android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat  Climate change 2026: ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે 429 કરોડની જોગવાઈ, પર્યાવરણ જાળવણી પર વિશેષ ભાર
calendar_today February 18, 2026

Gujarat Climate change 2026: ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે 429 કરોડની જોગવાઈ, પર્યાવરણ જાળવણી પર વિશેષ ભાર

નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27ના બજેટમાં પર્યાવરણ જાળવણી અને ક્લાઇમેટ ચેન્જ સામેના પડકારોને પહોંચી વળવા માટે ₹429 કરોડનું બજેટ ફાળવ્યું છે. ગુજરાતે આ ક્ષેત્રે ટેકનોલોજી અને જનજાગૃતિનો સમન્વય સાધીને દેશભરમાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે.સૌર ઊર્જા અને આધુનિક મોનિટરિંગરાજ્યની સરકારી ઇમારતો પર સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવા માટે ₹278 કરોડની મોટી જોગવાઈ કરવામાં આવી છે.ઇમારતો પર સ્થાપિત સોલાર, વિન્ડ કે હાઈબ્રીડ સિસ્ટમનું કાર્યક્ષમ મોનિટરિંગ કરવા માટે IOT (Internet of Things) આધારિત વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ક્લાઇમેટ એક્શન ટ્રેકર પોર્ટલગુજરાતે દેશનું પ્રથમ એવું ક્લાઇમેટ એક્શન ટ્રેકર પોર્ટલ લોન્ચ કર્યું છે જે જિલ્લા સ્તરના ક્લાઇમેટ સૂચકાંકોની માહિતી આપે છે. આ પોર્ટલ દ્વારા પર્યાવરણીય ફેરફારો પર ચોકસાઈથી નજર રાખી શકાશે. ક્લીન એનર્જી અને સબસિડીપ્રદૂષણ ઘટાડવા બેટરી સંચાલિત દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનો માટે ₹16 કરોડની સબસિડી જાહેર કરાઈ છે.ગૌશાળાઓ, પાંજરાપોળ અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી 70 જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા ₹12 કરોડ ફાળવવામાં આવ્યા છે.જનજાગૃતિ અને અન્ય પહેલશાળાઓમાં બાળકો ક્લાઇમેટ ચેન્જ વિશે પ્રાયોગિક રીતે શીખી શકે તે માટે ₹9 કરોડની જોગવાઈ.પર્યાવરણની જાળવણી માટે વિવિધ પંચાયતો અને નગરપાલિકાઓમાં 1200 સુધારેલી સ્મશાનભઠ્ઠીઓ બેસાડવા ₹7 કરોડની ફાળવણી.પર્યાવરણ ક્ષેત્રે નવા સંશોધનો કરતા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા ₹5 કરોડ ફાળવવામાં આવ્યા છે.આ પણ વાંચો : Gujarat Youth Empowerment Budget 2026 : યુવાનો અને શ્રમિકો માટે ખુલી તિજોરી! MYSY માટે ₹400 કરોડની મોટી જાહેરાત

Read Full Story arrow_forward
Gujarat Forest and Environment Budget 2026: વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. 3560 કરોડની જોગવાઇ
calendar_today February 18, 2026

Gujarat Forest and Environment Budget 2026: વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. 3560 કરોડની જોગવાઇ

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યનું ભાવિ નક્કી કરતું નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છેબજેટમાં વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹3560 કરોડની જોગવાઇવનોના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી માટે ₹667 કરોડની જોગવાઇ. વન્યપ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે ₹469 કરોડની જોગવાઇ. વનીકરણ તેમજ અન્ય વન વિકાસલક્ષી કામગીરીઓ માટે ₹372 કરોડની જોગવાઇ. વનોની ગીચતા વધારવા JICA પ્રોજેકટ હેઠળ ₹258 કરોડની જોગવાઇ. જિલ્લા અને તાલુકા સ્તરે માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા ₹102 કરોડની જોગવાઇ. કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્‍ડ રીસ્ટોરેશન માટે ₹68 કરોડની જોગવાઇ. સામાજિક વનીકરણ ક્ષેત્રે નર્સરીઓમાં મોટા રોપા તૈયાર કરવા ₹50 કરોડની જોગવાઇ. તૃણભક્ષી પ્રાણીઓ માટે બ્રીડિંગ સેન્‍ટર બનાવાશે ડીસા ખાતે પ્રાણી સંગ્રહાલય બનાવવા ₹40 કરોડની જોગવાઇ. ગ્રીન વોલ ઓફ અરવલ્લી હેઠળ ₹32 કરોડની જોગવાઇ. હેરીટેજ વૃક્ષોના રક્ષણ માટે ₹26 કરોડની જોગવાઇ. ગાંધીનગર-અમદાવાદ વિસ્તારને “વન કવચ” હેઠળ સુશોભિત કરવા ₹25 કરોડની જોગવાઇ. ઇકો ટુરિઝમ, દરિયાઇ પર્યટન, આઇલેન્‍ડ વિકસાવવા માટે ₹20 કરોડની જોગવાઇ. વનવાસીઓની રોજગારીમાં સુધારો કરવા ₹10 કરોડની જોગવાઇ. અખિલ ભારતીય રમતગમત સ્પર્ધા-2026નું આયોજન કરવા ₹7 કરોડની જોગવાઇ.

