Vadodara News: અણખોલ ગેસ ગળતર દુર્ઘટના, બે કોન્ટ્રાક્ટરો સામે ગુનો દાખલ
વડોદરા નજીક અણખોલ ગામની સીમમાં ડ્રેનેજ લાઈનની ચેમ્બરમાં સર્જાયેલી જીવલેણ દુર્ઘટના મામલે આખરે તંત્ર સફાળું જાગ્યું છે. આ ઘટનામાં બે નિર્દોષ કર્મચારીઓના મોત થયા બાદ, બે ખાનગી કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટરો સામે વરણામા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સુરક્ષાના સાધનોના અભાવ અને બેદરકારીને કારણે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી.ગ્રીસવા ઇન્ફ્રા કન્સ્ટ્રક્શન સામે નોંધાયો ગુનો અણખોલની સીમમાં આવેલી ડ્રેનેજ લાઈનની ચેમ્બરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ ફોલ્ટ રિપેર કરવા માટે બે કર્મચારીઓ, વિપુલ માંગરોળીયા અને અક્ષય, ગટરની ઊંડી ચેમ્બરમાં ઉતર્યા હતા. જોકે, ચેમ્બરમાં જમા થયેલા ઝેરી ગેસના ગળતરને કારણે બંને કર્મચારીઓ ગૂંગળાઈ ગયા હતા અને કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકો અને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ડ્રેનેજ લાઈનની ચેમ્બરમાં થઇ હતી ખામી પોલીસ તપાસ બાદ આ મામલે જયંતિ સુપર કન્સ્ટ્રક્શન અને ગ્રીસવા ઇન્ફ્રા કન્સ્ટ્રક્શન સામે બેદરકારી બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. વરણામા પોલીસે ફરિયાદ નોંધીને જણાવ્યું છે કે, કર્મચારીઓને પૂરતી સુરક્ષા કીટ કે સાધનો પૂરા પાડ્યા વગર જોખમી કામગીરી સોંપવામાં આવી હતી. હાલમાં આ કેસની ઊંડી તપાસ ચાલી રહી છે અને પુરાવાઓ એકત્ર કર્યા બાદ બંને કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward