android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગુજરાતમાં દેશની સૌપ્રથમ CBDCઆધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ થશે
calendar_today February 13, 2026

Gandhinagar News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગુજરાતમાં દેશની સૌપ્રથમ CBDCઆધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ થશે

ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)ને સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક બનાવવા માટે અનેક લોકકલ્યાણકારી પ્રકલ્પોનો શુભારંભ કરવામાં આવશે. જાહેર વિતરણ ક્ષેત્રે આ તમામ પહેલો દ્વારા ગુજરાત સરકાર 'ડિજિટલ ઇન્ડિયા'ના વિઝનને સાકાર કરી છેવાડાના માનવીને સશક્ત બનાવવાના પોતાના ઉદ્દેશ્યને ઉજાગર કરશે. આ પ્રસંગે જાહેર વિતરણ વ્યવસ્થા અને ગ્રાહકોની બાબતોના કેન્દ્ર સચિવ સંજીવ ચોપરા પણ ઉપસ્થિત રહેશે. રાજ્ય કક્ષાના મંત્રી પૂનમચંદ બરંડા પણ ઉપસ્થિત રહેશે આગામી ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ ને રવિવારના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી આ વિવિધ નવતર પ્રકલ્પોનો પ્રારંભ થશે. આ પ્રસંગે મુખ્ય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રલ્હાદ જોશી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા, કેન્દ્રીય રાજ્ય મંત્રી બી. એલ. વર્મા તેમજ રાજ્ય કક્ષાના મંત્રી પૂનમચંદ બરંડા પણ ઉપસ્થિત રહેશે.  CBDC આધારિત પારદર્શક વિતરણ વ્યવસ્થા CBDC આધારિત પારદર્શક વિતરણ વ્યવસ્થા તેમજ ૧ કિ.ગ્રા પેકિંગમાં કઠોળ વિતરણ યોજના, 'સુપોષિત ગરુડેશ્વર તાલુકો' અભિયાન તથા અન્નપૂર્તિ ગ્રેઇન ATM જેવા વિવિધ પ્રકલ્પોનો મહાનુભાવોના હસ્તે પ્રારંભ થશે. વધુમાં, ગ્રાહકોના હિતોના રક્ષણ અને પારદર્શિતા વધારવા માટે Care Rating અને CERC (કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર) સાથે ઐતિહાસિક સમજૂતી કરાર (MOU) કરવામાં આવશે, જેના દ્વારા રાજ્યમાં 'કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ' અને વિવાદોના ઝડપી નિરાકરણ માટેની નવી વ્યવસ્થા અમલમાં આવશે.  1.CBDC આધારિત પારદર્શક વિતરણ વ્યવસ્થા * ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા અધિકૃત સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) નો ઉપયોગ કરી જાહેર વિતરણ વ્યવસ્થામાં સબસિડી ટ્રાન્સફર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.  * પંજાબ નેશનલ બેંક દ્વારા વિકસિત આ સિસ્ટમમાં લાભાર્થીને તેમના ડિજિટલ વોલેટમાં ટોકન મળશે, જેમાં વસ્તુનું નામ, વજન અને કિંમતની જાણકારી હશે.  * આધાર બેઝ્ડ પ્રણાલીથી સ્માર્ટફોન ધારકો QR કોડથી અને ફીચર ફોન ધારકો OTP દ્વારા અત્યાધુનિક પધ્ધતિથી અનાજ મેળવી શકશે.  * આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરનો સાબરમતી ઝોન, સુરત, આણંદ અને વલસાડના ૨૬,૩૩૩ પરિવારોને આવરી લેવાયા છે.  2. 01 કિલોના સીલબંધ પેકિંગમાં કઠોળ વિતરણ * રાજ્યના NFSA પરિવારોને પ્રોટીનયુક્ત આહાર પૂરો પાડવા માટે હવેથી તુવેરદાળ અને ચણાનું વિતરણ છૂટકને બદલે ૧ કિલોના સ્ટાન્ડર્ડ સીલ પેકિંગમાં કરાશે.  * જેનાથી શુદ્ધતા અને ગુણવત્તા જળવાઈ રહેશે.  3. અન્નપૂર્તિ ગ્રેઇન ATM (સાબરમતી ઝોન, અમદાવાદ) * બેંક ATM ની જેમ જ ૨૪ કલાક અનાજ ઉપલબ્ધ કરાવવા માટે સાબરમતી ઝોન, અમદાવાદ ખાતે 'ગ્રેઇન ATM' શરૂ કરાશે.  * માત્ર ૩૫ સેકન્ડમાં ૨૫ કિલો સુધીનું અનાજ મેળવી શકાશે, જેનાથી વિતરણ વ્યવસ્થામાં સચોટતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણો પ્રસ્થાપિત થશે.  4. ગ્રાહક સુરક્ષા અને પારદર્શિતા માટે MOU * ગ્રાહક હિતોના રક્ષણ માટે બે મહત્વના કરાર થશે.  * જેમાં 'Care Rating' અને 'CERC (Consumer Education and research center)' સાથે મળીને કંપનીઓના રેટિંગ માટે 'કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ' (CRI) તૈયાર કરાશે.  * ઉપરાંત, ગ્રાહકોની ફરિયાદોના ઝડપી અને કોર્ટ બહારના નિરાકરણ માટે 'Conciliation and Pre-litigation Ecosystem' કાર્યરત કરવામાં આવશે.  5. 'ગરિમા પોષણ - સુપોષિત ગરુડેશ્વર તાલુકો' * ખાદ્ય સુરક્ષાથી પોષણ સુરક્ષા તરફ ડગલું માંડતા, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લિમિટેડ (GSCSCL)ના CSR ફંડમાંથી ₹૧.૬૫ કરોડના ખર્ચે નર્મદાના ગરુડેશ્વર તાલુકાને કુપોષણ મુક્ત કરવાનું અભિયાન શરૂ કરાશે.  * આ પ્રોજેક્ટ હેઠળ બે મોડેલ આંગણવાડીઓની સ્થાપના થશે અને કિશોરીઓ તથા સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.  આ પણ વાંચો : Gir Somnath News : સોમનાથના આંગણે મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને 60 ટન રેતીમાંથી તૈયાર થયેલા રેતશિલ્પ નિહાળશે ભકતો

