android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
India AI Impact Summit 2026: વિદેશી મહેમાનો માટે 'UPI One World' વોલેટ લોન્ચ, હવે ડિજિટલ પેમેન્ટ બન્યું સરળ
calendar_today February 16, 2026

India AI Impact Summit 2026: વિદેશી મહેમાનો માટે 'UPI One World' વોલેટ લોન્ચ, હવે ડિજિટલ પેમેન્ટ બન્યું સરળ

ભારતની રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે આજથી 'ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026'નો ભવ્ય પ્રારંભ થયો છે. આ વૈશ્વિક સંમેલનમાં દુનિયાભરના ટેક નિષ્ણાતો અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય મહેમાનોની સુવિધા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે, જેનું નામ છે 'UPI વન વર્લ્ડ' (UPI One World) વોલેટ.શું છે 'UPI વન વર્લ્ડ' સેવા? સામાન્ય રીતે ભારતમાં UPI વાપરવા માટે ભારતીય બેંક ખાતું અને સ્થાનિક મોબાઈલ નંબર હોવો અનિવાર્ય છે. પરંતુ 'UPI વન વર્લ્ડ' એક એવું પ્રીપેડ ડિજિટલ વોલેટ છે, જે વિદેશી નાગરિકોને આ બધી ઝંઝટમાંથી મુક્તિ આપે છે. હવે 40 થી વધુ દેશોના પ્રતિનિધિઓ કોઈપણ ભારતીય મોબાઈલ નંબર કે બેંક એકાઉન્ટ વગર માત્ર QR કોડ સ્કેન કરીને ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો અનુભવ લઈ શકશે. સેવાનો ઉપયોગ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિદેશી મહેમાનો દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ અથવા ભારત મંડપમ ખાતેના NPCI પેવેલિયન પરથી આ સુવિધા મેળવી શકે છે: નોંધણી: સૌ પ્રથમ નિર્ધારિત UPI એપ્લિકેશન ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. દસ્તાવેજીકરણ: ઓળખ માટે પાસપોર્ટ અને માન્ય વિઝાની વિગતો સબમિટ કરવી પડશે. વેરિફિકેશન: સેલ્ફી અપલોડ કરી અને UPI પિન સેટ કરીને વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થશે. ફંડ લોડિંગ: એકવાર યુનિક UPI ID મળી ગયા પછી, મહેમાનો તેમના આંતરરાષ્ટ્રીય ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા વોલેટમાં પૈસા ઉમેરી શકશે. મર્યાદા: આ વોલેટમાં એક વ્યવહાર દીઠ ₹25,000 ની મર્યાદા છે, જ્યારે મહિનામાં બે વાર લોડિંગ સાથે કુલ ₹50,000 સુધીનો વપરાશ કરી શકાશે. રીફંડ: જો રોકાણના અંતે વોલેટમાં બેલેન્સ બચે, તો તે નિયમો અનુસાર મહેમાનના મૂળ ચુકવણી સ્ત્રોતમાં પરત કરવામાં આવશે. NPCI નો મુખ્ય ઉદ્દેશ્ય આ પહેલ પાછળનો મુખ્ય હેતુ ભારતની 'ફિન્ટેક' તાકાત દુનિયાને બતાવવાનો અને વિદેશી મુલાકાતીઓને સ્થાનિક સ્તરે પેમેન્ટમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવાનો છે. રોકડની લેવડદેવડ કે કરન્સી એક્સચેન્જની માથાકૂટ વગર વિદેશી પ્રતિનિધિઓ હવે ચાની લારીથી લઈને મોટા શોરૂમ સુધી ગમે ત્યાં સહજતાથી ચૂકવણી કરી શકશે. આ સેવા ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા અને પ્રવાસન ક્ષેત્રે એક માઈલસ્ટોન સાબિત થશે.આ પણ વાંચોઃ  Harayana: 14 દિવસમાં 20 ના મોત, આ ગામને લોકોએ નામ આપ્યું મોતનું ગામ, કારણ જાણીને તમે પણ ડરી જશો!

Read Full Story arrow_forward
Junagadh : મહાશિવરાત્રિના મેળામાં કીર્તિ પટેલનો કાંડ, નિરંજન અખાડાના સાધુઓ લાલઘૂમ, તમામ અખાડાને બોલાવી કઠોર કાર્યવાહી કરાશે
calendar_today February 16, 2026

Junagadh : મહાશિવરાત્રિના મેળામાં કીર્તિ પટેલનો કાંડ, નિરંજન અખાડાના સાધુઓ લાલઘૂમ, તમામ અખાડાને બોલાવી કઠોર કાર્યવાહી કરાશે

