android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી: પાક. ISI અને તમિલનાડુના પૂર્વ પોલીસકર્મીના કાવતરાનો ઈમેઈલમાં ઉલ્લેખ
calendar_today February 17, 2026

Rajkot કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી: પાક. ISI અને તમિલનાડુના પૂર્વ પોલીસકર્મીના કાવતરાનો ઈમેઈલમાં ઉલ્લેખ

રાજકોટની કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાનો એક સનસનાટીભર્યો ઈમેઈલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. આ ધમકીભર્યા ઈમેઈલમાં આંતરરાષ્ટ્રીય કાવતરા અને ગંભીર વિસ્ફોટકોનો ઉલ્લેખ કરવામાં આવતા સમગ્ર શહેરમાં ચર્ચા જાગી છે. ઈમેઈલમાં ચોંકાવનારા દાવા ધમકી આપનાર વ્યક્તિએ ઈમેઈલમાં દાવો કર્યો છે કે તે તમિલનાડુનો પૂર્વ પોલીસકર્મી છે અને તેણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને આ કાવતરું ઘડ્યું છે.તામિલનાડુના પૂર્વ પોલીસે મોકલ્યો ધમકીભર્યો ઈમેઈલઈમેઈલમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમિલનાડુ પોલીસમાં તેની સાથે અન્યાય થયો છે, જેના વિરોધમાં તેણે કોર્ટ બિલ્ડિંગમાં RDX મુક્યું છે અને તેને ઉડાવી દેશે. પોલીસનું મેગા સર્ચ ઓપરેશન ધમકી મળતાની સાથે જ રાજકોટ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડનો કાફલો કોર્ટ પરિસરમાં દોડી ગયો હતો. સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવીને ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી. જોકે, કલાકોની જહેમત બાદ પોલીસ તપાસમાં કોઈ પણ શંકાસ્પદ કે વાંધાજનક ચીજવસ્તુ મળી આવી નથી, જેનાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથીસાયબર ક્રાઈમ દ્વારા તપાસનો ધમધમાટ આ ઈમેઈલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનું મગજ છે તે જાણવા માટે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે ઈમેઈલના આઈપી એડ્રેસ (IP Address) અને સર્વરને ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની તોફાની હરકત અથવા ભય ફેલાવવાનો પ્રયાસ હોવાનું મનાય છે, પરંતુ આંતરરાષ્ટ્રીય એજન્સીના નામનો ઉલ્લેખ હોવાથી પોલીસ કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતી નથી. કોર્ટ જેવા સંવેદનશીલ સ્થળે મળેલી આ ધમકીને પગલે હાલ રાજકોટ કોર્ટની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajpal Yadav : તિહાડ જેલમાંથી મુક્ત થયા રાજપાલ યાદવ, કોર્ટે આપ્યા વચગાળાના જામીન
calendar_today February 17, 2026

