android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ, આ કારણોસર આ વખતે સત્રના ત્રીજા દિવસે રજૂ થશે રાજ્યનું બજેટ
calendar_today February 16, 2026

Gandhinagar : વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ, આ કારણોસર આ વખતે સત્રના ત્રીજા દિવસે રજૂ થશે રાજ્યનું બજેટ

ગુજરાત વિધાનસભામાં આજથી વાર્ષિક બજેટ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ 18મી ફેબ્રુઆરીએ વર્ષ 2026-27 માટે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે. જો કે રસપ્રદ વાત એ છે કે આ વખતે બજેટ સત્ર શરુ થયાના ત્રીજા દિવસે રાજ્યનું બજેટ વિધાનસભામાં રજૂ થશે.કનુભાઇ દેસાઇ 18 તારીખે પાંચમી વખત ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ 18 તારીખે પાંચમી વખત ગુજરાત સરકારનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જે ખુબ જ મહત્વપૂર્ણ ગણાય રહ્યું છે. વિધાનસભા સંકુલમાં ચર્ચાતી માહિતી મુજબ આ વર્ષે રાજ્યનું બજેટ 4,00,000 કરોડને પાર કરી શકે તેવી શક્યતા છે. આ વખતે બજેટમાં ગત વર્ષની સરખામણીએ આશરે 15 ટકા વધારો જોવા મળવાની સંભાવના છે. સામાન્ય રીતે બજેટ સત્રના પ્રારંભના બીજા દિવસે અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે જો કે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે બજેટ સત્રના પ્રારંભના બીજા દિવસે અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે. જોકે આ વખતે ફેરફાર કરાયો છે અને સત્ર શરૂ થયા પછી ત્રીજા દિવસે, એટલે કે 18મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે. અગાઉ 17મી ફેબ્રુઆરીને બજેટની તારીખ હતી ઉલ્લેખનિય છે કે વિધાનસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ અગાઉ 17મી ફેબ્રુઆરીને બજેટની તારીખ રાખવામાં આવી હતી. સચિવાલય વર્તુળોમાં ચર્ચા અનુસાર આવતીકાલે ગ્રહણ હોવાને કારણે તારીખ બદલવામાં આવી હોવાનું માનવામાં આવે છે, જોકે આ બાબતે સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરાઇ નથી. બજેટમાં ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓ જોવા મળી શકે આ વર્ષે લોકસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, બજેટમાં ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓ જોવા મળી શકે છે. શહેરી અને ગ્રામ્ય વિકાસ માટે નવી યોજનાઓ, માર્ગ અને પાણી પુરવઠા પ્રોજેક્ટ્સ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધારાની ફાળવણી અને કલ્યાણકારી યોજનાઓની જાહેરાતોની સંભાવના વ્યક્ત થાય છે. ખાસ કરીને ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને લાભરૂપ થવા યોગ્ય પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. આ પણ વાંચો------     Surat : કુખ્યાત ચિરાગ ગોટીનો પોલીસે વરઘોડો કાઢ્યો, નામચીન ગોટી સામે નોંધાયા 6થી વધુ કેસ

Read Full Story arrow_forward
Haryana: 14 દિવસમાં 20 ના મોત, આ ગામને લોકોએ નામ આપ્યું મોતનું ગામ, કારણ જાણીને તમે પણ ડરી જશો!
calendar_today February 16, 2026

Haryana: 14 દિવસમાં 20 ના મોત, આ ગામને લોકોએ નામ આપ્યું મોતનું ગામ, કારણ જાણીને તમે પણ ડરી જશો!

હરિયાણાના પલવલ જિલ્લાનું છૈંસા ગામ હાલમાં એક ભયાનક સ્વાસ્થ્ય કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. જે ગામ ક્યારેય ધમધમતું હતું, ત્યાં આજે સ્મશાન જેવી શાંતિ અને લોકોના ચહેરા પર મૃત્યુનો ડર જોવા મળી રહ્યો છે. છેલ્લા માત્ર બે અઠવાડિયામાં આ ગામના 20 થી વધુ લોકોના મોત નિપજ્યા છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં આ ગામ "મૃત્યુનું ગામ" તરીકે ઓળખાવા લાગ્યું છે. લોકો હવે આ ગામની મુલાકાત લેતા પણ ગભરાઈ રહ્યા છે. લક્ષણો અને બીમારીનું સ્વરૂપ આ રોગચાળાની શરૂઆત સામાન્ય લાગે તેવા લક્ષણોથી થાય છે. દર્દીને પહેલા શરદી, ઉધરસ અને તાવ આવે છે. જોકે, આ સામાન્ય ફ્લૂ જેવા દેખાતા લક્ષણો ટૂંક સમયમાં જ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. તપાસમાં બહાર આવ્યું છે કે મોટાભાગના મૃત્યુ પાછળ હેપેટાઇટિસ બી (Hepatitis B) નો ચેપ જવાબદાર છે. આ ચેપ લીવર પર સીધો હુમલો કરે છે, જેના કારણે દર્દીની હાલત ઝડપથી બગડે છે અને સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજે છે. તંત્રની કાર્યવાહી અને તપાસ પરિસ્થિતિની ગંભીરતાને જોતા વહીવટીતંત્ર સફાળું જાગ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સ્પેશિયલ હેલ્થ કેમ્પ સ્થાપવામાં આવ્યો છે. નોડલ ઓફિસર વાસુદેવ ગુપ્તાના જણાવ્યા અનુસાર, ટીમ ઘરે-ઘરે જઈને લોહીના નમૂના એકત્ર કરી રહી છે. અત્યાર સુધીમાં સેંકડો લોકોના પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેમાં કમળો, હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સીની તપાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જે લોકો પોઝિટિવ મળી આવે છે, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. ચેપ ફેલાવાના સંભવિત કારણો આટલી મોટી સંખ્યામાં લોકોના મોત પાછળ મુખ્યત્વે ત્રણ કારણોની આશંકા સેવાઈ રહી છે: દૂષિત પાણી: ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં સપ્લાય થતું પાણી પીવાલાયક નથી અને તેના કારણે રોગચાળો ફેલાયો છે. નશાની આદત: આરોગ્ય અધિકારીઓને શંકા છે કે ગામમાં ડ્રગ્સના દૂષણને કારણે એક જ સોયનો ઉપયોગ અનેક લોકો દ્વારા કરવામાં આવ્યો હોઈ શકે છે, જે હેપેટાઇટિસ બી ફેલાવવાનું મુખ્ય કારણ છે. સ્થળાંતરિત વસ્તી: ગામમાં ટ્રક ડ્રાઇવરો અને બહારથી આવતા મજૂરોની અવરજવર વધુ હોવાથી અસુરક્ષિત વ્યવહાર પણ એક કારણ હોઈ શકે છે. વર્તમાન સ્થિતિ હાલમાં છૈંસા ગામમાં ભયનો માહોલ છે. વહીવટીતંત્ર લોકોને જાગૃત કરવા અને પરીક્ષણ માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. જોકે, 20 પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હોવાથી આખું ગામ શોકમાં ડૂબેલું છે. તંત્ર હવે યુદ્ધના ધોરણે પાણીના નમૂનાની તપાસ અને ગામમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યું છે જેથી આ 'મોતની સાંકળ' ને તોડી શકાય.આ પણ વાંચોઃ Lifestyle: વાળની તમામ સમસ્યાઓનો રામબાણ ઈલાજ, સરસિયાનું ઓઇલ અને મેથી

Read Full Story arrow_forward
CBSE Board Exam 2026: ધોરણ 10ની પહેલી પરીક્ષા અનિવાર્ય, બોર્ડે જાહેર કર્યું નોટિફિકેશન
calendar_today February 16, 2026

CBSE Board Exam 2026: ધોરણ 10ની પહેલી પરીક્ષા અનિવાર્ય, બોર્ડે જાહેર કર્યું નોટિફિકેશન

