android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Water Supply Budget 2026: નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ 25960 કરોડની જોગવાઇ
calendar_today February 18, 2026

Gujarat Water Supply Budget 2026: નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ 25960 કરોડની જોગવાઇ

હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે ₹1420 કરોડની જોગવાઇ કરાઇ છે. ડેમ સેફ્ટી માટે ₹693 કરોડની જોગવાઇ સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ₹1237 કરોડ, સૌની યોજના માટે ₹473 કરોડ તથા કચ્છની યોજના માટે ₹1333 કરોડ એમ કુલ ₹3043 કરોડની જોગવાઇ હાથ ધરાઇ છે. ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા માટે મોટા ચેકડેમ-વિયર બાંધવા ₹896 કરોડની જોગવાઇ કરાઇ છે. સાબરમતી નદી પર કુલ 14 વિયર-બેરેજ બનાવવાના કરેલા આયોજનમાં પાંચ વિયર-બેરેજનાં કામો પૂર્ણ કરાયા છે. બાકી રહેતા કામો પૂર્ણ કરવા ₹624 કરોડની જોગવાઇ કરાઇ છે. ઉદ્‍વહન સિંચાઇ યોજના માટે ₹485 કરોડની જોગવાઇ ડાંગ જિલ્લામાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી પર 43 મોટા ચેકડેમો-વીયર બાંધકામથી 2104 હેક્ટર વિસ્તારને લાભ મળશે. જેના માટે ₹150 કરોડની જોગવાઇ હાથ ધરાઇ છે. વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર, કપરાડા ઉદ્‍વહન સિંચાઈ યોજનાથી 35 ગામોના 16235 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે. જેના માટે ₹85 કરોડની જોગવાઇ હાથ ધરાઇ છે. છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્‍વહન સિંચાઈ યોજનાથી 18 તાલુકાના 51480 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા અપાશે. સરદાર સરોવર યોજના માટે 3317 કરોડની ફાળવણી અમદાવાદના નળકાંઠામાં સિંચાઈ સુવિધા વધારવા રૂ.600 કરોડ, ધોલેરા SIRમાં ઉદ્યોગો માટે 100 MLD પાણી પૂરું પાડવા રૂ.300 કરોડની પાઈપલાઈન યોજના, કચ્છમાં દુધઈ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે રૂ.230 કરોડ ફાળવાયા છે. પીવાનું પાણી અને પુરવઠા માટે 6984 કરોડની ફાળવણી સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓને પીવાના પાણી માટે રૂ.1,044 કરોડના કામો પ્રગતિ હેઠળ, આદિજાતિ જૂથ યોજના અંતર્ગચ 14 જિલ્લાના 651 ગામો માટે રૂ.280 કરોડ, ડાંગ જિલ્લાની જૂથ યોજના માટે રૂ.866 કરોડના કામો ચાલુ કરાશે. આ પણ વાંચોઃ Gujarat Budget 2026: 25 GIDCને સ્માર્ટ ટેકનોલોજીથી અપગ્રેડ કરાશે, નાણામંત્રી કનુભાઇ દેસાઇની જાહેરાત 

Read Full Story arrow_forward
Gujarat Home Department Budget 2026 :  ગૃહ વિભાગ માટે કુલ ₹14265 કરોડની જોગવાઇ
calendar_today February 18, 2026

Gujarat Home Department Budget 2026 : ગૃહ વિભાગ માટે કુલ ₹14265 કરોડની જોગવાઇ

રાજ્યની કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બને અને પોલીસ દળ વધુ અસરકારક રીતે જનતાની સેવા કરી શકે, તે હેતુથી આ બજેટમાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. વર્ષોથી પોલીસ કર્મચારીઓ રહેણાંક સુવિધાઓની અછત, આધુનિક સાધનોની જરૂરિયાત અને વધતા સુરક્ષા પડકારોનો સામનો કરતા આવ્યા છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સર્વાંગી આયોજન સાથે જોગવાઈ કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓ માટે રહેણાંક સુવિધા સૌપ્રથમ, પોલીસ કર્મચારીઓ માટે રહેણાંક સુવિધા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આગામી પાંચ વર્ષમાં કુલ 20,444 રહેણાક મકાનો પૂરા પાડવાનો સરકારનો સંકલ્પ છે. આ માટે બજેટમાં ₹1571 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. યોગ્ય રહેઠાણ મળવાથી પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારને સુરક્ષિત અને સ્થિર જીવન મળશે, જે તેમના કાર્યક્ષમતા અને મનોબળમાં વધારો કરશે. રાજ્યમાં પોલીસના બિન-રહેણાંક મકાનો તે ઉપરાંત, રાજ્યમાં પોલીસના બિન-રહેણાંક મકાનો જેમ કે જિલ્લા કચેરીઓ, પોલીસ સ્ટેશનો અને અન્ય પ્રશાસનિક મકાનોની સ્થિતિ સુધારવા માટે પણ પગલાં લેવામાં આવ્યા છે. કુલ 107 નવા મકાનોના નિર્માણ માટે ₹136 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આથી જનતાને વધુ સુવ્યવસ્થિત અને ઝડપી સેવાઓ મળી શકશે. DIAL 112 આધુનિક સમયની માંગ મુજબ DIAL 112 જનરક્ષક પ્રોજેક્ટને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. તાત્કાલિક સહાય માટે મહત્વપૂર્ણ આ સેવાઅંતર્ગત ૩,૦૦૦ નવી જગ્યાઓ ઊભી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ પગલાથી ઇમરજન્સી પરિસ્થિતિઓમાં ઝડપી પ્રતિસાદ શક્ય બનશે અને રોજગારની તકો પણ વધશે. Anti Drone System વર્તમાન સમયમાં સુરક્ષાને નવા પ્રકારના ખતરાઓ પણ છે. તેમાં ખાસ કરીને ડ્રોન દ્વારા થતી ઘુસણખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ મોટી ચિંતા બની છે. તેને અટકાવવા માટે ૪ Anti Drone System ખરીદવા માટે ₹20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ટેકનોલોજી દ્વારા શંકાસ્પદ ડ્રોનને ઓળખી અને નિષ્ક્રિય કરી શકાશે. આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ આ સાથે, આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લાઓમાં સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ૫૦ Special Operational Vehicle ખરીદવામાં આવશે. આ માટે ₹9 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ વાહનો પોલીસ પેટ્રોલિંગને વધુ અસરકારક બનાવશે અને દુર્ગમ વિસ્તારોમાં પણ ઝડપથી કાર્યવાહી શક્ય બનાવશે. આધુનિક, સજ્જ અને સુખાકારીપૂર્ણ સમગ્ર રીતે જોવામાં આવે તો, આ બજેટ પોલીસ દળને આધુનિક, સજ્જ અને સુખાકારીપૂર્ણ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સુરક્ષિત પોલીસ દળ એટલે સુરક્ષિત સમાજ—આ વિચારને સાકાર કરતી આ જોગવાઈઓ રાજ્યની કાયદો-વ્યવસ્થાને નવી ઊંચાઈ પર લઈ જશે. આ પણ વાંચો : Gujarat Budget 2026 : અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો વિભાગ માટે કુલ ₹2856 કરોડની જોગવાઇ

Read Full Story arrow_forward
Gujarat Home Department Budget 2026: 112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ નવી 3 હજાર જગ્યાઓ સરકાર ઉભી કરશે
calendar_today February 18, 2026

Gujarat Home Department Budget 2026: 112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ નવી 3 હજાર જગ્યાઓ સરકાર ઉભી કરશે

આજના બજેટમાં સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹૨૯૧૦ કરોડની જોગવાઇ કરાઇ છે. • ગુજરાત વહીવટી સુધારણા પંચની ભલામણોથી વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે ₹૨૧૦૨ કરોડની જોગવાઇ. • અટલ સ્વાન્‍ત: સુખાય યોજના અંતર્ગત સરકારી કર્મચારી/અધિકારીને તેમની વ્યક્તિગત રૂચિ અને સર્જનાત્મકતા સાથે નવીન જાહેર હેતુના પ્રોજેક્ટ હાથ ધરવા પ્રોત્સાહિત કરવા ₹૭ કરોડની જોગવાઇ મહેસૂલ વિભાગ માટે કુલ ₹૫૫૫૨ કરોડની જોગવાઇ • કુદરતી આફતો સામે રાહત આપવા ₹૨૧૪૫ કરોડની જોગવાઇ. • સુરેન્દ્રનગર, મહુધા, માળીયા, લાઠી, ટંકારા, ઉમરેઠ, અબ્રામા ખાતે નવા મહેસૂલી ભવનના બાંધકામ તથા દસક્રોઇ, ઠાસરા અને પાટણ ખાતેના હયાત મહેસૂલી ભવનના વિસ્તરણ અને ૫૧ તાલુકાઓમાં અંદાજિત પ૬૨ મહેસૂલી કર્મચારીઓની વસાહતના બાંધકામ માટે ₹૨૪૦ કરોડની જોગવાઇ. • વિવિધ મહેસૂલી કચેરીઓ ખાતે ૧૫૪૬ નવી જગ્યાઓ ઊભી કરવા જોગવાઇ. ગૃહ વિભાગ માટે કુલ ₹૧૪૨૬૫ કરોડની જોગવાઇ • પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં કુલ ૨૦ હજાર ૪૪૪ રહેણાક મકાનો પૂરા પાડવાના આયોજન છે. જે માટે આ બજેટમાં ₹૧૫૭૧ કરોડની જોગવાઇ. • રાજ્યના પોલીસ બિન રહેણાક મકાનો કે જેમાં વિવિધ જિલ્લાઓની કચેરીઓ, પોલીસ સ્ટેશન જેવા કુલ-૧૦૭ મકાનો બનાવવા ₹૧૩૬ કરોડની જોગવાઇ. • DIAL ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ હેઠળ નવી ૩ હજાર જગ્યાઓ ઊભી કરવા જોગવાઇ. • Rogue Drone તોડી પાડવા ચાર Anti Drone Systemની ખરીદી માટે ₹૨૦ કરોડની જોગવાઇ. • આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લાઓમાં પોલીસ પેટ્રોલીંગને સુદ્રઢ કરવા ૫૦ Special Operational Vehicle ખરીદવા ₹૯ કરોડની જોગવાઇ.

Read Full Story arrow_forward