Read Full Story arrow_forward
Gujarat Industry Mines Budget 2026: ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹13942 કરોડની જોગવાઇ
calendar_today February 18, 2026

Gujarat Industry Mines Budget 2026: ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹13942 કરોડની જોગવાઇ

અંબાજી યાત્રાધામ ખાતે સુવિધાઓ વિકસાવવા માટે ₹300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવાશે દાહોદ ખાતે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર ખાતેનાં હયાત એરપોર્ટના વિસ્તરણ માટે ₹95 કરોડની જોગવાઇ કરાઇ છે. તો નાના શહેરો-આંતરિક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે હવાઇ માર્ગે જોડવાના ધ્યેય સાથે Viability Gap Funding યોજના હેઠળ ₹78 કરોડની જોગવાઇ કરાઇ છે.ગ્લોબલ ડેસ્ટિનેશન વિકસાવવા પર ભાર વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશન વિઝન હેઠળ સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી માટે ₹20 કરોડની જોગવાઇ કરાઇ છે. ભારત સરકારના "ઉડે દેશ કા આમ નાગરીક”ના વિઝન અંતર્ગત Regional Connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા ₹20 કરોડની જોગવાઇ કરાઇ છે. ઉદ્યોગ અને ખાણ માટે ₹9873 કરોડની જોગવાઇ ટેક્સટાઇલ એકમોનાં પ્રોત્સાહન અર્થે ₹2755 કરોડની જોગવાઇ કરાઇ છે. આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્‍સ ટુ MSME માટે ₹1775 કરોડની જોગવાઇ કરાઇ છે. ધોલેરા ખાતે ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ઓગ્મેન્‍ટેશન હેઠળ રસ્તાઓનો વિકાસ કરવા માટે ₹182 કરોડની જોગવાઇ કરાઇ છે. તો આ તરફ, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રકચરને સહાય યોજના અંતર્ગત ₹55 કરોડની જોગવાઇ. તો બીજી તરફ, દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતમાં CETP માટે ₹50 કરોડની જોગવાઇ. અદ્યતન સુવિધાઓ સાથેના વૈશ્વિક કક્ષાના સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના માટે ₹50 કરોડનું આયોજન કરાયુ છે. સબસિડી સહાય ગુજરાત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક ફેસીલીટીઝને સહાય યોજના અંતર્ગત ₹30 કરોડની જોગવાઇ, ઔદ્યોગિક વસાહતોને જોડતાં રસ્તાઓની સ્વચ્છતા માટે ₹10 કરોડની જોગવાઇ, રાજ્યની નિકાસ ક્ષમતા વધારવા ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના કરવાનું આયોજન કરાયુ છે. કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ માટે ₹979 કરોડની જોગવાઇ કરાઇ છે. "વાજપાઈ બેંકેબલ યોજના" હેઠળ સબસિડી સહાય માટે ₹494 કરોડની જોગવાઇ કરાઇ છે. ખાદી સંસ્થા-મંડળીઓને વિવિધ સ્થળોએ પ્રદર્શન મેળા યોજી વેચાણ ક્ષમતા વધારવા ₹57 કરોડની જોગવાઇ કરાઇ છે. આ પણ વાંચોઃ Gujarat Water Supply Budget 2026: નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ 25960 કરોડની જોગવાઇ 

Read Full Story arrow_forward