android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Women and Child Development Budget 2026: મહિલા અને બાળ વિકાસ વિભાગને કુલ ₹7690 કરોડની જોગવાઇ
calendar_today February 18, 2026

Gujarat Women and Child Development Budget 2026: મહિલા અને બાળ વિકાસ વિભાગને કુલ ₹7690 કરોડની જોગવાઇ

ગુજરાત રાજ્યની વિધાનસભામાં આજે નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા વર્ષ 2026-2027 માટે બજેટ રજૂ કરવામાં આવ્યું. આજે રજૂ કરવામાં આવેલ બજેટમાં મહિલા અને બાળ વિભાગ વિકાસને કુલ ₹7690 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. આધુનિક સમયમાં મહિલાઓ અને બાળકોની ભૂમિકાને મહત્વની ગણતા બજેટમાં તેમના સ્વાસ્થ્યથી લઈને વિકાસ પર ભાર અપાયો છે.બજેટમાં મહિલા અને બાળ વિભાગને કરવામાં આવેલ મહત્વની જાહેરાતGYANના ચાર આધાર સ્તંભો પૈકીનો એક સ્તંભ એવી નારીશક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં અગત્યની છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા, આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય માટે ₹૨૮૪૮ કરોડની જોગવાઇ. આંગણવાડી કાર્યકર/તેડાગર, મીની આંગણવાડી કાર્યકર બહેનોના માનદવેતન માટે ₹૧૧૨૮ કરોડની જોગવાઇ. પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા ₹૯૭૨ કરોડની જોગવાઇ. પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓના કુપોષણનાં પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનના પ્રમાણમાં સુધારો થાય તે માટે પૂર્ણા શક્તિના પેકેટ આપવા ₹૩૬૨ કરોડની જોગવાઇ. બે હજાર આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે ₹૩૬૦ કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો દાળ અને એક લિટર ખાદ્યતેલ આપવા માટે ₹૨૮૪ કરોડની જોગવાઇ. વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે ₹૨૪૫ કરોડની જોગવાઇ. દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફોર્ટીફાઇડ દૂધ આપવા ₹૨૦૫ કરોડની જોગવાઇ. • પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાઓના ૧૦૬ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસીડ અને કેલ્શિયમની દવા આપવા માટે ₹૮૭ કરોડની જોગવાઇ. • “પોષણ સંગમ કાર્યક્રમ" માટે ₹૧૬ કરોડની જોગવાઇ.આ પણ વાંચો : 

Read Full Story arrow_forward
Gujarat Rural Development Budget 2026: ગામડાં બનશે સ્માર્ટ અને આત્મનિર્ભર, પંચાયત વિભાગ માટે 14,858 કરોડની ફાળવણી
calendar_today February 18, 2026

Gujarat Rural Development Budget 2026: ગામડાં બનશે સ્માર્ટ અને આત્મનિર્ભર, પંચાયત વિભાગ માટે 14,858 કરોડની ફાળવણી

રાજ્યના ગ્રામીણ વિસ્તારોનો સર્વાંગી વિકાસ કરી છેવાડાના માનવીને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત સરકારે વર્ષ 2026-27ના બજેટમાં પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ. 14,858 કરોડની મોટી જોગવાઈ કરી છે. જેમાં ગ્રામીણ આવાસ, સ્વચ્છતા અને મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.ગ્રામીણ આવાસ: 1.60 લાખ નવા ઘરનું લક્ષ્ય "દરેક પરિવારને પોતાનું પાકું ઘર" આપવાના સંકલ્પ સાથે સરકારે આવાસ યોજનામાં ગતિ વધારી છે: PM આવાસ યોજના (ગ્રામીણ): આ યોજના હેઠળ કુલ રૂ. 1,755 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ટોપ-અપ સહાય: રાજ્ય સરકારના ફાળામાંથી કેટેગરી-એ ના લાભાર્થીઓ માટે વધારાના રૂ. 90 કરોડ ફાળવાયા છે. આગામી વર્ષમાં 1.60 લાખ નવા આવાસ બનાવવાનું આયોજન છે. સ્વચ્છતા અને વિકાસ: મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના ગામડાઓને ગંદકીમુક્ત બનાવવા માટે વિવિધ યોજનાઓને એકીકૃત કરીને રૂ. 650 કરોડના ખર્ચે 'મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના' અમલી બનશે. ગ્રે-વોટર ટ્રીટમેન્ટ: 400 ગામોના ગંદા પાણીને તળાવોમાં ભળતું અટકાવવા માટે રૂ. 50 કરોડ. શૌચાલય સહાય: સામૂહિક શૌચાલય નિર્માણની સહાયમાં રૂ. 2 લાખનો વધારો કરવામાં આવ્યો છે. અટલવાડી યોજના: ગ્રામ્ય કક્ષાએ મલ્ટીપર્પઝ સામાજિક માળખું ઊભું કરવા રૂ. 60 કરોડ. લખપતિ દીદી અને મહિલા રોજગાર ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે 'મિશન મંગલમ' હેઠળ વિશેષ જોગવાઈઓ કરાઈ છે: લખપતિ દીદી: સ્વ-સહાય જૂથની બહેનોને વ્યાજ સહાય અને પ્રોત્સાહન માટે રૂ. 47 કરોડ. ગ્રામ હાટ: બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે કાયમી સ્થળ પૂરૂ પાડવા રૂ. 20 કરોડના ખર્ચે 'ગ્રામ હાટ' સ્થાપવામાં આવશે. રોજગારી અને આજીવિકા ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધારવા માટે VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન) અંતર્ગત રૂ. 1,500 કરોડનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. આ પણ વાંચો - Gujarat Agriculture Budget 2026: ખેડૂતો અને પશુપાલકો માટે સહાયનો ધોધ, કૃષિ સેક્ટર માટે શું કરવામાં આવી જોગવાઈ?

Read Full Story arrow_forward
Gujarat Budget 2026 : એક જ ક્લિકમાં વાંચી લો રાજ્યનું બજેટ ટુ ધ પોઇન્ટ..
calendar_today February 18, 2026

Gujarat Budget 2026 : એક જ ક્લિકમાં વાંચી લો રાજ્યનું બજેટ ટુ ધ પોઇન્ટ..

આજે ગુજરાત વિધાનસભામાં સરકારનું બજેટ રજૂ થયું થયું છે. નાણાં મંત્રીએ આજે બજેટ રજૂ કરીને અનેક મહત્વપૂર્ણ જાહેરાત કરાઇ હતીસરકારના બજેટનું કદ 4 લાખ 8 હજાર 53 કરોડ વર્ષ 2026 - 27 માટે સરકારે રજૂ કર્યુ બજેટ નાણામંત્રી કનુભાઇ દેસાઇએ રજૂ કર્યુ બજેટ સતત 5મી વાર કનુભાઇ દેસાઇએ રજૂ કર્યું બજેટ PM મોદીએ જનસેવક તરીકે અવિરત 24 વર્ષ પૂર્ણ કર્યાઃ નાણામંત્રી ભારતને ચોથી અર્થવ્યવસ્થા બનવા બદલ અભિનંદનઃ નાણામંત્રી રાજ્યની વિકાસયાત્રા આગળ વધી રહી છેઃ નાણામંત્રી શહેરી આયોજન વધુ અસરકારક બનશેઃ નાણામંત્રી ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ - 2030ની યજમાની મળીઃ નાણામંત્રી ‘વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સરકાર કટિબદ્ધ’ નવી 2000 આંગણવાડી બનશેઃ નાણામંત્રી 3 લાખ 15 હજાર આવાસ પૂરા પડાશેઃ નાણામંત્રી 121 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો કાર્યરત કરાશેઃ નાણામંત્રી ઘર સૌના માટે કુલ 4272 કરોડની જોગવાઇ 75 લાખ કુટુંબોને વિનામૂલ્યે અનાજ અપાશે પછાત વર્ગ માટે શિક્ષણ સહાયમાં વેગ મળશે 3 વર્ષમાં 1.35 લાખથી વધુ લાભાર્થીઓને લોન પછાત વર્ગને શિક્ષણ સહાયમાં 869 કરોડની જોગવાઇ G RAM Gમાં કામના દિવસો વધારવામાં આવ્યા 15 તાલુકામાં લાયબ્રેરી સ્થાપવામાં આવશે 97 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે આધુનિક લાયબ્રેરી માટે 6 કરોડની ફાળવણી સુરત, ભાવનગર, જામનગરમાં IVF સેન્ટર બનશે શિક્ષણની ગુણવત્તા સુધારવા 120 કરોડની જોગવાઇ 100 કરોડના ખર્ચે ગાંધીનગરમાં નમો સેન્ટ્રલ લાયબ્રેરી સ્થપાશે 154 નવા ધનવંતરી રથો શરુ કરાશે 120 મિની GIDCને આધુનિક બનાવાશે 120 કરોડના ખર્ચે બાલવાટિકા, શાળાઓનું નિર્માણ કરાશે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના માટે 80 કરોડની જોગવાઇ 25 GIDCને સ્માર્ટ બનાવવામાં આવશે સુરત, વડોદરા, રાજકોટમાં આઇ - હબનું રીજનલ સેન્ટર બનશે મહેસાણામાં આઇ - હબનું રીજનલ સેન્ટર બનશે MSME માટે 1700 કરોડથી વધુની જોગવાઇ 5 નવી GIDCની સ્થાપના કરાશેઃ નાણામંત્રી ટેક્સટાઇલ માટે 2700 કરોડથી વધુની ફાળવણી વીબી જી રામજી યોજના માટે 1500 કરોડની જોગવાઇ દાહોદ, ઝાલોદ, ગરબાડા, અરવલ્લીમાં GIDC સ્થપાશે ખેડૂતો માટે બજેટમાં વિશેષ ભાર 11 હજાર કરોડથી વધુ રાહત પેકેજ શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા 6 લાખ કરી 6 સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરાશે અમદાવાદ એલડી કોલેજ ખાતે 51 કરોડના ખર્ચે રિસર્ચ પાર્કની બનશે મા યોજના 3472 કરોડની જોગવાઇ કરવામાં આવી ખેડૂતો પાસેથી 18 હજારથી વધુના પાકની ખરીદીઃ નાણામંત્રી સૌની યોજનાના વિસ્તરણ માટે 473 કરોડની જોગવાઇ ખેડૂતોને કૃષિ ઓજારો ખરીદવા 1565 કરોડની જોગવાઇ 15 તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરીનું નિર્માણ કરાશે ખેડૂતો માટે વ્યાજ સહાય માટે 1539 કરોડ સુજલામ સુફલામ યોજના માટે 3043 કરોડની જોગવાઇ પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન સર્ટિફિકેટ માટે 39 કરોડ સુજલામ સુફલામ પાઇપલાઇન માટે 1200 કરોડની ફાળવણી ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડની જોગવાઇ કિસાન ક્રેડિટ કાર્ડ માટે 1539 કરોડની જોગવાઇ મત્સ્ય નિકાસ વધારવા માટે 1340 કરોડની જોગવાઇ વિધવા બહેનો માટે 2848 કરોડની ફાળવણી નમો લક્ષ્મી માટે 1200 કરોડથી વધુની ફાળવણી આંગણવાડી માટે 972 કરોડની જોગવાઇ વિધવા બહેનો માટે 2848 કરોડની ફાળવણી નળકાંઠાના ગામોને પીવાના - સિંચાઇના પાણી માટે 958 કરોડ નમો કૌશલ્ય લક્ષ્મી યોજના માટે 40 કરોડની જોગવાઇ વિકસિત ગુજરાત ફંડ માટે 10 હજાર કરોડની જોગવાઇ સહકારી મંડળીઓને બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવા 112 કરોડ ITI કરતી દીકરીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર નમો એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે 3 હજાર કરોડની જોગવાઇ ધોલેરા ફેઝ - 1ને વેગ આપવા પર વધુ ભાર અંબાજીમાં કોપરની નવી ખાણથી તાંબાની આયાત ઘટશે ધોલેરા - સાણંદમાં સેમીકોન હબ માટે 610 કરોડની જોગવાઇ અંબાજીમાં પ્રથમ ભૂગર્ભ કોપર - લેડ - ઝીંક ખાણ શરુ થશે કચ્છની યોજના માટે 1333 કરોડની ફાળવણી અમદાવાદ જિલ્લામાં સિંચાઇ માટે 958 કરોડ સ્માર્ટ પાર્કિંગ માટે રુ. 100 કરોડની જોગવાઇ અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે કુદરતી આફતોને પહોંચી વળવા 1855 કરોડ લોકોને બધી સરકારી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર મળશે 100 કરોડના ખર્ચે સરકાર નવું ડિજિટલ પ્લેટફોર્મ બનાવશે આપત્તિ કોમનવેલ્થ ગેમ્સ માટે 1278 કરોડની જોગવાઇ બોર્ડર વિસ્તારમાં એલિવિટેડ કેબલ નેટવર્ક માટે 100 કરોડની જોગવાઇ વાયર ફ્રી સિટી મિશન અંતર્ગત 500 કરોડની જોગવાઇ પ્રદૂષણની સમસ્યા દૂર કરવા 300 કરોડની જોગવાઇ નાના અને મધ્યમ ઉદ્યોગોને વેગ આપવા 1775 કરોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં 5600 કરોડની જોગવાઇ શહેરી વિકાસ વિભાગ માટે 16116 કરોડની જોગવાઇ બજેટ દરમિયાન હર હર મહાદેવના નારા લાગ્યા કલોલ, સાણંદ, સાવલીને નવા શહેર તરીકે વિકસાવાશે બારડોલી અને હીરાસરને નવા શહેર તરીકે વિકસાવાશે સોમનાથ, શિવરાજપુરના વિકાસ માટે 60 કરોડની જોગવાઇ બહુચરાજી ધામના વિકાસ માટે 55 કરોડ સોમનાથ દાદાને ધામને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે અંબાજી કોરીડોરના વિકાસ માટે 300 કરોડની જોગવાઇ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવાશે લોથલ અને ધોળાવીરામાં ગાઇડો તૈયાર કરાશે મહાશઇવરાત્રિ મેળા સહિત માટે 55 કરોડની જોગવાઇ લોથલ - ધોળાવીરા માટે 95 કરોડની ફાળવણી સોમનાથ ખાતે આઇકોનિક બસ સ્ટેશન બનશે આઇકોનિકસ બસ સ્ટેશન માટે 447 કરોડની ફાળવણી વિસાવાડા - પોરબંદર કાંઠાનો પણ વિકાસ કરશે સરકાર સખી મંડળ સ્વ - સહાય આપવા 45 કરોડ 500 એસી ઇલેક્ટ્રિક બસો સહિત 2463 નવી બસો જોડાશે સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે 2000 કરોડ સોમનાથ - દ્વારકા એક્સપ્રેસ વે માટે 3000 હજાર કરોડ ઔદ્યોગિક વસાહતોના કામદારો માટે 500 મીની બસ દોડાવાશે ગામડાની ખેતીની નવી શરતની જમીનો આપમેળે જૂની શરતની ગણાશે કચ્છમાં ગાંડા બાવળ દૂર કરી ઘાસિયા મેદાન માટે 97 કરોડ અરવલ્લી પર્વતમાળાની ગ્રીન બેલ્ટ માટે 32 કરોડની જોગવાઇ પોલીસ ડેટાનું સંકલન કરી AI પ્રોજેક્ટ માટે 60 કરોડ પેન્શરોને 10 લાખની કેસલેસ સુવિધા માટે આયોજન કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ સોલાર પ્રોજેક્ટ માટે 150 કરોડની જોગવાઇ સમગ્ર દેશમાં ગુજરાત વિકાસમાં નંબર - 1ઃ નાણામંત્રી કામના દિવસો 100થી વધારી 125 કરાયાઃ નાણામંત્રી વધુ નવા 50 આરોગ્ય શરુ કરાશેઃ નાણામંત્રી સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ માટે 73 કરોડ સામાજિક ન્યાય અને અધિકારીતા માટે 7086 કરોડ છાત્રાલયો માટે 327 કરોડની જોગવાઇઃ નાણામંત્રી આદિવાસી વિસ્તારમાં નવા મોબાઇલ ટાવર માટે 25 કરોડ 9.85 લાખ વિદ્યાર્થીઓ માટે 630 કરોડની જોગવાઇ 16 નવી કોલેજો શરુ કરવા આયોજનઃ નાણામંત્રી સમરસ છાત્રાલયો માટે 26 કરોડની જોગવાઇ નવી કોલેજો માટે 126 કરોડની જોગવાઇ વિદ્યાર્થી માટે બસ પાસ માટે 223 કરોડ આરોગ્ય માટે 25 હજાર 304 કરોડની ફાળવણી પાલક માતા પિતા યોજના માટે 83 કરોડની જોગવાઇ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે 100 કરોડ સ્વરોજગારના લાભાર્થીઓ માટે 700 કરોડથી વધુ પ્રાથમિક - માધ્યમિક શિક્ષણ માટે 3055 કરોડ અન્ન, નાગરિક પુરવઠા માટે 2856 કરોડની જોગવાઇ રમતગમત ક્ષેત્રે રુ. 1331 કરોડની જોગવાઇ માર્ગ અને મકાન વિભાગ માટે 29709 કરોડની જોગવાઇ આદિજાતિ વિસ્તારમાં રસ્તા, પુલ માટે 950 કરોડ રાજ્યના માર્ગો, પુલની કામગીરી માટે 10008 કરોડ શહેરી વિકાસ, ગૃહ વિભાગ માટે 33504 કરોડની જોગવાઇ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને 3354 કરોડની જોગવાઇ અમદાવાદ, સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે 2217 કરોડની જોગવાઇ વિવિધ વિકાસ કાર્યો માટે નાણાપંચ હેઠળ 1376 કરોડની જોગવાઇ SOU ખાતે માળખાગત સુવિધા માટે 236 કરોડની જોગવાઇ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ 150 કરોડની જોગવાઇ મુખ્યમંત્રી નગર નવજીવન યોજના માટે 100 કરોડની જોગવાઇ SG હાઇવેને ગ્રીન શહેરી હાઇવે તરીકે વિકસાવાશે રુ. 100 કરોડના ખર્ચે ગ્રીન હાઇવે તરીકે વિકસાવાશે કેચ ધ રેઇન યોજના માટે 80 કરોડની જોગવાઇ PM ઈ - બસ યોજના માટે 40 કરોડની જોગવાઇ વન અને પર્યાવરણ વિભાગ માટે 3560 કરોડની જોગવાઈ સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા 750 કરોડની જોગવાઈ ​વનોના વિકાસ, સંરક્ષણ, સંવર્ધનની કામગીરી માટે 667 કરોડ ​વન્યપ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે 469 કરોડ વન વિકાસલક્ષી કામગીરીઓ માટે 372 કરોડ ટકાઉ વન વ્યવસ્થાપન માટે 258 કરોડની જોગવાઈ જિલ્લા - તાલુકા સ્તરે માળખાકીય સુવિધાઓ માટે 102 કરોડ ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે રુ. 