android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: જિલ્લાની આખરી મતદાર યાદી પ્રસિધ્ધ
calendar_today February 18, 2026

Surendranagar: જિલ્લાની આખરી મતદાર યાદી પ્રસિધ્ધ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રીવીઝનની કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસીધ્ધ થઈ છે. સમગ્ર રાજય સાથે તા. 17-2-26મીને મંગળવારના રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ થતા કલેકટર કચેરીમાં સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં આખરી મતદાર યાદીના આંકડા આપતા જિલ્લા મુખ્ય ચૂંટણી અધીકારી અને કલેકટરે જણાવ્યુ કે, સમગ્ર પ્રક્રીયા દરમિયાન જિલ્લામાં 99 મતદારોનો ઘટાડો થયો છે.ગુજરાત સહિત દેશના 12 રાજયોમાં દેશના ચૂંટણી પંચ દ્વારા સ્પેશ્યલ ઈન્સેટીવ રીવીઝનની કામગીરી ગત નવેમ્બર માસમાં ચાલુ કરવામાં આવી હતી. જેમાં જિલ્લાની પ વિધાનસભા બેઠકો પર આ કામગીરીમાં જિલ્લા ચૂંટણી વિભાગના સ્ટાફ ઉપરાંત 1500થી વધુ બુથ લેવલ ઓફીસર રોકાયા હતા. એન્યુમેરેશન ફોર્મના કલેકશન અને ડીજીટલાઈઝેશનની કામગીરી બાદ ફોર્મ નં. 7ની કામગીરી શંકાના દાયરામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મતદારોના નામ કમી થવાની રાવ સાથે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી, રજુઆત કરી તાજેતરમાં હાઈવે ચક્કાજામ પણ કરાયા હતા. ત્યારે તા. 17-2ના રોજ સમગ્ર રાજયની સાથે સાથે જિલ્લામાં પણ SIRની કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસીધ્ધ થઈ છે. આ અંગે માહીતી આપવા માટે મંગળવારે સાંજે કલેકટર કચેરીમાં પહેલા રાજકીય પક્ષોના પ્રતીનીધીઓ સાથે બેઠક યોજાઈ હતી. બાદમાં પત્રકારોને માહીતી આપતા કલેકટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધીકારી કે.એસ.યાજ્ઞીક અને નાયબ જિલ્લા ચૂંટણી અધીકારી સુદીપકુમાર શાહે જણાવ્યુ કે, એસઆઈઆરની કામગીરી પહેલા તા. 19-12-25ના રોજ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર 13,44,959 મતદારો હતા. જયારે આ કામગીરી પુરી થયા બાદ હવે 13,44,860 મતદારો નોંધાયા છે. આમ, સમગ્ર કાર્યવાહીમાં 99 મતદારોનો ઘટાડો થયો છે. મતદાર યાદી સુધારણાની કામગીરીમાં 21,316 નવા મતદારોનો ઉમેરો થયો છે. જયારે 21,415 મતદારોના નામ કમી થયા છે. કલેકટરે જણાવ્યુ કે, જિલ્લામાં મતદાર યાદી સુધારણાની કામગીરી સંપુર્ણ પારદર્શી કરાઈ છે. એકપણ મતદાર પોતાના મતાધીકારનો ઉપયોગ કરવાથી વંચીત ન રહે તે અંગે ખ્યાલ રખાયો છે. ચૂંટણી પંચની વેબસાઈટ પર આ મતદારયાદી ઓનલાઈન મુકવામાં આવી છે. જેમાં મતદારો પોતાના નામની ખરાઈ કરી શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ધો. 10-12 બોર્ડની પરીક્ષાનો ધમધમાટ, કેન્દ્રના સ્થળ સંચાલકોની બેઠક યોજાઈ
calendar_today February 18, 2026

