android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Budget 2026: પાણી પુરવઠાને લઇને વર્ષ 2025માં શું કરાઈ મહત્વની જાહેરાત
calendar_today February 17, 2026

Gujarat Budget 2026: પાણી પુરવઠાને લઇને વર્ષ 2025માં શું કરાઈ મહત્વની જાહેરાત

ગુજરાત સરકારના નાણામંત્રી કનુદેસાઇ દ્વારા આ વર્ષે છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. વર્ષ 2025માં પાણી પુરવઠાને લઇને મહત્વની જાહેરાત કરાઈ હતી. રાજ્યના આદિજાતિ વિસ્તારના 14 જીલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પાણી મળી રહે તે માટે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ પાણી પુરવઠો પૂરો પાડવા વિવિધ યોજનાની જાહેરાત કરાઈ હતી. જેમાં વિશેષ કરીને ડાંગ જીલ્લાના કુલ 276 ગામો તથા 3 શહેરોનો સમાવેશ કરાયો હતો. ડાંગ જીલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજીત ₹866 કરોડના કામો પ્રગતિ હેઠળ હોવાનો તંત્ર દ્વારા દાવો કરાયો. સૌરાષ્ટ્રમાં વર્ષ 2025માં ₹1200 કરોડના કામોની જાહેરાતસૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા તેમજ નર્મદા આધારિત માળિયા તથા વલ્લભીપુર બ્રાંચ કેનાલ ઉપરનો આધાર ઘટાડવા અંદાજીત ₹1200 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યુ હતું. ગતવર્ષે સૌરાષ્ટ્રમાં વર્ષ 2025 દરમિયાન પીવાના પાણીની સ્થિતિ મિશ્ર રહી છે. એક તરફ સારા ચોમાસાને કારણે જળાશયોમાં પાણીની આવક થઈ હતી, તો બીજી તરફ ઉનાળા દરમિયાન વિતરણ વ્યવસ્થા અને ભૂગર્ભ જળના સ્તરમાં ઘટાડા જેવા પડકારો જોવા મળ્યા છે. સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ વર્ષ 2025 માં સૌરાષ્ટ્રમાં સરેરાશ 93.55% જેટલો વરસાદ નોંધાયો છે. વર્ષ 2025 માં સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ અગાઉના વર્ષો કરતા સુધરી છે, મુખ્યત્વે નર્મદા કેનાલ અને 'સૌની યોજના' ને કારણે. નળ સે જલ યોજના હેઠળ વર્ષ 2025 સુધીમાં સૌરાષ્ટ્રના મોટાભાગના ગામોને પાઈપલાઈન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાના લક્ષ્યાંક પર કામગીરી તેજ કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પાઈપલાઈનમાં લીકેજને કારણે દૂષિત પાણી આવવાની ફરિયાદો પણ ઉઠી છે, જેના ઉકેલ માટે નવી લેબોરેટરીઓ સ્થાપવામાં આવી રહી છે. પાણી પુરવઠાની સમસ્યાઓના નિવારણ માટે 1916 ટોલ-ફ્રી હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી હતી.આદિજાતિ વિસ્તારમાં  ₹866 કરોડ જોગવાઈની જાહેરાતઆદિવાસી વિસ્તારના ડાંગ જીલ્લાના કુલ 276 ગામો તથા 3 શહેરોનો સમાવેશ કરતી ડાંગ જીલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજીત ₹866 કરોડના કામો પ્રગતિ હેઠળ હતા. ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારો માટે આશરે ₹866 કરોડના ખર્ચે સાકાર થઈ રહેલી 'જૂથ પાણી પુરવઠા યોજના' એ આ વિસ્તારની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટેનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ડાંગના ડુંગરાળ વિસ્તારોમાં ઉનાળા દરમિયાન સર્જાતી પાણીની તંગીને દૂર કરવાનો છે. મુખ્ય ટ્રંક લાઇન અને વિતરણ નેટવર્કનું કામ પ્રગતિમાંઆ યોજના અંતર્ગત મુખ્યત્વે અંબિકા અને પૂર્ણા નદી પરના ચેકડેમ તથા જળાશયોમાંથી પાણી લેવાનું આયોજન છે. નદીઓમાંથી પાણી ઉપાડવા માટે જરૂરી ઇનટેક વેલની કામગીરી મોટાભાગે પૂર્ણતાના આરે છે. મુખ્ય ટ્રંક લાઇન અને વિતરણ નેટવર્કનું કામ પ્રગતિમાં છે. ડુંગરાળી જમીન હોવાથી પાણીને ઊંચાઈ પર ચઢાવવા માટે પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આધુનિક ફિલ્ટરેશન પ્લાન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. પાણીની ગુણવત્તા ચકાસવા માટે લેબોરેટરીની પણ સુવિધા ઊભી કરાઈ છે.આ પણ વાંચો : Gujarat Budget 2026: વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે ગયા વર્ષે શું મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી? જાણો વિગત

Read Full Story arrow_forward
Junagadh News: માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના વાયરલ વીડિયોએ ચર્ચા જગાવી, જાણો શું છે સમગ્ર મામલો?
calendar_today February 17, 2026

Junagadh News: માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના વાયરલ વીડિયોએ ચર્ચા જગાવી, જાણો શું છે સમગ્ર મામલો?

બગદાણાના નવનીત બાલધિયા કેસમાં જામીન પર જેલ બહાર આવેલા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં તેને વીવીઆઈપી સુવિધા આપવામાં આવી હતી અને તે એક ખાનગી બસ લઈને ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન વિવાદ સર્જાતા અનેક સવાલો તંત્ર સામે ઉભા થયા હતાં. હવે ફરીવાર જયરાજ આહિર ફરી ચર્ચામાં આવ્યો છે. જૂનાગઢ મેળામાં જયરાજ આહીર ફરી ચર્ચામાં જૂનાગઢના મેળામાં વિવાદિત ટિકટોક ગર્લ તરીકે ઓળખાતી કીર્તિ પટેલ અને પીઆઈ જે.પી. વરિયાએ સાધુઓની વચ્ચે મૃગી કુંડમાં ડૂબકીઓ લગાવતા વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન કીર્તિ પટેલને મંદિર પરિસરની બહાર લઈ જવામાં આવી નથી. ત્યારે હવે જયરાજ આહિર મેળા દરમિયાન સાધુઓ સાથે જોવા મળ્યો હતો. તેના વાયરલ થયેલા વીડિયોએ ભારે ચર્ચાઓ જગાવી છે. આ વીડિયોમાં તે સાધુ સંતો ચાથે હસીમજાકથી ચાલતો જોવા મળે છે. બીજી તરફ વીડિયોમાં માયાભાઈ આહિર પણ જોવા મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, મેળામાં ખાનગી વાહન લઈને પ્રવેશવા અંગે વિવાદ થયા બાદ જિલ્લા કલેક્ટરના તપાસના આદેશ બાદ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસની તપાસ સામે પણ સવાલો ઉભા થયા છે.આ પણ વાંચોઃ Gandhinagar News : રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા અને સ્થાનિક ડેમ મારફતે પાણી પહોંચે છે : જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ

Read Full Story arrow_forward
Chardham Yatra 2026: ચારધામની યાત્રાની નોંધણી માટે ચૂકવવી પડી શકે છે ફી ! જાણો કેમ ?
calendar_today February 17, 2026

Chardham Yatra 2026: ચારધામની યાત્રાની નોંધણી માટે ચૂકવવી પડી શકે છે ફી ! જાણો કેમ ?

જો તમે ચાર ધામની યાત્રાએ જવાનું વિચારી રહ્યા છો તો પહેલા તો તમારે રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. અને રજિસ્ટ્રેન બાદ પણ ફિટનેસ સર્ટી પણ આપવુ પડે. પરંતુ એવી ઘણી વેબસાઇટ છે જે નોંધણીના નામે શ્રદ્ધાળુઓને ખંખેરી નાંખે છે. ત્યારે આ સમસ્યાને રોકવા માટે એક મોટો નિર્ણય લેવાયો છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યા બાદ શ્રદ્ધાળુઓ આવતા નથી- હોટલ સંચાલકો ચારધામના યાત્રાળુઓએ હવે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા માટે ફી ચૂકવવી પડશે. પહેલા રજિસ્ટ્રેશન ફ્રી હતું. ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ સોમવારે ઋષિકેશ ટ્રાન્ઝિટ કેમ્પ ખાતે હોટેલ એસોસિએશન, ટૂર એન્ડ ટ્રાવેલ યુનિયન અને અન્ય હિસ્સેદારો સાથેની બેઠકમાં આ યોજનાનો ખુલાસો કર્યો હતો. હોટેલ સંચાલકોએ ફરિયાદ કરી હતી કે મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન નોંધણી કરાવે છે પરંતુ યાત્રા પર આવતા નથી. ફેક નોંધણીથી બચવા ફી લેવાનું કરાયુ નક્કી આવી ફેક નોંધણી સાચા યાત્રાળુઓને સ્લોટ મેળવવાથી રોકે છે, અને હોટલમાં બુકિંગ હોવા છતાં, નોંધણીના અભાવે તેઓ તેમની યાત્રા શરૂ કરી શકતા નથી. આ સમસ્યાના ઉકેલ માટે, ન્યૂનતમ ફી સૂચવવામાં આવી છે. ફી કેટલી હશે અને કોણ નક્કી કરશે? કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે છેતરપિંડી અટકાવવા માટે ₹10 ની નજીવી ફીનો પ્રસ્તાવ છે. ફીને અંતિમ સ્વરૂપ આપવા માટે ગઢવાલ વિભાગના એડિશનલ કમિશનરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ એક કે બે દિવસમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે, ત્યારબાદ સરકારની મંજૂરી સાથે અંતિમ ફી નક્કી કરવામાં આવશે. ચાર ધામ યાત્રા માટે શરૂ થશે ચૂંટણી પ્રક્રિયાતીર્થયાત્રા કરવા માંગતા યાત્રાળુઓ માટે આ અઠવાડિયે ઓનલાઈન નોંધણી પોર્ટલ ખુલવાની અપેક્ષા છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે યાત્રાળુઓની કુલ સંખ્યા મર્યાદિત રહેશે નહીં. દરેક યાત્રાળુ માટે યાત્રા માટે નોંધણી ફરજિયાત રહેશે. નોંધણી ફી લાગુ કરવાથી ભીડનો સચોટ અંદાજ મળશે, જેનાથી હોટલ અને પરિવહન વ્યવસ્થામાં સુધારો થશે.સરકાર માને છે કે આ પગલું ચારધામ યાત્રા દરમિયાન ઋષિકેશથી કેદારનાથ અને બદ્રીનાથ સુધી થતી અનિયંત્રિત ભીડને નિયંત્રિત કરશે અને સ્થાનિક માળખાગત સુવિધાઓ પરનું દબાણ પણ ઘટાડશે.

Read Full Story arrow_forward