Rajpal Yadav : તિહાડ જેલમાંથી મુક્ત થયા રાજપાલ યાદવ, કોર્ટે આપ્યા વચગાળાના જામીન

બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવના પરિવાર અને ચાહકો માટે રાહતના સમાચાર છે. અભિનેતાને ગઈકાલે કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા. આજે તેમને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ ચેક બાઉન્સ કેસના સંદર્ભમાં ઘણા દિવસોથી તિહાર જેલમાં કેદ હતા. ચેક બાઉન્સ કેસમાં 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ રાજપાલ યાદવ 13 દિવસ પછી તિહાર જેલમાંથી બહાર આવ્યા.. કરકરડૂમા કોર્ટે રિલીઝ વોરંટ ઇશ્યું કર્યું હતું. રાજપાલના વકીલના જણાવ્યા અનુસાર, અભિનેતાને ચેક બાઉન્સ કેસમાં વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.  દિલ્હી હાઈકોર્ટે સોમવારે તેમની સજાના વચગાળાના સસ્પેન્શનને 18 માર્ચ સુધી લંબાવ્યું હતું. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની આગેવાની હેઠળની બેન્ચે આદેશ પસાર કરતા યાદવને 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને એટલી જ રકમની એક જામીનગીરી રજૂ કરવા જણાવ્યું હતું.1.5 કરોડ રૂપિયા જમા કરાવ્યા બાદ કોર્ટે સજા સ્થગિત કરી તેણે સજા સ્થગિત કરવાનો આદેશ એ શરતે આપ્યો કે યાદવે 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને તે જ રકમની એક જામીનગીરી જમા કરાવવી પડશે. ખાનગી કંપની મેસર્સ મુરલી પ્રોજેક્ટના વકીલ, એડવોકેટ અવનીત સિંહ સિક્કાએ પુષ્ટિ આપી હતી કે યાદવે બાઉન્સ થયેલા ચેકની રકમ સામે કંપનીના બેંક ખાતામાં 1.5  કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. દિવસની શરૂઆતમાં, યાદવના વકીલ, એડવોકેટ ભાસ્કર ઉપાધ્યાયે રજૂઆત કરી હતી કે તેઓ કોઈપણ શરત વિના, ફિક્સ્ડ ડિપોઝિટ રિસિપ્ટ (FDR) દ્વારા 1.5 કરોડ રૂપિયા જમા કરાવવા તૈયાર છે. જોકે, ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માએ ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) દ્વારા રકમ સબમિટ કરવા જણાવ્યું હતું.કેમ કરવામાં આવી હતી રાજપાલ યાદવ સામે કાર્યવાહી ? આ વિવાદ 2010નો છે, જ્યારે રાજપાલ યાદવે તેમની ફિલ્મ 'અતા પતા લાપતા' માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ, જેના કારણે તે નાણાકીય તંગીમાં મુકાઈ ગયો અને ચુકવણી મુશ્કેલ બની ગઈ. સમય જતાં, ચુકવણી માટે ઇશ્યુ કરાયેલા ઘણા ચેક બાઉન્સ થયા, જેના કારણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી થઈ. Surya Grahan 2026: શનિની રાશિમાં વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ, મેષ સહિત આ 3 રાશિની ખૂલી જશે કિસ્મત

Read Full Story arrow_forward
PM Modi Emmanuel Macron Press Conference: રાફેલ, હેલિકોપ્ટર અને સબમરીન માટે કરાઇ સમજૂતિ, પીએમ મોદી-મૈક્રોનું સંબોધન
calendar_today February 17, 2026

PM Modi Emmanuel Macron Press Conference: રાફેલ, હેલિકોપ્ટર અને સબમરીન માટે કરાઇ સમજૂતિ, પીએમ મોદી-મૈક્રોનું સંબોધન

સ્વાસ્થ્ય ક્ષેત્રે AI મામલે કરાર કરાયા હોવાનું પીએમ મોદીએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યુ હતુ. પીએમ મોદી-મૈક્રોની વચ્ચે મુલાકાત ભારતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૈક્રો 3 દિવસની યાત્રાએ છે. આ પ્રવાસ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે મહત્ત્વના કરારો થવાના છે. બન્ને દેશ વચ્ચે સંયુક્ત ભાગીદારી હાથ ધરાશે. મુંબઇના લોકભવનમાં પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૈક્રો વચ્ચે મુલાકાત થઇ હતી અને બેઠક દરમિયાન મહત્ત્વની સમજૂતિ કરાઇ હતી. પીએમ મોદીએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યુ હતુ કે, ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતાનો આ નવો અધ્યાય છે. ઇમેનુએલ મૈક્રોનું સંબોધન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૈક્રોએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યુ હતુ કે, ભારત અને ફ્રાન્સના સંબંધો તેજ ગતિએ આગળ વઘી રહ્યા છે. ટેક્નોલોજી ક્ષેત્રે વિવિધ સમજૂતિઓ કરાઇ છે. જે આગામી પેઢી માટે મહત્ત્વની સાબિત થશે. મનોરંજન ક્ષેત્રે સહયોગ વધશે. આ ઉપરાંત આર્થિક અને વેપાર ક્ષેત્રે પણ કરાર કરાયા હોવાથી બન્ને દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૈક્રોએ વધુમાં કહ્યુ હતુ કે, દિલ્હીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતો રહીશ. ઉષ્માભર્યુ સ્વાગત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૈક્રો ભારત અને પીએમ મોદીનો ઉષ્માભર્યા સ્વાગત કરવા માટે આભાર માન્યો હતો. હાઇસ્પીડ નેટવર્ક માટે ભારત અને ફ્રાન્સ સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૈક્રોએ કહ્યુ હતુ કે, સોલાર અને એઆઇ ક્ષેત્રે પણ મહત્ત્વના કરાર હાથ ધરાયા છે. સંરક્ષણ ક્ષેત્રે રાફેલ, હેલિકોપ્ટર અને સબમરીન માટે કરાઇ સમજૂતિ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ 

Read Full Story arrow_forward