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની 10માં અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. આ દરમિયાન CBSE એ 10મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ અંગે એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે. આ વર્ષે CBSE ધોરણ 10 બોર્ડની બે પરીક્ષાઓ યોજવા જઇ રહ્યું છે. જેને લઇને નોટિફિકેશનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓની માગને ફગાવી દેવામાં આવી છે. CBSE એ નોટિફિકેશન બહાર પાડ્યું  CBSE એ પોતાના નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓએ વિનંતી કરી હતી કે તેઓ કોઈ કારણસર ધોરણ 10 બોર્ડની પ્રથમ પરીક્ષામાં જોડાઇ શકશે નહીં. તેથી, તેમને બીજી દસમા ધોરણની બોર્ડ પરીક્ષામાં બેસવાની તક આપવી જોઈએ. CBSE એ પોતાના નવા નોટિફિકેશનમાં વિદ્યાર્થીઓની માંગણીને નકારી કાઢી છે અને સ્પષ્ટ કર્યું છે કે દસમા ધોરણની બે પરીક્ષા પ્રણાલી હેઠળ દરેક વિદ્યાર્થી માટે પ્રથમ પરીક્ષામાં બેસવું ફરજિયાત છે.દરેક માટે પ્રથમ પરીક્ષા ફરજિયાત છે, અને ત્રણ વિષયો લેવા પડશે.CBSE એ સ્પષ્ટ કર્યું છે કે ધોરણ 10 બોર્ડની પરીક્ષાને લઇને સ્પષ્ટતા કરી છે કે દરેક વિદ્યાર્થીએ બોર્ડની પ્રથમ પરીક્ષા આપવી અનિવાર્ય હશે. સીબીએસઇએ એ પણ સ્પષ્ટ કર્યુ છે કે જો કોઇ વિદ્યાર્થી ધોરણ 10 બોર્ડની પ્રથમ પરીક્ષામાં 3 કે તેનાથી વધારે વિષયમાં હાજરી આપતો નથી તો તેણે 10માની બીજી પરીક્ષામાં બેસવાની અનુમતિ નહીં મળે. CBSE અનુસાર, વિદ્યાર્થીઓ 10માં બોર્ડની બીજી પરીક્ષાને વિદ્યાર્થીઓ સપ્લીમેન્ટ્રી એટલે કે ઇમ્પ્રુવ મેન્ટ તરીકે પ્રયોગ કરી શકશે.  જો 10  ધોરણની પહેલી પરીક્ષા ચૂકી જાય તો શું થશે?CBSE એ જણાવ્યું છે કે જો કોઈ વિદ્યાર્થી 10મા ધોરણની બોર્ડની પ્રથમ પરીક્ષા ચૂકી જાય, તો તેને આવશ્યક પુનરાવર્તિત શ્રેણીમાં મૂકવામાં આવશે. આવા વિદ્યાર્થીઓ ફક્ત આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી મુખ્ય પરીક્ષામાં જ બેસી શકશે. દરમિયાન, CBSE એ જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ પ્રથમ પરીક્ષામાં કમ્પાર્ટમેન્ટ પરિણામ મેળવે છે તેમને કમ્પાર્ટમેન્ટ શ્રેણી હેઠળ બીજી પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે. CBSE એ એમ પણ કહ્યું છે કે ધોરણ 10 પાસ કર્યા પછી કોઈ વધારાનો વિષય અલગથી લઈ શકાશે નહીં. બીજી પરીક્ષામાં ત્રણ વિષયોમાં ગુણ સુધારી શકાય છે. CBSE મુજબ બધા વિદ્યાર્થીઓ માટે પ્રથમ 10મા ધોરણની બોર્ડ પરીક્ષામાં બેસવું ફરજિયાત રહેશે. જે વિદ્યાર્થીઓ પહેલી પરીક્ષા પાસ કરશે તેઓ વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને ભાષાઓમાંથી કોઈપણ ત્રણ વિષયોમાં પોતાનો સ્કોર સુધારવા માટે બીજી પરીક્ષામાં બેસવા માટે સક્ષમ હશે. CBSE પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે, "બધા વિદ્યાર્થીઓ માટે પ્રથમ બોર્ડ પરીક્ષામાં બેસવું ફરજિયાત છે. જે વિદ્યાર્થીઓ પાસ થશે અને લાયક બનશે તેમને વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને ભાષાઓમાંથી કોઈપણ ત્રણ વિષયોમાં તેમનું પ્રદર્શન સુધારવાની તક આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પહેલી પરીક્ષામાં ત્રણ કે તેથી વધુ વિષયોમાં ગેરહાજર રહેશે તેમને 'ફરજિયાત પુનરાવર્તન' શ્રેણીમાં મૂકવામાં આવશે અને તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી મુખ્ય પરીક્ષામાં જ બેસી શકશે.ક્યારે બીજી પરીક્ષા લેવાશે ? CBSE દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પહેલી બોર્ડ પરીક્ષાનું પરિણામ એપ્રિલમાં જાહેર કરવામાં આવશે. આ પછી, બીજી બોર્ડ પરીક્ષા માટેનો સમય ખુલશે. આ પરિણામ જાહેર થયાના 10 થી 15 દિવસમાં પૂર્ણ થશે. આ પછી, બીજી બોર્ડ પરીક્ષાનું પરિણામ જૂનના છેલ્લા અઠવાડિયા સુધીમાં પણ જાહેર કરવામાં આવશે. આનો અર્થ એ છે કે બીજી બોર્ડ પરીક્ષા મે મહિનામાં યોજાઈ શકે છે. બીજી બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. બીજી બોર્ડ પરીક્ષા એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ પોતાના ગુણ સુધારવા માંગે છે.કેટલી પરીક્ષાઓ જરૂરી છે? બોર્ડે સ્પષ્ટ કર્યું હતું કે પહેલી બોર્ડ પરીક્ષાને મુખ્ય પરીક્ષા ગણવામાં આવશે, એટલે કે તેમાં બેસવું ફરજિયાત છે. ફક્ત પહેલી પરીક્ષામાં બેસનારા ઉમેદવારોને જ બીજી બોર્ડ પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવશે. હવે પ્રશ્ન એ છે કે શું બે વિષયો ચૂકી ગયેલા ઉમેદવારો હજુ પણ બીજી પરીક્ષામાં બેસવા માટે લાયક બનશે ? બોર્ડે જણાવ્યું છે કે પહેલી બોર્ડ પરીક્ષામાં ત્રણથી વધુ વિષયોમાં બેસવું ફરજિયાત છે. આનો અર્થ એ છે કે ઓછામાં ઓછા ચાર વિષયોની પરીક્ષા આપવી જરૂરી છે. એ નોંધવું જોઈએ કે CBSE ની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી શરૂ થશે. 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પહેલી પરીક્ષા ગણિત વિષયમાં હશે, જ્યારે 12મા ધોરણના વિદ્યાર્થીઓ બાયોટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા, સંસ્કૃત વૈકલ્પિક અને સ્ટેનોગ્રાફીમાં પરીક્ષા આપશે. પરીક્ષા આપતા પહેલા, કૃપા કરીને બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માર્ગદર્શિકા વાંચો.

Read Full Story arrow_forward