android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ajit Pawar Plane Crash કેસની CBI કરે તપાસ, પત્ની સુનેત્રા પવારે કરી માગ
calendar_today February 17, 2026

Ajit Pawar Plane Crash કેસની CBI કરે તપાસ, પત્ની સુનેત્રા પવારે કરી માગ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન સુનેત્રા પવાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સુનિલ તટકરેએ અજિત પવારના મોતની તપાસ CBI પાસે કરાવવાની માગ કરી છે. બંને નેતાઓએ આ સંબંધમાં કહ્યું કે આ ઘટનાની પાછળનું સત્ય સામે આવવું જરૂરી છે.પાર્ટી અને પરિવાર આ મામલે પારદર્શિતા ઈચ્છે છે અજિત પવારના નિધન બાદ ઉભી થઈ રહેલી શંકાને જોતા સુનેત્રા પવાર અને સુનિલ તટકરેએ તપાસ કેન્દ્રીય એજન્સી પાસે કરાવવાનું કહ્યું છે. તેમને કહ્યું કે પાર્ટી અને પરિવાર આ મામલે પારદર્શિતા ઈચ્છે છે. તેમને રાજ્ય સરકાર અને કેન્દ્રને અપીલ કરી છે કે આ ઉચ્ચ સ્તરીય તપાસને તાત્કાલિક મંજૂરી આપવામાં આવે, જેનાથી કોઈ પણ પ્રકારના ષડયંત્રની સંભાવનાની પુષ્ટી થઈ શકે. હાલમાં રાજ્યમાં આ મુદ્દે અનેક ચર્ચાઓ થઈ રહી છે. અજિત પવાર સાથે જોડાયેલી દુર્ઘટનાની CBI તપાસ માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સામે એક પ્રેઝેન્ટેશન બતાવવામાં આવ્યું. આ દરમિયાન અનેક નેતાઓ હાજર રહ્યા હતા. અગાઉ ધારાસભ્ય રોહિત પવારે સવાલ ઉઠાવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ પહેલા NCPના ધારાસભ્ય રોહિત પવારે પણ આરોપ લગાવ્યો હતો કે ગયા મહિને થયેલા દુ:ખદ પ્લેન ક્રેશમાં અનેક શંકા છે. જેમાં તેમના કાકા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારનું નિધન થયું હતું. તેમને ઘણી એક્સપર્ટ એજન્સીઓ પાસે સમગ્ર કેસની તપાસની માગ કરી છે. તેમને એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે 28 જાન્યુઆરીએ બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ ઘણી શંકાઓ ઉભી કરી છે. શું આ એક દુર્ઘટના હતી કે એક અકસ્માત? સમગ્ર મહારાષ્ટ્ર આ વાત પર સવાલ ઉઠાવી રહ્યો છે.આ પણ વાંચો : Income Tax કાયદામાં મોટો ફેરફાર, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી

Read Full Story arrow_forward
Gandhinagar News: ‘ચૂંટણી પંચ નિષ્પક્ષ છે, વિપક્ષ બિનજરૂરી કાગારોળ કરવાનું બંધ કરે’ ભાજપ પ્રવક્તા ડો. અનિલ પટેલ
calendar_today February 17, 2026

Gandhinagar News: ‘ચૂંટણી પંચ નિષ્પક્ષ છે, વિપક્ષ બિનજરૂરી કાગારોળ કરવાનું બંધ કરે’ ભાજપ પ્રવક્તા ડો. અનિલ પટેલ

ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા ડો. અનિલ પટેલે મતદાર યાદી સુધીકરણ અને વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ડ્રાફ્ટ યાદી જાહેર થતા જ હવે ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ થઈ ગયું છે. ચૂંટણી પંચની સ્વાયત્તતા અને પારદર્શિતા ડો. અનિલ પટેલે જણાવ્યું હતું કે, આઝાદી પછી મતદાર યાદી સુધીકરણનો કાર્યક્રમ અનેક વખત યોજાયો છે.ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે આપી પ્રતિક્રિયાઘણીવાર યાદીમાં ડુપ્લિકેશન થતું હોય છે, પરંતુ તેની તપાસ અને સુધારો સમયાંતરે કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, ચૂંટણી પંચ ફોર્મ નંબર 7નું યોગ્ય વેરિફિકેશન કરે છે અને સંપૂર્ણ નિષ્પક્ષ રીતે કામગીરી કરે છે. વિપક્ષ જે કાગારોળ કરી રહ્યો છે તે માત્ર પાયાવિહોણી છે. વિપક્ષના આક્ષેપો પર પ્રહાર વિપક્ષ અને કોંગ્રેસ દ્વારા ફોર્મ નંબર 7 અને મતદારોના નામ કમી કરવા બાબતે જે વિવાદસ્પદ રજૂઆતો કરવામાં આવી હતી.ડુપ્લિકેશન પણ થતું હોય છે : અનિલ પટેલ તેના પર અનિલ પટેલે વળતો પ્રહાર કરતા કહ્યું કે: સુધીકરણની પ્રક્રિયા બાદ કેન્સલ થયેલા મતોની સંખ્યા ઓછી છે. જો હજુ પણ કોઈનું નામ રહી ગયું હોય, તો તે ફોર્મ ભરીને પોતાનું નામ દાખલ કરાવી શકે છે. વિપક્ષ માત્ર બિનજરૂરી મુદ્દાઓ ઉપાડે છે જેને લોકશાહીમાં કોઈ સ્થાન નથી. સંગઠનની તાકાત પર ભરોસો અંતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણી સંગઠનની તાકાત અને સરકારની લોકકલ્યાણની કામગીરીના આધારે જીતે છે. વિપક્ષે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓ વિરુદ્ધ કાગારોળ કરવાને બદલે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Navsari News: ઐતિહાસિક ઉનાઈ મંદિરમાં ભગવાન રામ માટે ભક્તોના ધરણાં, જાણો કેમ ભક્તોની લાગણી દુભાઈ
calendar_today February 17, 2026

Navsari News: ઐતિહાસિક ઉનાઈ મંદિરમાં ભગવાન રામ માટે ભક્તોના ધરણાં, જાણો કેમ ભક્તોની લાગણી દુભાઈ

નવસારીના ઉનાઈમાં રામભક્તો રામ માટે ધરણાં પર બેઠા હતાં. વાંસદાના યાત્રાધામ ઉનાઈ મંદિરમાં રામભક્તોએ ધરણાં કર્યા હતાં. બે વર્ષ અગાઉ મુખ્યમંત્રી દ્વારા મંદિરના જિર્ણોદ્ધાર માટે ખાત મૂહૂર્ત કર્યું હતું તેમ છતાં તેનું કામ ટલ્લે ચડ્યું છે. કામમાં વિલંબ થતાં જ રામભક્તો મંદિર પરિસરમાં ભેગા થયા હતાં અને રામધૂન બોલાવીને ધરણાં પ્રદર્શન કર્યું હતું. ભાગવાન રામ સાથે સીધો સંબંધ ધરાવતા સ્થાનમાં ભગવાન રામની ઉપેક્ષા થતાં જ ભક્તોની લાગણી દુભાઈ હતી. સ્થાનિકો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો પ્રાપ્ત વિગતો પ્રમાણે નવસારી જિલ્લાના યાત્રાધામ ઉનાઈમાં ઐતિહાસિક રામ મંદિરના જિર્ણોધ્ધારને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે વર્ષ પહેલા આ મંદિરના જિર્ણોદ્ધાર માટેનું ખાતમુહૂર્ત કર્યું હતું. તે છતાંય કામ ચાલુ નહીં થતાં લોકોમાં રોષ ફેલાયો હતો. આજે સ્થાનિકોએ ભેગા થઈને મંદિરમા રામધૂન બોલાવી ધરણાં પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 2022માં 18મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીએ અહીં ખાતમૂહૂર્ત કર્યું હતું. બ વર્ષ જેટલો સમય વીત્યો હોવા છતાં આ ઐતિહાસિક મંદિર હજી જર્જરિત હાલતમાં છે. તંત્રની ઉદાસિનતાને પગલે સ્થાનિકો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો વાંસદામાં ઉનાઈ મંદિરનું વિશેષ મહત્વ છે. માતાજીના મંદિરની પાસે જ ભગવાન શ્રી રામનું મંદિર ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે, ભાજપની સરકારના શાસનમાં રામ મંદિર માટે આંદોલન કરવું પડે તે ગંભીર બાબત છે. તાત્કાલિક આ મંદિરમાં જિર્ણોધ્ધારનું કામ ચાલુ કરવામાં આવે તેવી અમારી માગ છે. આજે વહેલી સવારથી જ સ્થાનિકો દ્વારા મંદિર પરિસરમાં રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો હતો. લેખિતમાં ખાતરી નહીં મળે ત્યાં સુધી ભુખ હડતાળ અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. આ પણ વાંચોઃ Ahmedabad ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન: બાપુનગરના મારામારીના ગુનામાં ફરાર બે પઠાણ ભાઈઓની ધરપકડ

Read Full Story arrow_forward