android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Budget 2026: ગુજરાતના ખેડૂતોને પંજાબની જેમ મફત વીજળી આપો, ગોપાલ ઇટાલિયાએ સિંચાઈના પાણી મુદ્દે સરકારને ઘેરી
calendar_today February 18, 2026

Gujarat Budget 2026: ગુજરાતના ખેડૂતોને પંજાબની જેમ મફત વીજળી આપો, ગોપાલ ઇટાલિયાએ સિંચાઈના પાણી મુદ્દે સરકારને ઘેરી

ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સરકાર પાસે પ્રજાલક્ષી અપેક્ષાઓનું ભાથું રજૂ કર્યું છે. તેમણે ખેડૂતો, શિક્ષણ અને રોજગારના મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી.ખેડૂતો અને સિંચાઈ મુદ્દે રજૂઆતગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, પંજાબ સરકારની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોને દિવસે મફત વીજળી મળવી જોઈએ. વધુમાં તેમણે ઉમેર્યું કે, "ગુજરાતમાં કુદરતી મહેર હોવા છતાં વહીવટી તંત્રની અણઆવડતને કારણે કેનાલ નેટવર્ક પૂરતું નથી, જેથી ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચતું નથી. આ બજેટમાં કેનાલ નેટવર્ક મજબૂત કરવા જાહેરાત થવી જોઈએ.શિક્ષણ અને નવી ટેકનોલોજી પર ભારશિક્ષણ ક્ષેત્રે નવીનતા લાવવાની માંગ કરતા તેમણે કહ્યું કે રાજ્યમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) યુનિવર્સિટી બનાવવી જોઈએ જેથી આવનારી પેઢી ટેકનોલોજીમાં આગળ વધી શકે. સામાન્ય જનતા માટે શિક્ષણ અને સ્વાસ્થ્યની શ્રેષ્ઠ સુવિધાઓ મફત અથવા સસ્તી મળે તેવી વ્યવસ્થા થવી જોઈએ.વંચિતો અને માલધારીઓના હકની માંગઇટાલિયાએ જમીન વિહોણા લોકો અને માલધારી સમુદાય માટે પણ અવાજ ઉઠાવ્યો હતો. જમીન વિહોણા લોકોને સરકાર જમીન આપે તેવી માંગ છે. માલધારીઓને જમીન અને ગૌચરના અધિકારો મળવા જોઈએ. સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી નિમણૂક આપવી જોઈએ જેથી ગામડાઓનું સ્થળાંતર અટકે.આ પણ વાંચો: Surat: માંગરોળમાં લોહિયાળ લૂંટ, રાહદારીના ગળા પર બ્લેડ ઝીંકી મોબાઈલની સ્નેચિંગ

Read Full Story arrow_forward
Gold Silver Rate Today : 18 ફેબ્રુઆરીએ સોના ચાંદીના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો લેટેસ્ટ રેટ
calendar_today February 18, 2026

Gold Silver Rate Today : 18 ફેબ્રુઆરીએ સોના ચાંદીના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો લેટેસ્ટ રેટ

છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. બુધવાર 18 ફેબ્રુઆરીના રોજ બંને કિંમતી ધાતુઓમાં ઘટાડો થયો હતો. ડોલરમાં મજબૂતાઈ અને વૈશ્વિક ભૂ-રાજકીય તણાવમાં ઘટાડો થવાના સંકેતોની સીધી અસર બુલિયન બજાર પર પડી રહી છે.આજે સોનાનો ભાવછેલ્લા બે ટ્રેડિંગ દિવસોમાં 24 કેરેટ સોનું (પ્રતિ 10 ગ્રામ) લગભગ ₹3,500 ઘટ્યું છે. ભારતમાં લગ્નની મોસમ ચાલી રહી છે. ત્યારે આ સમય દરમિયાન સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતા ગ્રાહકોને રાહત મળી છે.આજે ચાંદીના ભાવદિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં, આજે 10 ગ્રામ ચાંદી ₹2,550 માં વેચાઈ રહી છે. દરમિયાન, ગ્રાહકોએ 100 ગ્રામ ચાંદી ખરીદવા માટે ₹25,500 ખર્ચ કરવા પડશે. ચેન્નાઈમાં, 10 ગ્રામ ચાંદીનો ભાવ ₹2,600 છે.મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર) શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામઅમદાવાદ 1,54,250 1,41,400રાજકોટ 1,54,250  1,41,400વડોદરા 1,54,250 1,41,400સુરત 1,54,250 1,41,400દિલ્હી 1,54,350 1,41,500મુંબઈ  1,54,200 1,41,350ભાવ આટલા ઘટી કેમ રહ્યા છે? પ્રોફિટ બુકિંગ: ઊંચા સ્તરે પહોંચ્યા પછી, રોકાણકારો હવે ભારે વેચાણ કરી રહ્યા છે. વૈશ્વિક સંકેતો: આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યાજ દરો અંગેના નિવેદનોએ બુલિયન બજારને અસર કરી છે. ઘરેલું માંગ: ભારતમાં ચાલી રહેલી AI ઇમ્પેક્ટ સમિટ અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ વચ્ચે, રોકાણકારો પણ ઇક્વિટી તરફ ધ્યાન આપી રહ્યા છે.

