android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadના અમરાઈવાડીમાં યુવક પર હુમલો, મહાદેવ રેલીમાં ધક્કામુક્કી બાદ છરીના ઘા ઝીંક્યા
calendar_today February 16, 2026

Ahmedabadના અમરાઈવાડીમાં યુવક પર હુમલો, મહાદેવ રેલીમાં ધક્કામુક્કી બાદ છરીના ઘા ઝીંક્યા

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં મહાદેવની રેલી દરમિયાન ધક્કામુક્કી થતા એક યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.યુવક પર છરીના ઘા ઝીંક્યા માહિતી મુજબ, રેલી દરમિયાન અચાનક થયેલી ધક્કામુક્કી બાદ વાત ઉગ્ર બની ગઈ હતી. ઉશ્કેરાયેલા ટોળામાંથી કેટલાક લોકોએ યુવક પર છરીના ઘા ઝીંક્યા હતા. હુમલામાં યુવક લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બે હુમલાખોરો સામે ગુનો નોંધ્યો પોલીસે પ્રાથમિક તપાસ બાદ બે હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે અને તેમની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો----      Amreli : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપ્યું, તપાસ દરમિયાન યુવરાજસિંહની ગાડી પર હુમલો કરાયો હોવાનો આરોપ

Read Full Story arrow_forward
Gir Somnath : મહાશિવરાત્રીએ સોમનાથ ધામમાં ભક્તિ અને સેવાનો અનોખો સુભગ સંયોગ, શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટે દિવસ-રાત ભંડારો ચલાવ્યો
calendar_today February 16, 2026

Gir Somnath : મહાશિવરાત્રીએ સોમનાથ ધામમાં ભક્તિ અને સેવાનો અનોખો સુભગ સંયોગ, શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટે દિવસ-રાત ભંડારો ચલાવ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિનાં પુનરુત્થાન સમા સોમનાથ સ્વાભિમાન પર્વની તાજેતરની ભવ્ય ઉજવણી પછીની પ્રથમ મહાશિવરાત્રીએ ભક્તિ અને સેવાનો અનોખો સુભગ સંયોગ રચાયો હતો.વિશેષ ટ્રેન અને બસો મારફતે પણ શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા દેશના અસ્તિત્વ અને ગૌરવનું પર્વ તથા આપણી હજાર વર્ષની યાત્રાનો ઉત્સવ સોમનાથ સ્વાભિમાન પર્વ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. આ પર્વમાં દેશભરમાંથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો સહભાગી થયા હતા. એટલું જ નહિ, દેશના ખૂણે-ખૂણેથી વિશેષ ટ્રેન અને બસો મારફતે પણ શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા.  તમામ વ્યવસ્થાઓ તથા ભોજન પ્રસાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાઇ સૌ યાત્રિકોને રેલ્વે સ્ટેશનથી લઈને મંદિર સુધી પહોંચવાની તમામ વ્યવસ્થાઓ તથા ભોજન પ્રસાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉદારતાથી કરવામાં આવી હતી. સોમનાથ મંદિરના પુન: નિર્માણના 75 વર્ષ પણ થયા 1951માં સોમનાથ મંદિરનું પુન: નિર્માણ થયું ત્યારે નવનિર્મિત સોમનાથ મંદિર સામે ભક્તોને ભોજન પ્રસાદ પિરસવાનો પડકાર હતો. સોમનાથ સ્વાભિમાન પર્વ સાથે સોમનાથ મંદિરના પુન: નિર્માણના 75 વર્ષ પણ થયા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પડકારને અવસરમાં પલટાવવાની વિકસાવેલી કાર્ય સંસ્કૃતિ સોમનાથ ટ્રસ્ટે આ અમૃત વર્ષ સુધીમાં શિવ ભક્તોની દાન સેવા અને જનભાગીદારીથી ચરિતાર્થ કરી છે. નિ:શુલ્ક ભોજન પ્રસાદ સેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષપણાનાં સોમનાથ ટ્રસ્ટનો સોમનાથ દાદાના દર્શને આવેલો “કોઈ ભક્ત ભૂખ્યો ન જાય”નો ધ્યેય પણ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં નિ:શુલ્ક ભોજન પ્રસાદ સેવાથી સાકાર થયો હતો. ભક્તોની સુવિધા માટે સેવાની સરવાણી વહાવી સોમનાથ સ્વાભિમાન પર્વ અવસરે સોમનાથ ટ્રસ્ટે જિલ્લા વહિવટી તંત્રને ખાતરી આપી હતી કે ગમે એટલી સંખ્યામાં ભક્તો આવે, તેમની ભોજન વ્યવસ્થામાં કોઇ કમી નહીં રહે. દેશ ભરના ભક્તો-શ્રદ્ધાળુઓને વહિવટી તંત્રએ દિવસ-રાત ભંડારા ચલાવીને ભોજન પુરુ પાડ્યું હતું અને ભક્તોની સુવિધા માટે સેવાની સરવાણી વહાવી હતી. રાશન પેટે રૂ. 1.08 કરોડનો ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અર્પણ આ ભંડારાના રાશન પેટે રૂ. 1.08 કરોડનો ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રીના પાવન અવસરે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ અને જનરલ મેનેજર ચાવડાએ ગીર-સોમનાથ જિલ્લા વહિવટી તંત્રને અર્પણ કર્યો હતો. આ પણ વાંચો-----      Surat : કુખ્યાત ચિરાગ ગોટીનો પોલીસે વરઘોડો કાઢ્યો, નામચીન ગોટી સામે નોંધાયા 6થી વધુ કેસ

Read Full Story arrow_forward
Jam Khambhaliya હાઈવે પર અકસ્માત: બ્રેકડાઉન થયેલી એસટી બસ પાછળ ટ્રક ધડાકાભેર અથડાયો
calendar_today February 16, 2026

Jam Khambhaliya હાઈવે પર અકસ્માત: બ્રેકડાઉન થયેલી એસટી બસ પાછળ ટ્રક ધડાકાભેર અથડાયો

જામ ખંભાળીયા નજીક નેશનલ હાઇવે પર આજે એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. દાંતા ગામ પાસે ઉભેલી એસટી બસ પાછળ પુરપાટ ઝડપે આવતા એક ટ્રકે જોરદાર ઠોકર મારતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં બસનું રિપેરિંગ કરી રહેલા બે મિકેનિક અને એક કંડક્ટરને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી. ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એક એસટી બસ જામ ખંભાળીયા નેશનલ હાઇવે પર દાંતા ગામ નજીક ટેકનિકલ ખામીને કારણે બ્રેકડાઉન થઈ હતી.ટ્રક અને એસટી વરચે અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્તબસમાં આવેલી ખામીને સુધારવા માટે બે મિકેનિકો કામ કરી રહ્યા હતા અને તેમની સાથે બસના કંડક્ટર પણ હાજર હતા. આ સમયે પાછળથી આવી રહેલા એક ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક ઉભેલી બસ સાથે પાછળના ભાગે અથડાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે રિપેરિંગ કરી રહેલા બંને મિકેનિક અને કંડક્ટર તેની ઝપેટમાં આવી ગયા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. 2 મિકેનિક અને 1 કંડકટરને પહોંચી ઇજાઓ સદનસીબે, અકસ્માત સમયે બસમાં મુસાફરો હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, નહિતર ગંભીર દુર્ઘટના સર્જાઈ શકી હોત. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે પર અકસ્માતને કારણે થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward