android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Sports Budget 2026 :  અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ.1331 કરોડનું બજેટ ફાળવાયું
calendar_today February 18, 2026

Gujarat Sports Budget 2026 : અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ.1331 કરોડનું બજેટ ફાળવાયું

ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદને હવે વૈશ્વિક સ્પોર્ટ્સ હબ બનાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા અને શહેરને ‘ઓલિમ્પિક રેડી સિટી’ તરીકે વિકસાવવા માટે સરકારે રૂ. 1331 કરોડની માતબર રકમની ફાળવણી કરી છે. આ પ્રોજેક્ટ દ્વારા અમદાવાદને ભવિષ્યમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સજ્જ કરવામાં આવશે. આ રોકાણ માત્ર રમતગમત ક્ષેત્રે જ નહીં, પરંતુ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન ક્ષેત્રે પણ મોટો ઉછાળો લાવશે તેવું માનવામાં આવે છે.અમદાવાદ: ઓલિમ્પિકનું ભાવિ કેન્દ્રગુજરાત રાજ્યના વર્ષ 2026-27ના બજેટમાં અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને કોમનવેલ્થ ગેમ્સ માટે 1278 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. આનાથી અમદાવાદમાં સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જાહેર પરિવહન સુવિધા વિકસાવાશે. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટેડિયમોના આધુનિકીકરણ માટે મોટી ફાળવણી કરવામાં આવી છે.અમદાવાદને ઓલિમ્પિક માટે સજ્જ કરવા અને SVP સ્પોર્ટસ એન્ક્લેવના આધુનિક વિકાસ માટે ₹500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.રાજ્યવ્યાપી રમતગમતનો વિકાસમાત્ર મેટ્રો શહેરો જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના ખેલાડીઓને પ્લેટફોર્મ મળે તે માટે સરકારે નીચે મુજબના આયોજનો કર્યા છે જેમાં જિલ્લા કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ: વિવિધ જિલ્લાઓમાં રમતગમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા ₹165 કરોડની ફાળવણી.કરાઈ ખાતે ઓલિમ્પિક સ્તરની અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવા માટે ₹100 કરોડ ફાળવવામાં આવ્યા છે.સાંસ્કૃતિક વારસાનું જતનરાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા સરકાર કટિબદ્ધ છે. યુવાનોમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થાય અને તેઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવા હેતુથી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.આ પણ  વાંચો - Gujarat Information and Broadcast Budget 2026: માહિતી અને પ્રસારણ વિભાગ માટે ₹452 કરોડની ફાળવણી

Read Full Story arrow_forward
Gujarat Agriculture Budget 2026: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 24022 કરોડની જોગવાઇ
calendar_today February 18, 2026

Gujarat Agriculture Budget 2026: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 24022 કરોડની જોગવાઇ

આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 4,08,053 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં જગતના તાત ગણાતા ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્રના પાયા સમાન પશુપાલકો માટે ગુજરાત સરકારે વર્ષ 2026-27ના ગુજરાત બજેટમાં આર્થિક સહાયનો ધોધ વહાવ્યો છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂપિયા 24,022 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ, વીજ સહાય અને પશુ સારવાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.ખેતીવાડી: વીજળીથી લઈને ડ્રોન સુધીની મદદ ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટાડવા અને આધુનિક યંત્રોના ઉપયોગને વેગ આપવા નીચે મુજબની ફાળવણી કરવામાં આવી છે. વીજ સહાય: ખેડૂતોને રાહત દરે વીજળી પૂરી પાડવા રૂપિયા 9,324 કરોડની જંગી જોગવાઈ યાંત્રિકીકરણ: ટ્રેક્ટર ખરીદી સહાય માટે રૂપિયા 800 કરોડ અને અન્ય કૃષિ ઓજારો માટે રૂપિયા 765 કરોડની જોગવાઈ પાક સંગ્રહ: ખેતરે નાના ગોડાઉન બનાવવા માટે 15,436 ખેડૂતોને રૂપિયા 1 લાખની સહાય આપવા રૂપિયા 154 કરોડની જોગવાઈ વીમા રક્ષણ: ખેડૂતના અકસ્માત મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં રૂપિયા 4 લાખ સુધીનું કવચ પૂરું પાડવા રૂપિયા 146 કરોડની જોગવાઈ ડ્રોન ટેકનોલોજી: અદ્યતન ખેતી માટે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા રૂપિયા 77 કરોડની જોગવાઈ પશુપાલન અને ગૌસેવા: ગૌમાતા પોષણ માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ પશુપાલકોની આવક બમણી કરવા અને પશુઓના સ્વાસ્થ્ય માટે સરકાર પ્રતિબદ્ધ છે ગૌમાતા પોષણ: "મુખ્યમંત્રી ગૌમાતા પોષણ" યોજના હેઠળ ગૌશાળાઓ માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ પશુ સારવાર: નિ:શુલ્ક પશુ સારવાર અને ફરતા પશુ દવાખાના માટે કુલ રૂપિયા 108 કરોડની જોગવાઈ ડેરી ફાર્મ અને IVF: મોટા ડેરી ફાર્મ માટે રૂપિયા 32 કરોડ અને પશુઓમાં IVF થી ગર્ભધારણ માટે વિશેષ સહાય પાલતુ પશુ સહાય: પાડી-વાછરડી ઉછેર અને બકરા-મરઘા પાલન એકમો માટે કરોડોની સહાય સાગરખેડૂઓ માટે રાહત: ડીઝલ વેટમાં રૂપિયા 300 કરોડની છૂટ મત્સ્યોદ્યોગના વિકાસ અને માછીમારોની સુખાકારી માટે ડીઝલ રાહત: માછીમારોને ડીઝલ ખરીદી પર વેટ રાહત માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ બંદર વિકાસ: 104 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો પર માળખાકીય સુવિધાઓ માટે રૂપિયા 361 કરોડની જોગવાઈ આર્થિક સહાય: પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોના પરિવારોને આર્થિક મદદ કરવા રૂપિયા 107 કરોડની જોગવાઈ વ્યાજ મુક્ત ધિરાણ: 0 ટકા વ્યાજે લોન સમયસર લોન ભરપાઈ કરનાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત રૂપિયા 3 લાખ સુધીની લોન ઝીરો ટકા વ્યાજે આપવા માટે રૂયિયા 1,539 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પણ વાંચો - Gujarat Agriculture Budget 2026: ખેડૂતો અને પશુપાલકો માટે સહાયનો ધોધ, કૃષિ સેક્ટર માટે શું કરવામાં આવી જોગવાઈ?

