android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modiએ કર્યુ India AI Impact Summit 2026નું ઉદ્ધાટન, જાણો કેટલા દેશ બન્યા મહેમાન?
calendar_today February 16, 2026

PM Modiએ કર્યુ India AI Impact Summit 2026નું ઉદ્ધાટન, જાણો કેટલા દેશ બન્યા મહેમાન?

દિલ્હીમાં 16થી 20 ફેબ્રુઆરી સુધી India AI Impact Summit 2026નું આયોજન કરાયુ છે. એઆઈની સૌથી મોટી ખાસિયત કઇ ? India AI Impact Summit 2026ની સાથે એઆઇ એક્સપોનું પણ આયોજન કરાયુ છે. આ સમિટમાં લગભગ 65 દેશ સામેલ થયા છે. 600થી વધુ સ્ટાર્ટઅપ્સની ઉપલબ્ધી જોવા મળી છે. પીએમ મોદીએ 16 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ ખુલ્લો મુક્યો છે. તો આ સાથે જ પીએમ મોદી 19 ફેબ્રુઆરીના રોજ સમિટનું ઉદ્ધાટન કરશે. સર્વમ એઆઈની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો ઉપયોગ ઇન્ટરનેટ વિના પણ થઈ શકે છે. તેથી, લોકોને ડેટા ગોપનીયતા વિશે ચિંતા કરવાની જરૂર નથી. મેટાના પેવેલિયનમાં પીએમ મોદીએ વિશેષ ચશ્મા વિશે માહિતી મેળવી પીએમ મોદીએ ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ એક્સ્પોમાં મેટાના પેવેલિયનની મુલાકાત લીધી હતી. તેમણે મેટાના ચશ્મા પાછળની ટેકનોલોજી વિશે શીખ્યા. આ સ્માર્ટ ચશ્મા છે, જે ભારત અને સમગ્ર વિશ્વમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.પીએમે એરટેલના પેવેલિયનની મુલાકાત લીધી હતી. તેમણે નેટવર્ક-આધારિત ઓળખ ટેકનોલોજી વિશે માહિતી મેળવી હતી. એરટેલ આ ટેકનોલોજીની મદદથી યુઝર્સને છેતરપિંડીથી બચાવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ પીએમ મોદી સાથે ઉપસ્થિત ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ એક્સ્પો 2026માં પીએમ મોદી સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા. તેઓ વિવિધ પેવેલિયનની મુલાકાત લીધી હતી. અને એઆઈના ક્ષેત્રમાં થઈ રહેલા કાર્ય વિશે માહિતી એકત્રિત કરી હતી. પીએમ મોદીએ ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ એક્સ્પો 2026 ની મુલાકાત લીધી અને સ્વદેશી સર્વમ એઆઈના વિવિધ મોડેલ્સ વિશે માહિતી એકત્રિત કરી હતી. આ પણ વાંચોઃ Imran Khanને ગુપ્ત રીતે હોસ્પિટલ લઈ જવાનો આરોપ, તહરીક-એ-ઇન્સાફે જીવના જોખમ અંગે વ્યક્ત કરી આશંકા

Read Full Story arrow_forward
Loksabha સચિવાલયે વિશેષાધિકાર ભંગ મામલે Congressના 9 નેતાને નોટિસ ફટકારી
calendar_today February 16, 2026

