android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Budget 2026 Live Updates : ગુજરાત સરકાર બજેટમાં કરી શકે છે મોટી જાહેરાતો, સિંચાઈ યોજનાની ફાળવણીમાં 20 ટકાનો વધારો થઇ શકે છે
calendar_today February 18, 2026

Gujarat Budget 2026 Live Updates : ગુજરાત સરકાર બજેટમાં કરી શકે છે મોટી જાહેરાતો, સિંચાઈ યોજનાની ફાળવણીમાં 20 ટકાનો વધારો થઇ શકે છે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Banaskantha News : બનાસકાંઠામાં લોકોને કરોડપતિ બનવાનું સ્વપ્ન દેખાડનાર લકી ડ્રોનો માસ્ટર માઇન્ડ અશોક માળી ઝડપાયો
calendar_today February 18, 2026

Banaskantha News : બનાસકાંઠામાં લોકોને કરોડપતિ બનવાનું સ્વપ્ન દેખાડનાર લકી ડ્રોનો માસ્ટર માઇન્ડ અશોક માળી ઝડપાયો

બનાસકાંઠામાં લકી ડ્રોનું આયોજન કરી લોકો પાસેથી રૂપિયા લેનાર અશોક માળી આખરે ઝડપાઈ ગયો છે, કોઈ પણ પરમિશન વિના અશોક માળી લકી ડ્રોનું આયોજન કરતો હતો અને તેના કારણે પોલીસે ગુનો નોંધ્યો હતો, ફરિયાદ બાદ અશોક માળી 5 મહિનાથી ફરાર હતો અને પાલનપુર LCB ટીમે ધાનેરા નજીકથી અશોક માળીને ઝડપ્યો છે.લકી ડ્રો નો માસ્ટર માઇડ અશોક માળી પોલીસ સકંજામાં વાવ-થરાદમાં લકી ડ્રોનું આયોજન કરનાર અશોક માળી પોલીસના સકંજામાં છે, પાંચ મહિનાથી ફરાર અશોક માળીની કરી પાલનપુર lcbએ ધરપકડ, વાવ થરાદ જિલ્લાની પોલીસ અશોક માળીની ધરપકડ મામલે ઊંઘતી રહી હતી અને 21 સપ્ટેમ્બર 2025ના રોજ લાખણી ખાતે યોજાયેલા ગેર કાયદેસર લકી ડ્રો ના આયોજન મામલે આગથળા પોલીસ સ્ટેશનના PI બન્યા હતા ફરિયાદી અને ફરિયાદ બાદ અશોક માળી ઉતર્યો હતો ભૂગર્ભમાં અને પાંચ મહિનાથી ફરાર હતો. પાલનપુર LCBએ ધાનેરા નજીકથી કરી ધરપકડ ફરાર આરોપી અશોક માળીની બાતમીના આધારે પાલનપુર LCBએ ધાનેરા નજીકથી કરી ધરપકડ અને ધરપકડ બાદ વાવ થરાદ જિલ્લાની આગથળા પોલીસને સોંપવામાં આવ્યો અશોક માળીનો કબ્જો અને અશોક માળી પર લકી ડ્રો મામલે લાગ્યા છે છેતરપિંડી સહિતના ગંભીર આરોપ અને અલગ-અલગ ગુનાઓની કલમ હેઠળ નોંધાયો છે ગુનો, આગથળા પોલીસની તપાસમાં સામે આવશે લકી ડ્રોના આયોજનમાં કઈ રીતની આચરવામાં આવતી હતી લોકો સાથે છેતરપિંડી. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ગરમીનો અહેસાસ શરુ, શિયાળો વિદાય લેવાના અંતિમ તબક્કે, જાણો કેવું રહેશે વાતાવરણ

Read Full Story arrow_forward
Surat News : સુરતમાં સોશિયલ મીડિયામાં બાળક ચોરી ગેંગના ખોટા મેસેજ મૂકનાર સામે કાર્યવાહી, પોલીસે યુવક પાસે માફી મંગાવી
calendar_today February 18, 2026

Surat News : સુરતમાં સોશિયલ મીડિયામાં બાળક ચોરી ગેંગના ખોટા મેસેજ મૂકનાર સામે કાર્યવાહી, પોલીસે યુવક પાસે માફી મંગાવી

ક્રાઈમ બ્રાંચે ફેક મેસેજ કે ક્લિપ વાયરલ કરનારા તત્ત્વો સામે કડક પગલાં ભરવાની ચિમકી આપી હતી. સાથોસાથ ખરાઇ વિના ઓડિયો ક્લિપ વાયરલ કરનારા યુવક પાસે માફી પણ મંગાવાઈ હતી. શહેરમાં બાળકચોર ટોળકી ફરી રહી હોવાની અફવા વકરી છે. આ અફવાઓને કારણે ઉમરવાડા, ડી. કે.એમ. સર્કલ અને લિંબાયતના ગોવિંદનગરમાં નિર્દોષ લોકો ભીડની રોષનો ભોગ બન્યા હતા. પોલીસે બે ગુનામાં ભીડ વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો હતો છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ રીતે બાળકો ચોરી કરવા ગેંગ ફરતી હોવાની અફવા છે. તાજેતરમાં મોટા વરાછામાં ચાર બાળકીઓનું અપહરણ થયાની તથા સિટીલાઇટ પરથી બાળકો ચોરાની અફવા વકરી છે. વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ઓડિયો વાયરલ કરી લોકોમાં ગભરાટ-ઉચાટ ફેલાવાઈ રહ્યો છે. પોલીસે ખોટો મેસેજ ફેલાવનાર સામે કાર્યવાહી કરી ત્યારે ક્રાઈમ બ્રાંચે ફેક મેસેજ કે ઓડિયો-વીડિયો વાયરલ કરનારા તત્ત્વો સામે કડક પગલાં ભરવાની ચિમકી આપી હતી. પોલીસે અપીલ પણ કરી હતી કે, કોઇપણ મેસેજ કે કિલપ ખરાઈ કર્યા વિના વાયરલ કરવી નહિ. દરમિયાન ઓડિયો વાયરલ કરનારા એક યુવકને અટકાયતમાં લઈ તેની પાસે માફી મંગાવી તે અંગેનો વીડિયો પણ વાયરલ કરાયો હતો. આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠામાં લોકોને કરોડપતિ બનવાનું સ્વપ્ન દેખાડનાર લકી ડ્રોનો માસ્ટર માઇન્ડ અશોક માળી ઝડપાયો

Read Full Story arrow_forward