Income Tax કાયદામાં મોટો ફેરફાર, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી છે કે ઈન્કમ ટેક્સ અધિનિયમની કલમ 150માં વધુ ફેરફાર લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલે કહ્યું કે સુધારેલો કાયદો 1 એપ્રિલથી લાગુ થશે અને ત્યારબાદ ઘણા પેન્ડિંગ એસેસમેન્ટ કેસોને અસર થશે.દેશભરની હાઈકોર્ટમાં લગભગ 18,000 કેસ પેન્ડિંગ સુનાવણી દરમિયાન ઈન્કમ ટેક્સ વિભાગના વકીલે કોર્ટને જણાવ્યું કે આશિષ અગ્રવાલ નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટમાં લગભગ 2000 અને દેશભરની હાઈકોર્ટમાં લગભગ 18,000 કેસ પેન્ડિંગ છે. વિભાગના જણાવ્યા મુજબ 16.5 લાખ કરોડ રૂપિયાથી વધુના રી-એસેસમેન્ટની કામગીરી અટકી છે. આટલી મોટી રકમ કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે. શું કહ્યું કોર્ટે? ચીફ જસ્ટિસે સંકેત આપ્યો કે પ્રસ્તાવિત સંશોધન સંભવત સ્પષ્ટીકરણાત્મક પ્રકૃતિનું હશે. જેમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવી શકે છે કે ફેસલેસ રી-એસેસમેન્ટની માન્યતા કેટલી છે? તેમને કહ્યું કે કાયદો લાગુ થયા બાદ તેની માન્યતાને પડકારવામાં આવી શકે છે અને તે સ્થિતમાં કોર્ટે 3 મહિનાનો 'મોરાટોરિયમ' આપવા પર વિચાર કરી શકે છે, જેથી પક્ષકાર સંશોધનને પડકારી શકે. ન્યાયાધીશ જે.નાગરત્નાએ કહ્યું કે જો સંસદ કોઈ સુધારો લાવે છે જે હાલની સ્થિતિને પ્રભાવિત કરે છે તો કોર્ટને જોવું પડશે કે તેનો પ્રભાવ શું હશે અને તે અગાઉના નિર્ણયના આધારને બદલી નાખે છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ અરજીકર્તાને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જવા માટે રોકી શકાય નહીં. તે તેનો વિકલ્પ છે. જો કેસ પહેલા હાઈકોર્ટમાં જાય તો સુપ્રીમ કોર્ટને ત્યાંના દ્રષ્ટિકોણનો લાભ મળશે.આ પણ વાંચો : Mumbai: લોકભવનમાં PM Modi અને મૈક્રોં વચ્ચે બેઠક, દ્વિપક્ષીય બેઠકમાં જાણો શું થશે ડીલ ?
Read Full Story arrow_forward