Surendranagar: ધો. 10-12 બોર્ડની પરીક્ષાનો ધમધમાટ, કેન્દ્રના સ્થળ સંચાલકોની બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજયમાં તા. 26-2થી બોર્ડના વિદ્યાર્થીઓની કસોટી શરૂ થનાર છે. ત્યારે ઝાલાવાડમાં પરિક્ષાની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં બોર્ડની પરીક્ષા કેન્દ્રના સ્થળ સંચાલકોને પરીક્ષાને લઈને વિવિધ માહીતી આપવા માટે તા. 17-2ના રોજ શહેરના કડવા પાટીદાર શૈક્ષણીક સંકુલમાં આવેલ કે.પી.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝા, ધો. 12ની પરીક્ષાના ઝોનલ કે.એન.બારોટ, ધો. 10ના ઝોન-1ના ઝોનલ અધીકારી ભરતભાઈ પરમાર, ઝોન-2ના ઝોનલ અધીકારી બીપીનભાઈ પટેલે સ્થળ સંચાલકોને પરીક્ષાલક્ષી માહીતી આપી હતી. જેમાં પરીક્ષાની ગોપનીયતા જાળવવા માટે લેવાતા જરૂરી પગલાઓ, પરિક્ષાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, ગેરરીતી નીવારવા વિગતવાર માહીતી અપાઈ હતી. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ પર પ્રતીબંધ સહિતની બાબતો જણાવાઈ હતી. બીજી તરફ તા. 26-2થી શરૂ થતી પરીક્ષામાં રાજયના શિક્ષણ બોર્ડે તા. 17-2ને બપોરે 3 કલાકથી બોર્ડની પરિક્ષા આપતા છાત્રોની હોલ ટીકીટ ડાઉનલોડ કરવાની જાહેરાત કરી છે. જેમાં જે તે શાળાનો ઈન્ડેકસ નંબર, શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર નાંખીને લોગીન કરીને શાળાના બોર્ડના વિદ્યાર્થીઓની હોલટીકીટ ડાઉનલોડ કરવાની રહેશે. આ ઉપરાંત શાળાના જે શિક્ષકોની મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્ર પર પેપર ચેકર તરીકે નીમણુંક થઈને તેઓના ઓર્ડર પણ ઓનલાઈન કરાયા છે. જે પણ શાળા દ્વારા ડાઉનલોડ કરી જે તે શિક્ષકોને આપવા જણાવાયુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: થાનગઢમાં સ્ટેશન રોડ ઉપર બે દુકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસથી ફફડાટ
calendar_today February 18, 2026

Surendranagar: થાનગઢમાં સ્ટેશન રોડ ઉપર બે દુકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસથી ફફડાટ

થાનગઢમાં દેશી દારૂની બદી,ખનીજ ચોરી કરીને ખુલ્લેઆમ ડમ્પર ફરતા હોવા સહિતની કામગીરીથી લોકો ભારે રોષ વ્યકત કરી રહયા છે. એવામાં થાનગઢ નગરનાં રેલ્વે સ્ટેશન રોડ ઉપરની મયુરભાઇ શેઠ અને ફીરોઝભાઇની નાસ્તાની દુકાન સહિતના રાત્રે તસ્કરો દ્વારા તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરાયો છે. આ દ્દશ્યો સીસી કેમેરામાં કેદ થયા છે પરંતુ સદ્નસીબે મોટી ચોરી થતા અટકી ગઇ છે. પરંતુ થાનગઢ પોલીસનું નાઇટ પેટ્રોલિંગ માત્ર કાગળ ઉપર જ થતુ હોય એવુ લાગી રહુયુ છે. તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ત્યારે વેપારીઓની દુકાનમાં ચોરીના પ્રયાસથી થાનગઢના વેપારીઓમાં ફફળાટ વ્યાપી ગયેલ છે. આમ થાનગઢમાં રાત્રે સમયસર નાઇટ પેટ્રોલિંગ શરૂ કરાય એવી માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward