટના વધારા સાથે 25,819.35 અંકે બંધ થયો. સૌથી વધુ નફો અને નુકસાન કયા શેર્સ ? સેન્સેક્સના શેરોમાં, ટાટા સ્ટીલ, આઇટીસી, એક્સિસ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સૌથી વધુ નફો કરનારા શેરોમાં હતા, જે 2.8 ટકા સુધી વધ્યા હતા. દરમિયાન, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ઇટરનલ, અદાણી પોર્ટ્સ, એચસીએલ ટેક અને ટીસીએસ સૌથી વધુ નુકસાન કરનારા શેરોમાં હતા, જે 1.6 ટકા સુધી ઘટ્યા હતા. બાકીના બજારની વાત કરીએ તો, નિફ્ટી મિડકેપ 100 0.5 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 0.54 ટકા વધ્યો હતો. દરમિયાન, ઇન્ડિયા VIX, જે બજારની અસ્થિરતાનું માપન કરતો ભય સૂચકાંક છે, બુધવારે બજાર બંધ થતાં 3.5 ટકા ઘટ્યો હતો. ક્ષેત્રવાર, નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 1.33 ટકા, નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 1.3 ટકા અને નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 1.2 ટકા વધ્યો હતો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 1.23 ટકા ઘટ્યો હતો.વૈશ્વિક બજારોની શું છેસ્થિતિ ? ભારતીય શેરબજાર સૂચકાંકોને એશિયન બજારોમાં થયેલા વધારાથી પણ ટેકો મળી શકે છે. જાપાનનો નિક્કી 225 લગભગ 0.98 ટકા અને ઓસ્ટ્રેલિયાનો S&P ASX લગભગ 0.28 ટકા વધ્યો હતો. ચંદ્ર નવા વર્ષની રજાઓ માટે મુખ્ય ભૂમિ ચીન, હોંગકોંગ અને દક્ષિણ કોરિયાના બજારો બંધ રહ્યા હતા. દરમિયાન, યુએસમાં વોલ સ્ટ્રીટ પર શેરબજાર રાતોરાત થોડા વધારા સાથે બંધ થયા. કૃત્રિમ બુદ્ધિ (AI) ની અસર અંગે ચિંતાઓ ચાલુ છે. રોકાણકારો આશ્ચર્ય પામી રહ્યા છે કે આ ટેકનોલોજીનો અર્થતંત્ર પર શું પ્રભાવ પડશે અને શું તેના પર મોટા પાયે ખર્ચ કરવાથી ભવિષ્યમાં નોંધપાત્ર વળતર મળશે. યુએસમાં, S&P 500 0.1 ટકા વધીને બંધ થયો, અને નાસ્ડેક કમ્પોઝિટ 0.14 ટકા વધ્યો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ પણ 0.07 ટકાના થોડા વધારા સાથે બંધ થયો.Gold Silver Rate Today : 18 ફેબ્રુઆરીએ સોના ચાંદીના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો લેટેસ્ટ રેટ

Read Full Story arrow_forward
Gujarat Sports Budget 2026 : અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે
calendar_today February 18, 2026

Gujarat Sports Budget 2026 : અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે

નાણાં મંત્રીએ કહ્યું કે વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યને પૂર્ણ કરવા અમારી સરકાર અતિ મહત્વપૂર્ણ પ્રોજેકટ પર કામ કરી રહી છે. જે તરફ ગૃહનું સવિશેષ ધ્યાન દોરું છું. જેમાં;કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ રાજ્યના વિવિધ જળાશયો અને નહેરોની જળસપાટીનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન છે. જેના માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ કરું છું. આત્મનિર્ભર ભારતની પહેલને સાકાર કરવા રાજ્ય પાસે સંગ્રહિત પરંતુ હાલમાં વણવપરાયેલ વિપુલ ખનીજ સંસાધનો અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મેળવવામાં આવશે. જે પૈકી અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ બનશે. જે આયાતની નિર્ભરતા ઘટાડશે. આ માટે ₹૬૧૩ કરોડની જોગવાઇ કરું છું. ​તેમજ અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવાનું આયોજન છે. જેનાથી પ્રદૂષણની સમસ્યાઓને હલ કરવામાં મદદ મળશે. જેના માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.  નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળશે Gujarat Unified Digital Stackની પહેલ દ્વારા રાજ્યના નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળશે. જેમાં અલગ અલગ સેવાઓ માટે પૂરા પાડવાના થતાં દસ્તાવેજોનું પુનરાવર્તન ઘટવાથી સમય અને ખર્ચનો બચાવ થશે. જેના માટે ₹૧૦૦ કરોડનું આયોજન છે. ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન રાજ્યની વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતાને ધ્યાને લઇ ૧૬મા નાણાપંચે પોતાના અહેવાલમાં ગુજરાત વીજ વ્યવસ્થાને સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ ગણાવી છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્‍ડ કેબલમાં રૂપાંતર કરવા “ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન” અંતર્ગત ₹૫૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું. અત્યાધુનિક એલિવેટેડ કેબલ નેટવર્ક રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ સરહદી વિસ્તારમાં ઓવરહેડ લાઈનના માળખાને અત્યાધુનિક એલિવેટેડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ કરું છું. ભૂકંપ, પૂર અને વાવાઝોડા જેવી આપત્તિઓની અસર ઘટાડવા માટે State Disaster Mitigation Fundની વ્યવસ્થા કરેલ છે. જેના માટે ₹૧૮૫૫ કરોડનું આયોજન છે.  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં વધારો ​રાજ્યની ૪૮% થી વધુ વસ્તી શહેરોમાં વસે છે. આજે ઉદ્યોગ, વેપાર અને સેવાક્ષેત્રના વિસ્તરણથી શહેરો ઝડપથી વિકસી રહ્યાં છે. આવાસ યોજના, સ્માર્ટ સીટી અને માળખાકીય સુવિધાઓથી શહેરી વિસ્તારનો વ્યાપ વધ્યો છે અને પરિવહન, સંચાર અને ડિજિટલ સુવિધાઓના વિકાસથી શહેરો જોડાયા છે. નાગરિક સેવાઓને વિશ્વસ્તરીય બનાવવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાલની જોગવાઇમાં લગભગ ૧૭% જેટલો વધારો કરી ₹૧૬ હજાર ૧૧૬ કરોડની જોગવાઇ કરું છું. પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. રાહદારીઓની પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરી સુલભ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા શહેરો અને નગરપાલિકાઓમાં ₹૧૦૦ કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કીંગ બનાવવાનું આયોજન છે. રાજ્યમાં આવેલ મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસરના વિકાસનું આયોજન છે. જેને રીજનલ રેપિડ ટ્રાન્‍ઝીટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે. અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે ​ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાનીથી રાજ્યની વૈશ્વિક ઓળખમાં વધારો થયો છે. જેનાથી રમતગમત, પ્રવાસન, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવા ક્ષેત્રોમાં રોકાણ વધવાથી રોજગારીની વિશાળ તકો સર્જાશે. તેમજ આધુનિક સ્ટેડિયમ, માર્ગ, મેટ્રો અને શહેરી સુવિધાઓથી સજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લાંબાગાળા માટે નિર્માણ થશે. ​આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ના આયોજન માટે અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. જેના માટે કુલ ₹૧૨૭૮ કરોડની જોગવાઇ સૂચવું છું.

Read Full Story arrow_forward