Loksabha સચિવાલયે વિશેષાધિકાર ભંગ મામલે Congressના 9 નેતાને નોટિસ ફટકારી

નવ કોંગ્રેસ નેતાઓને વિશેષાધિકાર ભંગ અને ગૃહના તિરસ્કારની નોટિસ ફટકારી હતી. 9 નેતા પાસે 3 દિવસમાં માગ્યો જવાબ પીએમ મોદી અને સ્પીકરની AI જનરેટેડ વીડિયો અંગે લોકસભા સચિવાલયે વિશેષાધિકાર ભંગ મામલે કૉંગ્રેસના 9 નેતાને નોટિસ ફટકારી છે. કૉંગ્રેસ સંચાર વિભાગના 9 નેતા પાસેથી 3 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. નોટિસ ફટકારવામાં આવેલા નવ નેતાઓમાં જયરામ રમેશ, પવન ખેરા, સુપ્રિયા શ્રીનાતે અને સંજીવ સિંહનો સમાવેશ થાય છે. તેમને ત્રણ દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ કોંગ્રેસ નેતાઓ પર પીએમ મોદી અને સ્પીકર ઓમ બિરલાનો એઆઈ-જનરેટેડ વીડિયો શેર કરવાનો આરોપ છે. કોંગ્રેસના સંચાર વિભાગના નવ કોંગ્રેસ નેતાને નોટિસ લોકસભા સચિવાલયે પીએમ મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલાના એઆઈ-જનરેટેડ વીડિયો અંગે કોંગ્રેસના સંચાર વિભાગના નવ કોંગ્રેસ નેતાઓને વિશેષાધિકાર ભંગ અને ગૃહના તિરસ્કારની નોટિસ ફટકારી છે. નોટિસ ફટકારવામાં આવેલા નવ નેતાઓમાં જયરામ રમેશ, પવન ખેરા, સુપ્રિયા શ્રીનાતે અને સંજીવ સિંહનો સમાવેશ થાય છે. તેમને ત્રણ દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ કોંગ્રેસ નેતાઓ પર પીએમ મોદી અને સ્પીકર ઓમ બિરલાનો એઆઈ-જનરેટેડ વીડિયો શેર કરવાનો આરોપ છે. સ્પીકરનો ડીપફેક વીડિયો વાયરલ જયરામ રમેશ, પવન ખેરા, સુપ્રિયા શ્રીનાતે અને સંજીવ સિંહ સહિત નવ નેતાઓને ત્રણ દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. સપ્ટેમ્બર 2025 માં, બિહાર કોંગ્રેસના સત્તાવાર હેન્ડલ પરથી 36 સેકન્ડનો એઆઈ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં પીએમ મોદીની સ્વર્ગસ્થ માતા તેમના રાજકારણની ટીકા કરતી દર્શાવવામાં આવી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં, લોકસભા સ્પીકરનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેમને "આર્થિક સહાયતા સ્વાવલંબન" યોજના હેઠળ ગરીબ પરિવારો માટે ₹12 હજારની જાહેરાત કરતા દર્શાવવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પણ વાંચોઃ PM Modiએ કર્યુ India AI Impact Summit 2026નું ઉદ્ધાટન, જાણો કેટલા દેશ બન્યા મહેમાન?

Read Full Story arrow_forward
Haryana : ફરીદાબાદમાં ફેક્ટરીમાં ભીષણ આગ બાદ થયો બ્લાસ્ટ, 8-10 વાહનો બળીને થયા ખાખ
calendar_today February 16, 2026

Haryana : ફરીદાબાદમાં ફેક્ટરીમાં ભીષણ આગ બાદ થયો બ્લાસ્ટ, 8-10 વાહનો બળીને થયા ખાખ

હરિયાણાના ફરીદાબાદના સેક્ટર 24 સ્થિત એક ફેક્ટરીમાં સોમવારે ભીષણ આગ લાગ્યા બાદ મોટો બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં લગભગ 35થી વધુ લોકો દાઝ્યા હોવાની જાણકારી મળી રહી છે. ઘાયલ થયેલા લોકોમાં 3 પોલીસકર્મી અને 2 ફાયર વિભાગના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. જે રાહત અને બચાવ કામગીરી દરમિયાન આગની ઝપેટમાં આવ્યા છે.દુર્ઘટના બાદ ઘટના સ્થળ પર અફરાતફરી મચી મળતી માહિતી મુજબ આગ લાગ્યા બાદ ફેક્ટરી પરિસરમાં મોટો વિસ્ફોટ થયો છે. જેની ઝપેટમાં આસપાસમાંથી પસાર થઈ રહેલા લોકો પણ આવ્યા છે. દુર્ઘટના બાદ ઘટના સ્થળ પર અફરાતફરી મચી ગઈ છે. સૂચના મળતા જ ફાયર વિભાગની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. ઘાયલ થયેલા લોકોમાંથી ઘણા લોકોને સિવિલ હોસ્પિટલમાં અને ઘણા લોકોને ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તમામ લોકો ડોક્ટરની દેખરેખ હેઠળ છે. પોલીસે બ્લાસ્ટ થવાના કારણોની તપાસ શરૂ કરી બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે ફેક્ટરીની બહાર ઉભા રહેલા 8-10 વાહન પણ બળીને ખાખ થઈ ગયા છે. પોલીસે કેસ દાખલ કરીને આગ લાગવાનું અને બ્લાસ્ટ થવાના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. જે કંપનીમાં આગ લાગી છે તેનું નામ કાલકા જી લુબ્રિકેન્ટ કંપની છે. આગ ઝડપથી ફેલાઈ ગઈ અને તેના કારણે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ. આ પણ વાંચો : PM Modiએ કર્યુ India AI Impact Summit 2026નું ઉદ્ધાટન, જાણો કેટલા દેશ બન્યા મહેમાન?

Read Full Story arrow_forward