android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Maha Shivratri 2026:  એશિયાનું સૌથી ઊંચું શિખર જ્યાં પથ્થરોમાંથી સંભળાય છે 'ડમરુ'નો નાદ! જાણો તેના રહસ્ય વિશે..
calendar_today February 15, 2026

Maha Shivratri 2026: એશિયાનું સૌથી ઊંચું શિખર જ્યાં પથ્થરોમાંથી સંભળાય છે 'ડમરુ'નો નાદ! જાણો તેના રહસ્ય વિશે..

હિમાચલ પ્રદેશની શાંત અને મનોહર ખીણો હંમેશા દેવોના નિવાસસ્થાન તરીકે જાણીતી રહી છે. સોલન જિલ્લામાં સ્થિત જટોલી શિવ મંદિર આ માન્યતાને સાર્થક કરે છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ પર અને કુદરતી સૌંદર્યના ખોળામાં બનેલું આ મંદિર એશિયાનું સૌથી ઊંચું શિવ મંદિર માનવામાં આવે છે. ૧૨૨ ફૂટની ગગનચુંબી ઊંચાઈ ધરાવતું આ મંદિર દૂરથી જોતા એવું લાગે છે જાણે વાદળોને સ્પર્શી રહ્યું હોય. સ્થાપત્યની ભવ્યતા અને ઊંચાઈ જટોલી મંદિર તેની વિશિષ્ટ ઉત્તર ભારતીય સ્થાપત્ય શૈલી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિરના નિર્માણમાં દાયકાઓનો સમય લાગ્યો છે, જે તેની જટિલ પથ્થર કોતરણીમાં સ્પષ્ટ દેખાય છે. મંદિરની 122 ફૂટની ઊંચાઈ તેને માત્ર ધાર્મિક રીતે જ નહીં, પણ પર્યટનની દ્રષ્ટિએ પણ એશિયાનું એક મહત્વનું કેન્દ્ર બનાવે છે. પર્વતોની ટોચ પર વાદળોની વચ્ચે આ ભવ્ય શિખર જોવું એ શ્રદ્ધાળુઓ માટે એક અલૌકિક અનુભવ હોય છે. પથ્થરોમાંથી આવતો રહસ્યમય અવાજ આ મંદિરની સૌથી મોટી વિશેષતા અને રહસ્ય તેના પથ્થરોમાં છુપાયેલું છે. સ્થાનિક લોકો અને અહીં આવતા પ્રવાસીઓનો દાવો છે કે જ્યારે મંદિરની દિવાલો અથવા અમુક ખાસ પથ્થરોને હળવેથી થાપટવામાં આવે છે, ત્યારે તેમાંથી પથ્થર જેવો નહીં પણ ઢોલ કે ડમરુ જેવો પોલો અવાજ સંભળાય છે. શ્રદ્ધાળુઓ આ અવાજને ભગવાન શિવની હાજરી અને તેમના ડમરુના પડઘા તરીકે જુએ છે. જોકે, વિજ્ઞાન તેને પથ્થરોની ખાસ આંતરિક રચના અને ધ્વનિ તરંગોની અસર માને છે. કારણ ગમે તે હોય, પણ આ પડઘા ભક્તોની આસ્થાને વધુ દ્રઢ બનાવે છે. પૌરાણિક મહત્વ અને મહાશિવરાત્રીનો મહિમા એવું માનવામાં આવે છે કે પ્રાચીન કાળમાં ભગવાન શિવ પોતે આ પવિત્ર સ્થાન પર આવ્યા હતા અને થોડા સમય માટે અહીં ધ્યાન ધર્યું હતું. આ જ કારણ છે કે જટોલી મંદિર પ્રત્યે લોકોની અપાર શ્રદ્ધા છે. ખાસ કરીને મહાશિવરાત્રીના પવિત્ર દિવસે અહીંનું વાતાવરણ દિવ્ય બની જાય છે. હજારો ભક્તો પહાડી રસ્તાઓ કાપીને 'હર હર મહાદેવ'ના નાદ સાથે અહીં પહોંચે છે. આખી રાત ચાલતો રુદ્રાભિષેક, ભજન-કીર્તન અને હજારો દીવાઓના પ્રકાશથી આખું મંદિર સંકુલ ઝળહળી ઉઠે છે. જટોલી શિવ મંદિર એ માત્ર દર્શન કરવાનું સ્થળ નથી, પણ પહાડોની ઠંડી હવામાં ભક્તિ અને શાંતિનો અનુભવ કરવાનું એક દિવ્ય ધામ છે. જો તમે આધ્યાત્મિકતા અને કુદરતના રહસ્યોના શોખીન હોવ, તો હિમાચલનું આ મંદિર તમારી યાદીમાં ચોક્કસ હોવું જોઈએ.આ પણ વાંચોઃ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે જામફળ, ફેસપેક બનાવીને લગાવી લો

Read Full Story arrow_forward
Bhavnagar News : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગરમાં ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરાયું
calendar_today February 15, 2026

Bhavnagar News : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગરમાં ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરાયું

આ કાર્યક્રમ રાજ્યકક્ષાના કાયદા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. નવનિર્મિત ‘ચેરિટી ભવન’થી ચેરિટી કમિશનર કચેરી અને જાહેર ટ્રસ્ટોની નોંધણી સંબંધિત કામગીરી વધુ સુવિધાસભર અને સુવ્યવસ્થિત બનશે. અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કચેરી ખાતે નાયબ ચેરિટી કમિશ્નર અધિકારીની ચેમ્બેર, કોર્ટ રૂમ, સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ, બાર રૂમ સહિતની સુવિધાઓ હશે.આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, ધારાસભ્ય સર્વે સેજલબેન પંડયા, શિવાભાઈ ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, આગેવાન કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.Kutch News : ભુજની પાલારા જેલમાંથી મોબાઇલ મળ્યો, ભુજ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

Read Full Story arrow_forward
BCA Election 2026: 2068 મતદારો નક્કી કરશે ભાવી, પૂર્વ ક્રિકેટરોએ પણ કર્યું ઉત્સાહભેર મતદાન
calendar_today February 15, 2026

BCA Election 2026: 2068 મતદારો નક્કી કરશે ભાવી, પૂર્વ ક્રિકેટરોએ પણ કર્યું ઉત્સાહભેર મતદાન

બરોડા ક્રિકેટ એસોસિયેશન (BCA) ના વહીવટ માટે આજે રવિવારે વડોદરામાં રસાકસી ભરી ચૂંટણી યોજાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ગરમાગરમ પ્રચાર બાદ આજે આખરે 'રોયલ સત્યમેવ જયતે ગ્રુપ' અને 'રિવાઇવલ 31 ગ્રુપ' આમને-સામને છે. 31 બેઠકો માટે કુલ 62 ઉમેદવારો મેદાનમાં છે, જેમના ભાગ્યનો ફેંસલો 2068 જેટલા મતદારો કરી રહ્યા છે.ચુસ્ત બંદોબસ્ત અને સીસીટીવીની દેખરેખ મતદાન મથક પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે મતદાન મથકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જ્યારે બહારની તરફ લાઈવ સ્ક્રીન મુકવામાં આવી છે. પોલીસ અને ખાનગી સિક્યુરિટીનો પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. મતદાન દરમિયાન બંને જૂથના સમર્થકોએ પ્લે-કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી માહોલ ગરમાવ્યો હતો. કિરણ મોરેનું નિવેદન રિવાઇવલ ગ્રુપના ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ જણાવ્યું હતું કે, મેમ્બર્સનો વિશ્વાસ જીતવો ખૂબ મહત્વનો છે. રિવાઇવલ ગ્રુપે છેલ્લા વર્ષોમાં જે માળખાકીય સુવિધાઓ ઊભી કરી છે તેનાથી લોકો વાકેફ છે. તેમણે વધુમાં ભારત-પાકિસ્તાન મેચ અંગે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે, ટી-20માં ભારતનો પલડું ભારે છે અને આજે ભારતની ચોક્કસ જીત થશે.કોર્નર વિલિયમ્સનું નિવેદન બીજી તરફ, પૂર્વ ક્રિકેટર કોર્નર વિલિયમ્સે પોતાનો મત આપતા જણાવ્યું હતું કે, BCAની ચૂંટણીમાં વોટ કરવો એ મારા માટે સૌભાગ્યની વાત છે. હું ઈચ્છું છું કે વડોદરાના ક્રિકેટનું સ્તર જે વર્ષો પહેલા હતું તે ફરી પરત આવે. તેમણે હાર્દિક પંડ્યાને 'વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડર' અને 'ઈમ્પેક્ટ પ્લેયર' ગણાવી ભારતની જીતની આશા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર, હાલ માત્ર મતદાન યોજાશે, પરંતુ મતગણતરી કે પરિણામ જાહેર કરવા માટે કોર્ટની પૂર્વ મંજૂરી મેળવવી પડશે. આ પણ વાંચો - Vadodara: બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી, રોયલ સત્યમેવ ગૃપ અને રિવાઈવલ ગ્રુપ આમને-સામને

Read Full Story arrow_forward