Read Full Story arrow_forward
Gujarat Information and Broadcast Budget 2026: માહિતી અને પ્રસારણ વિભાગ માટે ₹452 કરોડની ફાળવણી
calendar_today February 18, 2026

Gujarat Information and Broadcast Budget 2026: માહિતી અને પ્રસારણ વિભાગ માટે ₹452 કરોડની ફાળવણી

ગુજરાત સરકારના વર્ષ 2026-27ના અંદાજપત્રમાં માહિતી અને પ્રસારણ વિભાગ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. રાજ્યની સાંસ્કૃતિક ઓળખ સમાન ગુજરાતી ચલચિત્રોને વેગ આપવા અને પત્રકારત્વના ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે સરકારે કુલ ₹452 કરોડની માતબર જોગવાઈ કરી છે. ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક સ્તરે પ્રગતિ કરી રહ્યો છે. આ ગતિને જાળવી રાખવા માટે સરકારની 'ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ' (Quality-linked Incentive Policy) અંતર્ગત ગુજરાતી ચલચિત્રોને સહાય પૂરી પાડવા માટે ₹23 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સહાયથી સર્જકોને ઉચ્ચ સ્તરની ફિલ્મો બનાવવા માટે આર્થિક પીઠબળ મળશે અને પ્રાદેશિક કલા-સંસ્કૃતિનો પ્રચાર થશે. પત્રકારત્વમાં ટેકનોલોજીનો ઉપયોગ: MOJO કીટ સમયની સાથે પત્રકારત્વના બદલાતા સ્વરૂપને ધ્યાને રાખીને સરકારે 'મોબાઇલ જર્નાલિઝમ' (MOJO) ને પ્રાધાન્ય આપ્યું છે. ખાસ કરીને રાજ્યના અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં કામ કરતા પત્રકારો મુખ્ય મથકો સુધી ઝડપથી સમાચાર મોકલી શકે તે માટે તેમને આધુનિક MOJO કીટ પૂરી પાડવામાં આવશે. આ ટેકનોલોજીના કારણે પત્રકારો માત્ર એક સ્માર્ટફોન અને એસેસરીઝની મદદથી લાઈવ રિપોર્ટિંગ અને ગુણવત્તાયુક્ત વીડિયો ન્યૂઝ મોકલી શકશે, જેનાથી સમાચારના પ્રસારણની ઝડપમાં વધારો થશે. ઈતિહાસનું ડિજિટલ જતન ગુજરાતનો રાજકીય અને સામાજિક ઈતિહાસ અત્યંત સમૃદ્ધ છે. વર્ષો જૂના અખબારો અને દુર્લભ પુસ્તકોમાં દટાયેલી આ માહિતી આવનારી પેઢી માટે સુરક્ષિત રહે તે હેતુથી તેના ડિજિટાઈઝેશન માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા જૂના દસ્તાવેજોને ડિજિટલ ફોર્મેટમાં ફેરવવામાં આવશે, જે સંશોધકો અને વાંચકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સમાચાર પ્રસારણની ગતિમાં વધારો ગામડાંઓ અને અંતરિયાળ વિસ્તારોમાં બનતી ઘટનાઓની માહિતી ત્વરિત સરકારી તંત્ર અને જનતા સુધી પહોંચે તે માટેની આંતરમાળખાગત સહાય પણ બજેટમાં સામેલ છે. માહિતી વિભાગની આ જોગવાઈઓ રાજ્યમાં પારદર્શિતા લાવવા અને માહિતીના મુક્ત પ્રવાહને વેગ આપવા માટે ખૂબ જ મહત્વની સાબિત થશે. આ પણ વાંચોઃ Gujarat Budget 2026 Roads and Buildings Department: માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 29,709 કરોડની જોગવાઇ

Read Full Story arrow_forward