Read Full Story arrow_forward
Viral Video : એક ઝટકામાં દુલ્હન પર 8.5 કરોડ વરસાવ્યા !
calendar_today February 18, 2026

Viral Video : એક ઝટકામાં દુલ્હન પર 8.5 કરોડ વરસાવ્યા !

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર કંઈ પણ વાયરલ થવામાં વધારે સમય લાગતો નથી. કોઈ એક નાનો વીડિયો, અધૂરી માહિતી સાથે વાયરલ થઇ જાય છે. જેના કારણે લોકો તે વીડિયોને સત્ય માનીને ફોરવર્ડ કરવા માંડે છે. તાજેતરમાં એવો જ એક પંજાબી લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં શું છે ? વાયરલ વીડિયોમાં દુલ્હન પર નોટો ઉડતી દેખાતી હતી. દાવા કરવામાં આવ્યા કે વરરાજાના પરિવાર દ્વારા દુલ્હન પર એક ઝટકામાં 8.5 કરોડ રૂપિયા વરસાવવામાં આવ્યા. આ સાંભળીને લોકો અચંબામાં પડી ગયા. ઘણા લોકોએ આ લગ્નને “શોખીન લોકોનું લગ્ન” તો કેટલાકે “પૈસાનો દેખાડો” કહીને ચર્ચા શરૂ કરી દીધી. મામલો અલગ જ.. પરંતુ જ્યારે આ મામલાની સાચી તપાસ થઈ, ત્યારે હકીકત કંઈક અલગ જ સામે આવી. લગ્ન સાથે જોડાયેલા પરિવારજનો અને ઇવેન્ટ મેનેજમેન્ટ ટીમે સ્પષ્ટ કહ્યું કે 8.5 કરોડ રૂપિયા ઉડાવવાનો દાવો સંપૂર્ણપણે ખોટો છે. વાસ્તવમાં લગ્ન દરમિયાન માત્ર 2 થી 4 લાખ રૂપિયા જેટલી નકદી (થોડા ડોલર સાથે) જ વપરાઈ હતી. 14 ફેબ્રુઆરીના રોજ લગ્ન યોજાયા હતા આ લગ્ન 14 ફેબ્રુઆરીના રોજ યોજાયા હતા. પંજાબી લગ્નોમાં વર્ષોથી ચાલતી એક પરંપરા છે, જેને “નકદી ઉડાવવાની રસમ” કહેવામાં આવે છે. આ રસમ દરમિયાન ખુશી વ્યક્ત કરવા માટે થોડા પૈસા ઉડાવવામાં આવે છે. આ કોઈ નવી વાત નથી, પરંતુ આ વખતે વીડિયો વાયરલ થતાં લોકોએ આ પરંપરાને કરોડોની સ્ટોરી બનાવી દીધી. View this post on Instagram A post shared by Sandesh News (@sandeshnews) સોશિયલ મીડિયા પર વાયરલ સોશિયલ મીડિયા પર ઘણી વખત વીડિયો એડિટિંગ, કેમેરા એંગલ અને લોકોની ધારણાઓના કારણે હકીકત વધારે મોટી દેખાય છે. અહીં પણ એવું જ બન્યું. થોડા નોટો ઉડાવવાના દૃશ્યને કરોડોની ઘટના તરીકે રજૂ કરવામાં આવી.આ પણ વાંચો : Taliban : રમઝાનમાં તાલિબાનની મોટી રાહત, સાઉદી મધ્યસ્થીથી ત્રણ પાકિસ્તાની સૈનિકો મુક્ત

Read Full Story arrow_forward