android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: અંકિત સોલંકી આત્મહત્યા કેસ મામલે 5 આરોપીઓની ધરપકડ, મુખ્ય આરોપી હજુ ફરાર
calendar_today February 17, 2026

Ahmedabad News: અંકિત સોલંકી આત્મહત્યા કેસ મામલે 5 આરોપીઓની ધરપકડ, મુખ્ય આરોપી હજુ ફરાર

અમદાવાદના વાસણા વિસ્તારમાં બનેલા અંકિત સોલંકી આત્મહત્યા કેસમાં આખરે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ડિસેમ્બર 2025 માં આરોપીઓના અસહ્ય ત્રાસથી કંટાળીને અંકિતે મોતને વહાલું કર્યું હતું. આ કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા, પરંતુ પરિવારના ઉગ્ર આંદોલન બાદ STSC સેલે કાર્યવાહી કરી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પરિવારના આંદોલનનો વિજય અંકિત સોલંકીના આપઘાત બાદ તેના પરિવારજનો ન્યાય માટે સતત લડત આપી રહ્યા હતા.ત્રણ મહિનાથી આરોપીઓને શોધતી હતી પોલીસપોલીસની ઢીલી નીતિ સામે પરિવારે આંદોલન છેડ્યું હતું, જેના પરિણામે લાંબા સમયથી હાથતાળી આપતા આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. જોકે, આ સમગ્ર કાર્યવાહીમાં એક વાત ચોંકાવનારી રહી કે આટલા સંવેદનશીલ કેસમાં આરોપીઓની ધરપકડ કર્યા બાદ મીડિયાની જાણ બહાર જ તેમને ગુપ્ત રીતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી નીલ ઠાકર હજુ પણ પોલીસ પકડથી બહાર આ કેસમાં કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયેલ છે, જેમાંથી 5 ની ધરપકડ થઈ ચૂકી છે. ડિસેમ્બર 2025માં અંકિતે કર્યો હતો આપઘાતપરંતુ, મુખ્ય આરોપી તરીકે જેનું નામ ચર્ચાઈ રહ્યું છે તે નીલ ઠાકર હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ત્રણ મહિના વીતી જવા છતાં પોલીસ હજુ સુધી નીલ ઠાકર સુધી પહોંચી શકી નથી, જેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાની પૃષ્ઠભૂમિ ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2025 માં અંકિત સોલંકીએ આરોપીઓના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. STSC સેલ દ્વારા અત્યારે પકડાયેલા આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે, પરંતુ પરિવારની એક જ માંગ છે કે જ્યાં સુધી નીલ ઠાકરની ધરપકડ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News : દૈનિક કામના કલાકોની મર્યાદા 10 કલાક કરાઈ, જાણો ઓવરટાઈમ કામના કેટલા કલાકો થયા?
calendar_today February 17, 2026

Gandhinagar News : દૈનિક કામના કલાકોની મર્યાદા 10 કલાક કરાઈ, જાણો ઓવરટાઈમ કામના કેટલા કલાકો થયા?

વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજ્યપત્રમાં અગાઉ પ્રસિદ્ધ થયેલા ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમનું સુધારા વિધેયક આજે રજૂ કરવામાં આવ્યું હતું.જેને ગૃહના સભ્યો દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. ઓનલાઇન રજિસ્ટ્રેશન જેવી વિવિધ જોગવાઇ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ 2019માં કામદારોની કામની સ્થિતિમાં સુધારો કરવા,સ્ત્રીઓ માટે નોકરીની વધુ તકો ઊભી કરવા, ધંધો કરવા માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવા, વર્ષમાં 365 દિવસ સંસ્થા ચલાવવાની અને સંસ્થા ખોલવાના અને બંધ કરવાના સમયની સ્વતંત્રતાનો, સ્ત્રીઓને પૂરતી સુરક્ષા અને સલામતીની જોગવાઇઓ સાથે રાતપાળી દરમિયાન કામ કરવાની પરવાનગી, ઓનલાઇન રજિસ્ટ્રેશન જેવી વિવિધ જોગવાઇ કરવામાં આવી છે સ્ટાર્ટ-અપ્સને આગળ વધવામાં વેગ મળશે મંત્રી બાવળીયાએ કહ્યું હતું કે,આજના આધુનિક સમયની માંગ મુજબ અને ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત તેમજ રાજ્યની બદલાતી જતી સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓને અનુરૂપ શ્રમયોગીઓ, વેપારીઓ, માલિકો તથા પ્રજાજનો એમ તમામના હિતોનો તટસ્થ રીતે વિચાર કરીને ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ, 2019માં સુધારો કરવા અંગેનું વિધેયક લાવવામાં આવ્યું છે.આ સુધારાથી કાયદો લાગુ કરવાની જોગવાઈમાં અગાઉ 10 કે તેથી વધારે કામદારોને બદલે હવે 20 કે તેથી વધારે કામદારો ધરાવતી દુકાનો અને સંસ્થાઓને આ કાયદો લાગુ પડશે. આમ, જે દુકાનો અને સંસ્થાઓમાં 20થી ઓછા શ્રમયોગીઓ–કર્મચારીઓ કામ કરતા હોય તેવી દુકાનો અને સંસ્થાઓએ આ કાયદા હેઠળ નોંધણી કરાવવી જરૂરી નથી, પરંતુ ઓનલાઈન જાણ કરવાની રહેશે. જેના પરિણામે હજારો નાના વેપારીઓ, સ્ટાર્ટ-અપ્સને આગળ વધવામાં વેગ મળશે. કામના કલાકોની મર્યાદામાં 9 કલાકથી વધીને 10 કલાક કરાયા મંત્રી બાવળીયાએ કહ્યું હતું કે,સંસ્થાઓના કામકાજના કલાકોમાં વધારો કરવાથી ગ્રાહક સુવિધામાં વધારો થશે. આમ, આર્થિક પ્રવૃત્તિને વેગ મળે અને દેશના આર્થિક વિકાસમાં વધારો કરવાના આશયથી આ સુધારાથી દૈનિક કામના કલાકોની મર્યાદામાં 9 કલાકથી વધીને 10 કલાક કરવામાં આવ્યું છે.આ ઉપરાંત સળંગ કામના કલાકોની મર્યાદા પણ 5 કલાકથી વધીને 6 કલાક કરવામાં આવી છે. આ ઉપરાંત ઓવરટાઇમ કામ કરવાની મહત્તમ મર્યાદા, ત્રણ મહિનામાં કુલ ૧૨૫ કલાક હતી,જે હવેના સુધારામાં વધારીને કુલ 144 કલાક કરવામાં આવી છે, જેનાથી ઉત્પાદકતામાં વધારો થશે.ઉત્પાદકતામાં વધારો થવાથી દુકાનદારોના નફામાં વધારો થતાં,શ્રમયોગીઓની નફામાં સહભાગિતા વધશે અને તેમની આર્થિક સુખાકારીમાં વધારો થશે. આ પણ વાંચોઃ Junagadh News: માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના વાયરલ વીડિયોએ ચર્ચા જગાવી, જાણો શું છે સમગ્ર મામલો?

Read Full Story arrow_forward
Amreli : સૌરાષ્ટ્રમાં મંદિરોને ડિજિટલ માધ્યમથી ટાર્ગેટ બનાવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ
calendar_today February 17, 2026

Amreli : સૌરાષ્ટ્રમાં મંદિરોને ડિજિટલ માધ્યમથી ટાર્ગેટ બનાવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ

અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર મંદિરોને ટાર્ગેટ બનાવી મંદિરોમાંથી ચોરી કરી અને ફરાર થઈ જતી ગેંગના સીસીટીવી સહિતની અનેક તપાસ કરવા છતાં આ ગેંગ ઝડપાતી નહોતી, ત્યારે અમરેલી એલસીબીએ આ મંદિરમાં ચોરી કરતી ગેંગના મુખ્ય 6 સૂત્રધારને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસને પ્રાથમિક પૂછપરછમાં આ ચોર ગેંગ દ્વારા 18 જેટલા મંદિરોમાં ચોરી કરી હોવાની કબુલાત આપી છે અને પકડાયેલા તમામ આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગમાં લીધેલા વાહનો અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કબજે કરાયેલા મુદ્દામાલની વિગત જોઈએ તો રોકડા રૂપિયા 70,695, 6 એન્ડ્રોઈડ મોબાઈલ, યામાહા કંપનીનું એક મોટરસાયકલ તથા બજાજ કંપનીનું ડિસ્કવર મોડેલનું મોટરસાયકલ આમ મળીને કુલ 2,25,695નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને હજુ મુદ્દા માલ જપ્ત કરવાની પૂછપરછ અને કાર્યવાહી હાથ ધરી છે. 18 જેટલી ચોરીની વિગતોની કબુલાત કરી પકડાયેલા આરોપીની વિગત જોઈએ તો આરોપીઓમાં કમલેશ ઉર્ફે કમિસ બામણીયા, બીજો ગોપાલ ઉર્ફે બુડીયો બામણીયા, ત્રીજો નરપતસિંહ સુભાન ઉર્ફે સોબાન ચાવડ, ચોથો બાઈસીંગ પારુભાઇ અર્જુન આર, પાંચમો સીરદાર ઉર્ફે સરદાર મહેરા અને છઠ્ઠો સુરેશ ઉર્ફે કાળુભાઈ બામણીયા આ તમામ મધ્યપ્રદેશના રહેવાસી છે અને હાલ સૌરાષ્ટ્રના જસદણ અને વડીયા તેમજ માલવયા પીપરીયા ગામની સીમમાં મજૂરી કામ કરે છે. આરોપીએ અમરેલી જિલ્લા સહિત અન્ય જિલ્લા અને તાલુકામાંથી 18 જેટલી ચોરીની વિગતોની કબુલાત આપી છે.ચોરી કરવાની નવી સિસ્ટમ સામે આવી પકડાયેલા આરોપી પાસેથી ચોરી કરવાની સિસ્ટમ અંગે આરોપીએ ગુગલ મેપમાં બહારગામ આવેલા અલગ અલગ મંદિરોના લોકેશન સર્ચ કરતા અને લોકેશન મેળવ્યા બાદ ગુગલ મેપમાં સર્ચ કરેલા મંદિરોની રેકી કરતા અને મેપના લોકેશનને આધારે આ ગેંગના સભ્યો ત્યાં જઈ અને મંદિરમાંથી ચોરી કરતા આમ, હવે આ ચોર ગેંગ ક્યાંકને ક્યાંક ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરી અને ચોરી કરવાની નવી સિસ્ટમ સામે આવી છે. હાલ આ તમામ આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે અને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવાની તજવીજ અમરેલી પોલીસે હાથ ધરી છે. આ પણ વાંચો : Junagadh News: માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના વાયરલ વીડિયોએ ચર્ચા જગાવી, જાણો શું છે સમગ્ર મામલો?

Read Full Story arrow_forward