android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Budget 2026 : ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન માટે ₹500 કરોડની જોગવાઇ, જાણો વિગત
calendar_today February 18, 2026

Gujarat Budget 2026 : ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન માટે ₹500 કરોડની જોગવાઇ, જાણો વિગત

ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલ વિકાસ યોજના રાજ્યના દરેક ક્ષેત્રને સ્પર્શે છે — ઊર્જા, ખનીજ, ડિજિટલ સેવાઓ, શહેરી વિકાસ, પરિવહન, સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન. આ યોજનાઓનો મુખ્ય હેતુ આત્મનિર્ભરતા, ટકાઉ વિકાસ અને નાગરિકોને વિશ્વસ્તરીય સુવિધાઓ પ્રદાન કરવાનો છે. જળાશયો અને નહેરોની જળસપાટીનો મહત્તમ ઉપયોગ રાજ્યના જળાશયો અને નહેરોની જળસપાટીનો મહત્તમ ઉપયોગ કરવા માટે કડાણા ડેમ ખાતે નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન કરાયું છે. આ પ્રોજેક્ટથી સ્વચ્છ ઊર્જા ઉત્પાદન વધશે અને પર્યાવરણનું સંરક્ષણ થશે. તેના માટે ₹150 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આત્મનિર્ભર ભારતની દિશા આત્મનિર્ભર ભારતની દિશામાં આગળ વધતાં, રાજ્યમાં ઉપલબ્ધ પરંતુ વણવપરાયેલા ખનીજ સંસાધનોને આધુનિક ટેકનોલોજીથી ઉપયોગમાં લેવાશે. ખાસ કરીને અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ બનશે, જે આયાત પરની નિર્ભરતા ઘટાડશે. આ માટે ₹613 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉર્જા ક્ષેત્ર ઉર્જા ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ તરીકે અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇટમાંથી ગેસ ઉત્પાદન કરવાની યોજના છે. આ પદ્ધતિથી પ્રદૂષણ ઓછું થશે અને ઊર્જા ઉત્પાદન વધુ અસરકારક બનશે. તેના માટે ₹300 કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે.  Gujarat Unified Digital Stack ડિજિટલ ગવર્નન્સને મજબૂત બનાવવા Gujarat Unified Digital Stack શરૂ કરવામાં આવી છે. આ એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ ઝડપી અને સરળ રીતે મળશે, દસ્તાવેજોની પુનરાવર્તન ઘટશે અને સમય-ખર્ચ બચશે. આ માટે ₹100 કરોડ ફાળવવામાં આવ્યા છે. શહેરી વિકાસ માટે શહેરી વિકાસ માટે પણ સરકારનું ધ્યાન કેન્દ્રિત છે. “ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન” અંતર્ગત શહેરોમાં ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં બદલવા ₹500 કરોડની જોગવાઇ કરાઈ છે. સરહદી સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે એલિવેટેડ કેબલ નેટવર્ક માટે ₹100 કરોડ ફાળવવામાં આવ્યા છે.  State Disaster Mitigation Fund ભૂકંપ, પૂર અને વાવાઝોડા જેવી આપત્તિઓની અસર ઘટાડવા State Disaster Mitigation Fund માટે ₹1855 કરોડનું આયોજન કરાયું છે. આથી રાજ્ય આપત્તિ સામે વધુ સજ્જ બનશે. શહેરોમાં વધતી વસ્તી અને ઢાંચાકીય જરૂરિયાતોને પહોંચી વળવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹16,116 કરોડની જોગવાઇ કરાઈ છે. સાથે સાથે, સ્માર્ટ પાર્કિંગ માટે ₹100 કરોડ અને મુખ્ય શહેરોની નજીક કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસર જેવા પાંચ સેટેલાઇટ ટાઉન વિકસાવવાની યોજના છે. રમતગમત અને વૈશ્વિક ઓળખના ક્ષેત્રે રમતગમત અને વૈશ્વિક ઓળખના ક્ષેત્રે, કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની રાજ્ય માટે ઐતિહાસિક તક છે. તેના ભાગરૂપે અમદાવાદને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને આધુનિક જાહેર પરિવહન માટે કુલ ₹1278 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ તમામ યોજનાઓ ગુજરાતને ટકાઉ, સુરક્ષિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવાની દિશામાં મજબૂત પગલું સાબિત થશે. આ પણ વાંચો : Gujarat Budget 2026 : શ્રમિકથી વિદ્યાર્થી સુધી, ગુજરાત બજેટમાં પોષણ, શિક્ષણ અને રોજગારનો મહાપ્લાન

Read Full Story arrow_forward
Gujarat Budget 2026 : સોમનાથ બનશે 'ગ્લોબલ ડેસ્ટિનેશન', અને 2026 જાહેર થયું ગુજરાત પ્રવાસન વર્ષ, જાણો બજેટની મોટી જાહેરાતો
calendar_today February 18, 2026

Gujarat Budget 2026 : સોમનાથ બનશે 'ગ્લોબલ ડેસ્ટિનેશન', અને 2026 જાહેર થયું ગુજરાત પ્રવાસન વર્ષ, જાણો બજેટની મોટી જાહેરાતો

ગુજરાત સરકારે ઘર સુધી નિયમિત ગુણવત્તાવાળું પાણી પહોંચાડવું મુખ્ય લક્ષ્ય બનાવી, 32 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં પાણી પુરવઠા મજબૂત કરવા મિશન-દૈનિક પાણી પુરવઠો જીવન ધારા અમલમાં મૂકવાનું સૂચવ્યું છે, જેના માટે ₹100 કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. ગુજરાત ડમ્પ ફ્રી રાજ્ય બનવાના પ્રયાસોમાં આગળ વધી રહ્યું છે, 253 લાખ મેટ્રિક ટનથી વધુ કચરાને વૈજ્ઞાનિક રીતે દૂર કરવામાં આવ્યું છે અને બાકી રહેલી સાઇટોને ડમ્પ ફ્રી બનાવી જાહેર હેતુ માટે ઉપયોગ કરવાની યોજના છે.ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ-ગામને જોડવા અને રસ્તા/કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાના કામ માટે ₹5600 કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે. રાજ્યના 11,155 કિમી લંબાઈના રસ્તાઓને ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે, જેમાં ₹800 કરોડનો ખર્ચ થાય તેવી યોજના છે. ગુજરાત પ્રવાસન વર્ષ પ્રવાસન ક્ષેત્રે ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ 2025-26માં 22 કરોડથી વધુ પ્રવાસીઓ રાજ્યના મહેમાન બન્યા છે. ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળો જેમ કે સફેદ રણ, દરિયો, સૂર્યમંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીર, સોમનાથ વગેરેને આધારે વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રવાસન સાથે આઇકોનિક પ્રોજેક્ટ્સ અને યાત્રાધામોની સુવિધાઓ માટે વિવિધ યોજનાઓ: • સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને આધુનિક સુવિધાઓ માટે ₹236 કરોડ. • સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવણી. • લોથલમાં નેશનલ મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ માટે ₹95 કરોડ. • અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન માટે ₹300 કરોડ. • યાત્રાધામ અને બીચ વિસ્તાર માટે ₹55 થી ₹60 કરોડ. • સોમનાથ મુકાશે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ અને બસ સ્ટેશન માટે ₹447 કરોડ. આ યોજનાઓ સાથે ગુજરાત વિકાસ ભી, વિરાસત ભીના મંત્રને સાકાર કરી રહ્યા છે અને રાજ્યને આધુનિક, યાત્રાધામો અને પ્રવાસન ક્ષેત્રમાં વૈશ્વિક મંચ પર સ્થાન આપવા માટે પ્રયત્નશીલ છે. આ પણ વાંચો- Gujarat Agriculture Budget 2026: ખેડૂતો અને પશુપાલકો માટે સહાયનો ધોધ, કૃષિ સેક્ટર માટે શું કરવામાં આવી જોગવાઈ?

Read Full Story arrow_forward
Gujarat Budget 2026: પોલીસ જવાનોને ભેટ, 1571 કરોડના ખર્ચે 20,444 નવા મકાનો, કાયદો-વ્યવસ્થાના રક્ષકો માટે આવાસ સુરક્ષા
calendar_today February 18, 2026

Gujarat Budget 2026: પોલીસ જવાનોને ભેટ, 1571 કરોડના ખર્ચે 20,444 નવા મકાનો, કાયદો-વ્યવસ્થાના રક્ષકો માટે આવાસ સુરક્ષા

નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27ના બજેટમાં ગરીબ, વંચિત અને મધ્યમ વર્ગના પરિવારો માટે રહેઠાણની સુવિધા પૂરી પાડવા માટે માતબર ફાળવણી કરી છે. રાજ્ય સરકાર 'કલ્યાણકારી રાજ્ય'ના અભિગમ સાથે છેવાડાના માનવીને પાકું ઘર મળે તે દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે.3.15 લાખ નવા આવાસોનું લક્ષ્યરાજ્યમાં વિવિધ આવાસ યોજનાઓ હેઠળ આ વર્ષે 3 લાખ 15 હજારથી વધુ આવાસો પૂર્ણ કરવાનું આયોજન છે. આ માટે બજેટમાં 4272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, હળપતિ આવાસ યોજના.પોલીસ આવાસ માટે 1571 કરોડપોલીસ વિભાગના કર્મચારીઓ માટે પણ સરકારે ઉદાર હાથે ફાળવણી કરી છે. પોલીસ પરિવારના કલ્યાણ અને આધુનિક આવાસ માટે 20,444 નવા મકાનો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે ₹1571 કરોડની જોગવાઈ સૂચવી છે, જે પોલીસ જવાનોની કાર્યક્ષમતા અને મનોબળ વધારવામાં મદદરૂપ થશે.આ પણ વાંચો: Gujarat Budget 2026: PMJAY-મા યોજના માટે 3472 કરોડની જોગવાઈ. અન્ય મહાનગરોમાં પણ આધુનિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાશે

Read Full Story arrow_forward