ભૂતકાળમાં અનેક વખત વિવાદોમાં ઘેરાયેલી અને જેલનો અનુભવ કરી ચૂકેલી કીર્તિ પટેલ ફરીથી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે, કીર્તિ પટેલ મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન દરમ્યાન ભગવો ધારણ કરીને ઘુસી ગઈ હતી. અહીં તેમણે સાધુઓ સાથે 'હર હર મહાદેવ'નો નાદ કર્યો હતો. જો કે તંત્રને જાણ થતાં તેને ત્યાંથી હટાવી દીધી હતીકીર્તિ પટેલ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે પ્રાંત અધિકારીએ જણાવ્યું કે, સાધુ-સંતો સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ અને નીતિ નિયમો અંગે ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો કોઈ ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થયું હોય તો કીર્તિ પટેલ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. એક અન્ય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ વિભાગના સૂત્રો અનુસાર, મૃગીકુંડમાં ઘૂસીને વિવાદ કરનાર કીર્તિ પટેલનો એક અન્ય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત બે મહિલા PI સાથે દાદાગીરી કરતી અને અપશબ્દો બોલતી નજરે પડી છે. આ કાંડને લઈને જુનાગઢના એસપી એ તપાસના આદેશ આપી દીધા છે.  નિરંજન અખાડાના સાધુઓ લાલઘૂમ આ મામલે નિરંજન અખાડાના સાધુઓ લાલઘૂમ જોવા મળ્યા અને કીર્તિ પટેલ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો. અખાડાના સાધુઓએ કહ્યું કે સનાતન ધર્મના વિરોધી કાર્ય કોઈ પણ હાલતમાં ચાલવા નહીં દઈશું. અગાઉ પણ કીર્તિ પટેલ આવી પ્રવૃત્તિ કરી ચૂકી છે. મન ફાવે તેમ બોલવું અને અપશબ્દ બોલવી તેની પ્રકૃતિ છે. તમામ અખાડાને બોલાવી કઠોર કાર્યવાહી સાધુઓએ માંગ કરી છે કે યોગ્ય પગલાં નહીં લેવાય તો તમામ અખાડાને બોલાવી કઠોર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલો હાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે.આ પણ વાંચો-----      Vadodara : પાયોનિયર કોલેજમાં માનસિક ત્રાસના કારણે વિદ્યાર્થીના આત્મહત્યા પ્રયાસથી ચકચાર, 2 પ્રોફેસર સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

Read Full Story arrow_forward
Jamnagar : જિલ્લાના SSC-HSCના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન સેન્ટરો કાર્યરત કરાયા
calendar_today February 16, 2026

Jamnagar : જિલ્લાના SSC-HSCના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન સેન્ટરો કાર્યરત કરાયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાનારી SSC અને HSCની પરીક્ષાઓ આગામી તારીખ 26-02-2026થી 18-03-2026 દરમિયાન યોજાવવાની છે. પરીક્ષાના આ સમયગાળા દરમિયાન જામનગર શહેર તથા જિલ્લાના તમામ તાલુકા મથકોના વિદ્યાર્થીઓ તથા વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન અને સચોટ ઉકેલ મળી રહે તેવા શુભ હેતુથી તાલુકા વાર વિવિધ હેલ્પલાઈન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.અનુભવી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી આ માટે વિદ્યાર્થીઓની સહાય માટે જિલ્લાના શ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાએ માર્ગદર્શન માટે એમ.ટી. વ્યાસ (૯૮૨૪૫ ૧૮૧૯૯), જયસુખભાઈ ચાવડા (૯૮૨૪૨ ૦૬૨૬૪) અને સુરભીબેન પંડ્યા (૯૭૨૬૭ ૧૧૮૬૫) સતત કાર્યરત રહેશે. જામનગર તાલુકાના વિદ્યાર્થીઓ કેશુભાઈ ઘેટિયા (૯૪૨૭૭ ૭૪૧૭૩) અને કમલેશભાઈ શુક્લ (૯૯૧૩૭ ૦૧૭૭૧)નો સંપર્ક કરી શકશે. જ્યારે લાલપુર તાલુકા માટે ડો.કમલેશભાઈ વિસાણી (૭૬૯૮૦ ૯૪૧૪૨) અને વર્ષાબેન ત્રિવેદી (૮૨૦૦૫ ૩૪૦૭૭) સેવા આપશે.​ કાલાવડ તાલુકાના વિદ્યાર્થીઓ માટે જ્યોતિબેન વાળા (૯૪૨૮૨ ૧૬૭૮૮) તથા જ્યોત્સનાબેન દવે (૯૪૨૯૧ ૪૧૩૯૧) માર્ગદર્શન પૂરું પાડશે. ધ્રોલ અને જોડિયા તાલુકા માટે મુકેશભાઈ જોશી (૯૪૨૭૨ ૩૩૧૪૪) અને માલાબેન ઠાકર (૯૪૨૭૨ ૦૭૫૦૩)ની નિમણૂક કરવામાં આવી છે. જામજોધપુર તાલુકાના વિદ્યાર્થીઓ બિંદુબેન ભટ્ટ (૯૪૨૭૯ ૪૪૮૫૫) અને એચ. આર. માલવિયા (૯૯૨૫૮ ૫૯૧૫૮)નો સંપર્ક કરી મૂંઝવણ દૂર કરી શકશે. ઈમરજન્સીની સ્થિતિમાં સ્ટેટ કન્ટ્રોલ નંબર પર કોલ કરી શકાશે સ્થાનિક સેવાઓ ઉપરાંત, રાજ્ય કક્ષાએ મદદ મેળવવા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦ (સવારે 10થી સાંજે 6) ઉપલબ્ધ છે. પરીક્ષાની ચિંતા કે માનસિક તણાવને દૂર કરવા માટે 24 કલાક સેવારત 'જીવન આસ્થા' હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૨૩૩-૩૩૩૦ પર સંપર્ક કરી શકાશે. વધુમાં, વિદ્યાર્થીઓ અને વાલીઓ કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં સ્ટેટ કન્ટ્રોલ નંબર ૯૯૦૯૦ ૩૮૭૬૮ અને ૦૭૯-૨૩૨૨૦૫૩૮ પર પણ સંપર્ક કરી સુવિધા મેળવી શકશે.આ પણ વાંચો : Khambhalia News:કચરાના ડુંગરમાં ભીષણ આગ, ઝેરી ધુમાડાથી લોકો ત્રાહિમામ

Read Full Story arrow_forward