android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Budget 2026: 25 GIDCને સ્માર્ટ ટેકનોલોજીથી અપગ્રેડ કરાશે, નાણામંત્રી કનુભાઇ દેસાઇની જાહેરાત
calendar_today February 18, 2026

Gujarat Budget 2026: 25 GIDCને સ્માર્ટ ટેકનોલોજીથી અપગ્રેડ કરાશે, નાણામંત્રી કનુભાઇ દેસાઇની જાહેરાત

6 ક્ષેત્રો માટે માસ્તર ઇકોનોમિક પ્લાન અને 2 હજાર કરોડની જોગવાઈ હાથ ધરાશે. રાજ્યમાં મોટાભાગના ક્ષેત્રમાં નવીનીકરણ કરાશે નમો શક્તિ એક્સપ્રેસવે માટે વધારાના 3 હજાર કરોડની જોગવાઈની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. ધોલેરા ખાતે આધુનિક રસ્તાઓ એરપોર્ટ માટે 610 કરોડની ફાળવણી કરવામાં છે. ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વની જોગવાઈઓ પર નજર કરીએ તો, વિકસિત ગુજરાત@2047 અને GRIT એટલે કે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન દ્વારા વિકાસનું આયોજન હાથ ધરાયુ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન, ઇન્ડિવિજ્યુઅલ્સ અને ઇન્સ્ટિટ્યૂશન જેવા 4 સ્તંભોના વિકાસ પર ભાર મુકવામાં આવ્યો છે. 50 હજાર કરોડની ફાળવણી રાજ્યના 6 ભૌગોલિક ક્ષેત્રોના સંતુલિત વિકાસ અને રોજગાર સર્જન માટે 2 હજાર કરોડની જોગવાઈ કરાઇ છે. વિકસિત ગુજરાત ફંડ માટે રૂ.10 હજાર કરોડની ફાળવણી કરાઇ છે. 50 હજાર કરોડનો કુલ લક્ષ્યાંક સાથે ફાળવણી કરવામાં આવે છે. આ ઉપરાંત એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે 3 હજાર કરોડની જોગવાઈ હાથ ધરાઇ છે. નમો શક્તિ એક્સપ્રેસ વે અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વેની પણ જાહેરાત કરાઇ છે. ધોલેરા અને સાણંદને વિશ્વ કક્ષાનું સેમીકન્ડક્ટર હબ બનાવાશે. તો સાથે જ ધોલેરામાં એરપોર્ટ અને સ્માર્ટ ICT સુવિધાઓ માટે 610 કરોડની જોગવાઈ કરાઇ છે. રાજ્યનું બજેટ કરાયુ રજૂ વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજૂ કરાયુ છે. નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ. કનુભાઇ દેસાઇ દ્વારા સતત 5મી વાર બજેટ રજૂ કર્યુ હતુ. નાણા‌મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત અંદાજપત્ર 2026-27 માટે આદિવાસીઓના દેવી 'કંસરી દેવી'ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી હતી. આ પણ વાંચોઃ Gujarat Budget 2026: વિકસિત ભારત@2047 અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ, નાણામંત્રી કનુભાઇ દેસાઇની જાહેરાત 

Read Full Story arrow_forward
Gujarat  Budget 2026: જાહેર પરીવહનમાં નાગરિકોની સલામતી પર ભાર મુકાયો
calendar_today February 18, 2026

Gujarat Budget 2026: જાહેર પરીવહનમાં નાગરિકોની સલામતી પર ભાર મુકાયો

જાહેર પરીવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાને લઇ આધુનિક ટેકનોલોજી ધરાવતી 2463 જેટલી નવી બસો, જેમાં 500 AC ઈલેકટ્રીક બસો મૂકવાનું આયોજન છે. તેમજ આદિજાતિ વિસ્તારમાં વસતાં ભાઇ-બહેનો, વિદ્યાર્થીઓ તથા ઔદ્યોગિક વિસ્તારોમાં કામ અર્થે આવતા શ્રમિકો માટે 500 મીડી બસ મૂકવામાં આવશે. જેના માટે કુલ ₹1286 કરોડની જોગવાઇ કરું છું.કચ્છ અને અન્ય વન વિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી તેના સ્થાને બામ્‍બૂ(વાંસ) સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર  ​કચ્છ અને અન્ય વન વિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી તેના સ્થાને બામ્‍બૂ(વાંસ) સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવા તેમજ કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્‍ડ રીસ્ટોરેશન માટે ₹97 કરોડની જોગવાઇ કરવામાં આવી. અરવલ્લી પર્વતમાળાની આસપાસ ગ્રીન બેલ્‍ટ બનાવવાના હેતુથી તેમજ રાજ્યની પ્રમુખ નદીઓના બંને કાંઠે વૃક્ષોના સઘન વાવેતર થકી ધોવાણ અટકાવવા માટે ₹32 કરોડની જોગવાઇ કરવામાં આવી. ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મહત્વના નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મહત્વના નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવે સ્વમેળે 'જૂની શરત'ની ગણાશે. આનાથી ખેડૂતોને પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મહત્વના નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવે સ્વમેળે 'જૂની શરત'ની ગણાશે. આનાથી ખેડૂતોને પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળશે. ​કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તેમજ માર્ગ સલામતીના પગલા વધારવા રાજ્યની કટોકટી સેવાઓને ડાયલ-112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ આવરી લીધેલ છે. જેથી ઇમરજન્‍સી રિસ્પોન્‍સ સમયમાં વધુ ઘટાડો થશે. જેના અસરકારક અમલીકરણ માટે વિવિધ સંવર્ગનું ત્રણ હજાર માનવબળ ઊભુ કરવાનું આયોજન છે. ​ગુજરાત પોલીસ માટે Data Fusion Centre & Centre of Excellence for AI in Policingની સ્થાપના કરવામાં આવશે. જે તમામ મહત્વપૂર્ણ પોલીસ ડેટાનું સંકલન કરી વિશ્લેષણ કરશે. આ પ્રોજેકટ માટે ₹60 કરોડની જોગવાઇ.

Read Full Story arrow_forward
Gujarat Budget 2026 : આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹5425 કરોડની જોગવાઇ, જાણો વિગત
calendar_today February 18, 2026

Gujarat Budget 2026 : આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹5425 કરોડની જોગવાઇ, જાણો વિગત

આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹5425 કરોડની નોંધપાત્ર જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટ માત્ર આંકડાઓ સુધી સીમિત નથી, પરંતુ વનબંધુઓના જીવનમાં શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને આવાસના માધ્યમથી સાચો પરિવર્તન લાવવાનો સંકલ્પ દર્શાવે છે. શિક્ષણને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું આ બજેટમાં શિક્ષણને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે. આદિજાતિ વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈ અડચણ ન આવે તે માટે પ્રિ-મેટ્રિકથી લઈને પોસ્ટ-મેટ્રિક સુધી શિષ્યવૃત્તિની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. લાખો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય અને રહેણાંક સુવિધાઓ મળશે. આશ્રમ શાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ગર્લ્સ લિટરસી સ્કૂલ તેમજ સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોના સંચાલન અને બાંધકામ માટે મોટો ફંડ ફાળવાયો છે. પરિણામે આદિજાતિ વિસ્તારોના બાળકોને ગુણવત્તાપૂર્ણ અને સતત શિક્ષણ મળશે. ઉચ્ચ શિક્ષણ અને વિશેષ સંસ્થાઓ ઉચ્ચ શિક્ષણ અને વિશેષ સંસ્થાઓ માટે પણ સરકારનું ધ્યાન કેન્દ્રિત છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે બિરસામુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે ફંડ ફાળવવામાં આવ્યું છે, જેથી આદિજાતિ યુવાનોને તેમના પોતાના વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણની તક મળી રહે. સાથે સાથે સૈનિક શાળાઓ, મોડેલ શાળાઓ અને આધુનિક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાની દિશામાં પગલાં લેવામાં આવ્યા છે. આદિજાતિ પરિવારોની આવક આદિજાતિ પરિવારોની આવક વધારવા માટે ખેતી, પશુપાલન અને સ્વરોજગાર આધારિત યોજનાઓ માટે પણ વિશાળ જોગવાઈ કરવામાં આવી છે. વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના, આદિમજૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના, કૃષિ વૈવિધ્યકરણ, પ્રાકૃતિક ખેતી આધારિત વાડી સહાય અને સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ દ્વારા ખેડૂતોને સ્થિર આવક અને આર્થિક સુરક્ષા મળશે. આ યોજનાઓનો હેતુ માત્ર સહાય આપવાનો નથી, પરંતુ આદિજાતિ સમાજને આત્મનિર્ભર બનાવવાનો છે. રોજગાર અને કૌશલ્ય વિકાસ રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે યુવાનોને વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરો મારફતે તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ સ્થાનિક સ્તરે રોજગાર મેળવી શકે. સરહદી ગામોના વિકાસ માટે વિશેષ યોજના, તેમજ ન્યૂ ગુજરાત પેટર્ન અને દૂધ સંજીવની જેવી યોજનાઓ દ્વારા ગામડાંઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આરોગ્ય અને જીવનમાન સુધારવા આરોગ્ય અને જીવનમાન સુધારવા માટે પણ બજેટમાં મહત્વપૂર્ણ જોગવાઈ છે. આદિજાતિ વિસ્તારોમાં તબીબોને હોસ્પિટલ, નર્સિંગ હોમ અને ડિસ્પેન્સરી શરૂ કરવા સહાય આપવામાં આવશે. વ્યક્તિગત આવાસ યોજના, સમરસ છાત્રાલય, મોબાઇલ કનેક્ટિવિટી માટે નવા ટાવરો અને કુંવરબાઈનું મામેરૂ જેવી યોજનાઓ આદિજાતિ પરિવારોના સામાજિક સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવશે. કુલ મળીને, આ ₹5425 કરોડનું બજેટ આદિજાતિ સમાજ માટે એક નવી દિશા ખોલે છે. શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને આધુનિક સુવિધાઓ દ્વારા વનબંધુઓના જીવનમાં દીર્ઘકાલીન અને સકારાત્મક બદલાવ લાવવાનો આ ગંભીર પ્રયાસ છે.આ પણ વાંચો : Gujarat Budget 2026 : ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન માટે ₹500 કરોડની જોગવાઇ, જાણો વિગત

Read Full Story arrow_forward