429 કરોડની જોગવાઈ 1200 સ્મશાનભઠ્ઠીઓ બેસાડવા 7 કરોડની જોગવાઇ ગ્રીન સ્ટાર્ટઅપ એક્સિલરેશન કાર્યો માટે 5 કરોડની જોગવાઈ સરકારી કચેરીઓની છત પર સોલર રુફટોપ નખાશે સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે 278 કરોડ બેટરી સંચાલિત દ્ધિચકી - ત્રિચક્રી વાહનો માટે સબસિડી વાહનોની ખરીદી પર સબસિડી માટે 16 કરોડની જોગવાઈ બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે 12 કરોડની જોગવાઇ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 4842 કરોડની જોગવાઇ ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે 500 કરોડ નવા સબસ્ટેશનો સ્થાપવા માટે 350 કરોડની જોગવાઇ આધુનિક ટેકનોલોજીથી વીજળી પૂરી પાડવા 201 કરોડ ઉર્જા બચાવવાના કાર્યો માટે રુ. 100 કરોડ યાત્રાધામોમાં ગ્રીન, વીજસલામત ઝોન વિકસાવવા 100 કરોડ ઓવરહેડ નેટવર્કને અન્ડરગ્રાઉન્ડમાં રૂપાંતરિત કરવા 100 કરોડ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વિકસાવવા 50 કરોડ ખેતીવાડી ફીડરોના નેટવર્કની સુધારણા માટે રુ. 25 કરોડ પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામ વિકાસ માટે 14858 કરોડ સક્ષમ ગ્રામ સમૃદ્ધ ગ્રામ હેઠળ રુ. 267 કરોડની જોગવાઇ અલગ - અલગ યોજનાઓ માટે 650 કરોડની જોગવાઇ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ 100 કરોડની જોગવાઇ સામાજિક માળખુ ઊભુ કરવા “અટલવાડી” યોજના હેઠળ 60 કરોડ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ 50 કરોડ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કુલ 1755 કરોડ VB - G RAM G અંતર્ગત 1500 કરોડનું આયોજન નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા માટે 25960 કરોડની જોગવાઇ જળસંપત્તિ પ્રભાગ માટે 13944 કરોડની જોગવાઇ માહિતી પ્રસારણ વિભાગ માટે રૂ.452 કરોડ માહિતી ખાતાને સરકાર મોજો કિટ આપશે અંતરિયાળ વિસ્તારમાં ઝડપથી સમાચાર મોકલવા આયોજન ગુજરાતી ચલચિત્રોને સહાય ચૂકવવા રૂ. 23 કરોડ રાજકીય - સામાજિક પુસ્તકોનું ડિજિટાઈઝેશન થશે ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 13492 કરોડની જોગવાઇ પ્રવાસન, યાત્રાધામ, નાગરિક ઉડ્ડયન માટે 3090 કરોડ સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ 2910 કરોડની જોગવાઇ સ્થાનિક જરૂરિયાતોના વિકાસ કામો માટે 2102 કરોડ મહેસૂલ વિભાગ માટે કુલ 5552 કરોડની જોગવાઇ કુદરતી આફતો સામે રાહત આપવા 2145 કરોડ જોગવાઇ વિવિધ મહેસૂલી કચેરીઓમાં 1546 નવી જગ્યાઓ માટે જોગવાઇ ગૃહ વિભાગ માટે કુલ રુ. 14265 કરોડની જોગવાઇ પોલીસકર્મીઓ માટે 5 વર્ષમાં 20444 મકાનો બનશે મકાન બનાવવા 1571 કરોડની જોગવાઇ 112 જનરક્ષક પ્રોજેક્ટ માટે 3 હજાર જગ્યાઓ ઉભી કરાશે ચાર એન્ટી ડ્રોન સિસ્ટમની ખરીદી માટે 20 કરોડ સ્પેશ્યલ ઓપરેશનલ વ્હિકલ ખરીદવા 9 કરોડની જોગવાઇ કાયદા વિભાગ માટે કુલ 2702 કરોડની જોગવાઇ કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે 324 કરોડ ન્યાયિક અધિકારીઓ, સ્ટાફના મકાનો માટે 225 કરોડ અદાલતોમાં કમ્પ્યુટરાઇઝેશન - ડિજિટાઇઝેશન માટે 22 કરોડ વેપારી પેઢીઓનું 3 દિવસમાં GST રજિસ્ટ્રેશન થઇ જશે

Read Full Story arrow_forward