android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રૂ.509.23 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
calendar_today February 15, 2026

Bhavnagar News : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રૂ.509.23 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

ભાવનગર શહેરના સર્વાંગી વિકાસ, આધુનિકીકરણ તથા આંતરમાળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ. ૫૦૯.૨૩ કરોડના વિવિધ વિકાસ કામો, જેમાં રૂ. ૧૪૦.૮૩ કરોડના ખર્ચે ૩૫ વિકાસ કામોના ખાતમુહૂર્ત તથા રૂ. ૩૬૮.૪૦ કરોડના ખર્ચે ૧ વિકાસ કાર્યનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીમાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બસોના સંચાલન અને મેન્ટેનન્સ માટે અત્યાધુનિક ડેપોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ અંતર્ગત અધેવાડા ખાતે બસોના સંચાલન અને મેન્ટેનન્સ માટે અત્યાધુનિક ડેપોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ યોજનાના ફેઝ-૨ અંતર્ગત ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ કરનાર ભાવનગર મહાનગરપાલિકા ગુજરાતનું સૌપ્રથમ શહેર બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી રહ્યું છે. શહેરને મળેલ નવી બસો ભાવનગરની લાઇફલાઇન બનશે. નાયબ મુખ્યમંત્રીએ ભાવનગરના નાગરિકો વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આભાર વ્યક્તકર્તા વધુમાં જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં એ.સી.બસો નાગરિકોને શીતળતા આપશે તેમજ તકલીફ પાડવા દેશે નહીં. ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અભિનંદન પાઠવ્યા હતા. યુ.એસ. સાથે સફળ ટ્રેડડીલ થવાથી હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગને સીધો ફાયદો થવાનો છે. બસોને તથા ભાવનગરને  સ્વરછ રાખવા તેમજ દીકરીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે તેઓ સંકલ્પ કરવા જણાવ્યું હતું. આ તકે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા એ જણાવ્યું હતું કે, નવી બસ સેવા શરૂ થવાથી સામાન્ય નાગરિકોને દૈનિક મુસાફરીમાં વધુ સુવિધા અને સરળતા મળશે. જાહેર પરિવહન સુવ્યવસ્થિત બનવાથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ હેઠળ રજૂ થયેલું બજેટ ‘વિકસિત ભારત 2047’ ના માર્ગ પર દેશને આગળ ધપાવતું વિઝનરી બજેટ છે. “સૌનો સાથ, સૌનો વિકાસ”ના મંત્ર સાથે દરેક વર્ગને સ્પર્શતું અને સામાન્ય નાગરિકને મુખ્ય પ્રવાહમાં લાવવાનું આદર્શ બજેટ રજૂ થયું છે. ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનો રોલ મોડલ બની રહ્યું છે ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમને રાજ્યમાં વિકાસના નવા આયામો સર કરવા બદલ તેમણે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ભાવનગરમાં આધુનિક ઈ-બસ સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે આ તકે કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું હતું કે PM e-Bus Sewa યોજના હેઠળ રૂ. ૧૮.૨૪ કરોડના ખર્ચે સિવિલ તથા ઈલેક્ટ્રિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે તેમજ અંદાજિત રૂ. ૩૫૦ કરોડનો ખર્ચ (૧૨ વર્ષ માટે ૫૦ બસોના સંચાલન અને મેન્ટેનન્સ માટે) થશે. કેન્દ્ર સરકારશ્રી તરફથી ૧૨ વર્ષ દરમિયાન રૂ. ૧૦૩ કરોડની ગ્રાન્ટ મળશે. વધુમાં જણાવ્યું હતું કે બસ ભાડાના દર નાગરિકોને પોસાય તેવા રાહતદરે નક્કી કરાયા છે. જેમાં ૫ કિ.મી. સુધીના ₹ ૧૦/- ના નજીવા દરે મુસાફરી કરી શકશે. વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી ભાવનગરમાં આધુનિક ઈ-બસ સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ભાવનગર સહિતના આસપાસના ગામડાઓને આવરી લેશે એ મુજબ નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (SDGs) હાંસલ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે આ તકે ઉર્જા રાજ્યમંત્રી અને ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિક ભાઈ વેકરીયા એ જણાવ્યું હતું કે નવી ઈ બસો શરૂ થવાથી કુલ ૧૭ રૂટ દ્વારા શહેરના આંતરિક વિસ્તાર (૯ અર્બન રૂટ) તથા આસપાસના ૧૫ કિ.મી. સુધીના ગ્રામ્ય વિસ્તાર (૮ સબ-અર્બન રૂટ)ને જોડશે. શરૂઆતમાં ૫૦ ઈલેક્ટ્રિક બસો સાથે ૮ રૂટ પર સીટી બસ સેવા શરૂ થશે. આ યોજનાથી આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને મજૂરોને શહેરમાં આવવા-જવા માટે સસ્તી અને સુરક્ષિત પરિવહન સુવિધા મળશે. અંદાજે ૩૦૦૦થી વધુ નાગરિકો દરરોજ આ સેવાનો લાભ લેશે. આ ઇકો-ફ્રેન્ડલી પરિવહન સેવા દ્વારા શહેરમાં પ્રદૂષણમાં ઘટાડો થશે, હવાની ગુણવત્તા સુધરશે તેમજ ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટ રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (SDGs) હાંસલ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.કોમ્પિટિશનના વિજેતાને ચેક વિતરણ કરાયા પી.એમ. ઈ બસ સેવા અંતર્ગત લોગો કોમ્પિટિશનના વિજેતાને ચેક વિતરણ તથા ભાગ લેનારાઓને અને પ્રોત્સાહક ઇનામ વિતરણ કરાયા હતા. આ તકે મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, ધારાસભ્ય સર્વે સેજલબેન પંડયા, શિવાભાઈ ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, આગેવાન કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.Bhavnagar News : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગરમાં ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરાયું

Read Full Story arrow_forward
Amreli: વાડીના અવેડા પર સાત-સાત સાવજોએ તરસ છીપાવી, દ્રશ્યો ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા
calendar_today February 15, 2026

Amreli: વાડીના અવેડા પર સાત-સાત સાવજોએ તરસ છીપાવી, દ્રશ્યો ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા

સૌરાષ્ટ્રના ગીર પંથકમાં એશિયાટિક લાયન્સનો વસવાટ હવે માત્ર જંગલ પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ તેઓ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુક્તપણે વિહાર કરતા જોવા મળે છે. અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકના હુડલી ગામ નજીકથી સિંહોના એક મોટા ટોળાનો અદભૂત વીડિયો સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.અવેડા પર સાત સાવજોની મહેફિલહુડલી ગામની સીમમાં આવેલી એક ખેડૂતની વાડીમાં સિંહોનું આખું ટોળું તરસ છીપાવવા માટે પહોંચ્યું હતું. સામાન્ય રીતે સિંહ એકલા અથવા બે-ત્રણના ગ્રૂપમાં જોવા મળતા હોય છે, પરંતુ અહીં એકસાથે 7 સિંહોનું ટોળું વાડીના પાણીના અવેડા પર પાણી પીતા જોવા મળ્યું હતું. આ દ્રશ્યો જોઈને "સિંહના ટોળા ન હોય" તેવી લોકપ્રિય કહેવત પણ અહીં ખોટી સાબિત થતી જણાય છે.વીડિયો થયો વાયરલવાડીમાં પાણી પીતા સિંહોના આ મનોહર અને શક્તિશાળી દ્રશ્યો ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે સાતેય સિંહો ખૂબ જ શાંતિથી અવેડા પર પાણી પી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ખેતરોમાં રાત્રિના સમયે કામ કરતા ખેડૂતોમાં ફફડાટ પણ વ્યાપ્યો છે.આ પણ વાંચો: Surat: કાર નેહરમાં ખાબકતા મચી ચીસાચીસ, સ્થાનિકોએ રેસ્ક્યુ કરી ચાર લોકોને બચાવ્યા

Read Full Story arrow_forward
Junagadh: ગિરનાર પર માનવ મહેરામણ ઉમટ્યો, માં અંબાના દર્શને ભક્તોનું ઘોડાપૂર
calendar_today February 15, 2026

Junagadh: ગિરનાર પર માનવ મહેરામણ ઉમટ્યો, માં અંબાના દર્શને ભક્તોનું ઘોડાપૂર

જૂનાગઢમાં આયોજિત પરંપરાગત ભવનાથ મહાશિવરાત્રી મેળાની રોનક હવે ગીરનાર પર્વત પર પણ જોવા મળી રહી છે. મેળામાં આવેલા લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર ગિરનાર પર્વતનું આરોહણ કરી રહ્યા છે, જેના કારણે માં અંબાના મંદિર અને છેક દત્ત શિખર સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.ગિરનાર પર્વત પર મહાશિવરાત્રી મેળાની રોનકવહેલી સવારથી જ ગીરનાર પર્વત પર ભાવિકોનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો. સ્થિતિ એવી સર્જાઈ છે કે પર્વતની સીડીઓ પર ચાલવાની જગ્યા પણ ટૂંકી પડી રહી છે. તળેટીથી લઈને અંબાજી મંદિર અને ત્યાંથી છેક દત્ત શિખર સુધી માત્ર માનવ મહેરામણ જ નજરે પડી રહ્યો છે. લાખોની સંખ્યામાં ઉમટેલી આ જનમેદનીને કારણે યાત્રિકોને ઉપર પહોંચવામાં અને દર્શન કરવામાં કલાકોનો સમય લાગી રહ્યો છે.મેળાના પગલે ભારે ધસારોમહાશિવરાત્રીનો મેળો ચરમસીમાએ હોય, દેશ-વિદેશમાંથી આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ ગિરનાર આરોહણનો લ્હાવો ચુકતા નથી. માં અંબાના જયઘોષ સાથે ગિરનારની ગુફાઓ અને શિખરો ગુંજી ઉઠ્યા છે. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છતાં ભક્તોનો ઉત્સાહ જોતા સમગ્ર પર્વત પર ભક્તિમય અફરાતફરી જેવો માહોલ સર્જાયો છે.આ પણ વાંચો: Amreli: વાડીના અવેડા પર સાત-સાત સાવજોએ તરસ છીપાવી, દ્રશ્યો ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા

Read Full Story arrow_forward