Gujarat Urban Development Budget 2026: શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય માટે ૩૩૫૪ કરોડની જોગવાઇ
રાજ્યની લગભગ ૪૮%થી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે. શહેરીજનોની સુખાકારી અને આજીવિકામાં વધારો થાય અને વધુ સારી જાહેર સુવિધાઓ મળે તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. PM ઈ-બસ યોજના માટે ₹૪૦ કરોડની જોગવાઇ. • શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે ₹૧૬ હજાર ૧૧૬ કરોડની જોગવાઇ. • શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય માટે ₹૩૩૫૪ કરોડની જોગવાઇ. • અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ માટે ₹૨૨૧૭ કરોડની જોગવાઇ. • અમૃત મિશન ૨.૦ હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ વ્યવસ્થા, તળાવોનો વિકાસ અને પરિવહન માળખા માટે ₹૧૯૦૦ કરોડની જોગવાઇ. • પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) ૨.૦ હેઠળ શહેરી ગરીબોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે ₹૧૪૨૦ કરોડની જોગવાઇ. • શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે નાણાપંચ હેઠળ ₹૧૩૭૬ કરોડની જોગવાઇ. • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ તથા AUDA વિસ્તાર માટે પેરી-અર્બન લિવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બાહ્ય ભંડોળ માટે ₹૮૦૦ કરોડની જોગવાઇ. • સ્વચ્છ ભારત મિશન(અર્બન) ૨.૦, નિર્મળ શહેર અને નિર્મળ ગુજરાત ૨.૦ માટે કુલ ₹૫૭૭ કરોડની જોગવાઇ. • શહેરી વિસ્તારોને રેલ્વે ક્રૉસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવર બ્રિજ/અંડર બ્રિજ બનાવવા માટે ₹૩૫૦ કરોડની જોગવાઇ. • ઝીરો વેસ્ટ શહેરો – નિર્મળ ગુજરાત ૨.૦ અને પિન્ક ટોઇલેટ માટે કુલ ₹૩૨૯ કરોડની જોગવાઇ. • સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹૨૩૬ કરોડની જોગવાઇ. • શહેરી પરિવહનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી સ્માર્ટ પાર્કિંગ તથા ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ. • ૧૨ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના માટે ₹૧૮૦ કરોડની જોગવાઇ. • ગાંધીનગર ખાતે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી અને રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ ખાતે ડિજિટલ લાઇબ્રેરી બનાવવા કુલ ₹૧૫૦ કરોડની જોગવાઇ. • દરેક મહાનગરપાલિકામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ફ્લાયઓવર નીચે સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ. • રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ₹૧૫૦ કરોડની જોગવાઇ. • લોથલ અને અંબાજીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવવા માળખાગત સુવિધાઓના વિકાસ માટે કુલ ₹૧૪૭ કરોડની જોગવાઇ. • ભાવનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં MICE (Meeting, Incentives, Conferences and Exhibitions) ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ. • મુખ્યમંત્રી નગર નવજીવન યોજના માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ. • SG હાઇવેને ગ્રીન શહેરી હાઇવે તરીકે વિકસાવવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ. • શહેરી વિસ્તારોમાં Mission Daily Water Supply અને જીવન ધારા યોજના અંતર્ગત કુલ ₹૧૦૦ કરોડની જોગવાઇ. • આઇકોનિક અને નવીન પ્રોજેક્ટ દ્વારા શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાના હેતુથી અર્બન ચેલેન્જ ફંડ હેઠળ ₹૧૦૦ કરોડની જોગવાઇ. • સુગમ્ય ઉદ્યાન યોજના, નમો ગૌરવ પાર્ક અને લીનીયર પાર્ક જેવા આઇકોનિક ઉદ્યાનો તથા લેક વોચ અને એર વોચ માટે ₹૯૦ કરોડની જોગવાઇ. • કેચ ધ રેઇન યોજના માટે ₹૮૦ કરોડની જોગવાઇ. • અગ્નિ નિવારણ સેવાની આનુષંગિક કામગીરી માટે ₹૭૫ કરોડની જોગવાઇ. • ૨૪ નવા સબ મોડેલ ફાયર સ્ટેશન તથા ગુજરાત સ્ટેટ ફાયર એકેડમી શરૂ કરવા ₹૫૦ કરોડની જોગવાઇ. • અફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ યોજના અંતર્ગત ₹૫૦ કરોડની જોગવાઇ. • ગુજરાત અર્બન એટલાસ હેઠળ મિલકતો અને ઉપયોગિતાઓના GIS મેપિંગ તથા મુખ્ય શહેરી પ્રોજેક્ટ માટે ₹૫૦ કરોડની જોગવાઇ. • નમો સ્વદેશી અર્બન મોલ અને સ્વદેશી મેળાઓ યોજવા માટે ₹૪૫ કરોડની જોગવાઇ. • ગિફ્ટ સિટીમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹૪૫ કરોડની જોગવાઇ.
Read Full Story arrow_forward