Read Full Story arrow_forward
Riyadh 2026 Asian Lacrosse Games : રિયાધમાં ગુજરાતના ચમકયા સિતારા , હર્ષ નૈયર અને ચિરાગ પંડ્યાએ 'ગોલ્ડ' જીતી રચ્યો ઇતિહાસ
calendar_today February 13, 2026

Riyadh 2026 Asian Lacrosse Games : રિયાધમાં ગુજરાતના ચમકયા સિતારા , હર્ષ નૈયર અને ચિરાગ પંડ્યાએ 'ગોલ્ડ' જીતી રચ્યો ઇતિહાસ

ગુજરાતે ફરી એકવાર ભારતીય રમતગમત ક્ષેત્રમાં પોતાની વધતી શક્તિ સાબિત કરી છે. રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ હર્ષ નૈયર અને ચિરાગ પંડ્યાએ Riyadh 2026 Asian Lacrosse Gamesમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 1 થી 6 ફેબ્રુઆરી દરમિયાન રિયાધમાં યોજાયેલ આ સ્પર્ધામાં ભારતીય પુરુષ લેક્રોસ ટીમે પ્રથમવાર એશિયાઈ સ્તરે સુવર્ણ પદક જીત્યો. સાથે જ ભારતીય મહિલા ટીમે પણ સુવર્ણ પદક મેળવી તે ભારત માટે ગૌરવનો ક્ષણ છે.Riyadh 2026 Asian Lacrosse Gamesભારતનો સફર સંઘર્ષ અને દ્રઢ સંકલ્પની કહાની રહ્યો. ગ્રુપ સ્ટેજમાં પુરુષ ટીમને પ્રથમ મેચમાં સાઉદી અરેબિયા સામે 4-6થી નાજુક હારનો સામનો કરવો પડ્યો. પરંતુ ટીમે શાનદાર વાપસી કરતાં બીજી મેચમાં ઈરાકને 7-5થી હરાવ્યો. સેમિફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 12-7થી પરાજિત કરીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. ફાઈનલમાં ભારતે ફરી એકવાર પ્રભુત્વ જમાવતા ઈરાક સામે 9-2થી ભવ્ય જીત મેળવી સુવર્ણ પદક પોતાના નામે કર્યો અને ઇતિહાસ રચ્યો. યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોતઆ સિદ્ધિ ભારતીય પુરુષ લેક્રોસ ટીમ માટે એશિયાઈ સ્તરે મળેલું પ્રથમ પદક છે, જે દેશમાં આ રમત માટે એક મહત્વપૂર્ણ મોખરું સાબિત થશે. ગુજરાતના ખેલાડીઓ હર્ષ નૈયર અને ચિરાગ પંડ્યાનું યોગદાન રાજ્યની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે વધતી અસરનું પ્રતિક છે. આ જીત માત્ર પદક સુધી મર્યાદિત નથી. તે ભારતભરના લાખો યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે, જે મર્યાદિત સાધનો હોવા છતાં મોટા સપના જોવાની અને તેમને સાકાર કરવાની હિંમત રાખે છે.આ પણ વાંચો : Surat: ઓલપાડના સાયણ પાસે હથિયાર સાથે આરોપી ઝડપાયો, પિસ્તોલ અને મેગેઝિન કબજે

Read Full Story arrow_forward
Gandhinagar News : ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો, વિધાનસભા હવે કલાનું પ્રતિનિધિત્વ પણ કરશે
calendar_today February 13, 2026

Gandhinagar News : ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો, વિધાનસભા હવે કલાનું પ્રતિનિધિત્વ પણ કરશે

ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત વિધાનસભા સંકુલ રાજ્યની પરંપરાગત તથા સાંસ્કૃતિક કલા-કારીગરીના રંગે રંગાઈ ગયું છે. વિધાનસભા સંકુલને ગુજરાતના સમૃદ્ધ કલા વારસાથી રંગવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ વિઝનને સાકાર કરવામાં અગ્રેસર મુખ્યમંત્રી શ્રી ભૂપેંદ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યની પરંપરાગત કલા-કારીગરીને પ્રજાના પ્રતિબિંબ સમાન વિધાનસભા સંકુલમાં સ્થાન આપી એક નવતર પગલું ભરવામાં આવ્યું છે અને આ પગલું સમગ્ર રાજ્યની પરંપરાગત કલા સંસ્કૃતિ તથા તેની સાથે જોડાયેલા હજારો કલા-કારીગરોને તેમના કૌશલને પરંપરાગત રીતે આગળ વધારવા માટે પ્રેરણાબળ પૂરૂં પાડશે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં હસ્તકળા અને હાથશાળ કલા-કારીગરીને સતત પ્રોત્સાહન મળતું રહ્યું છે અને એ જ દિશામાં આગળ વધતાં વિધાનસભા સંકુલને ગુજરાતના સમૃદ્ધ કલા વારસાથી રંગવામાં આવ્યું છે. રાજ્યની કલા-કારીગરીની વૈવિધ્યતા અને વૈભવને પ્રતિબિંબિત કરે છે રાજ્યમાં પરંપરાગત કલા-કારીગરીને જીવંત રાખવાનું કામ કરતાં સરકારી સાહસ ‘ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ (જીએસએચએચડીસી) લિમિટેડની બ્રાન્ડ ‘ગરવી-ગુર્જરી’ રાજ્ય સરકારના આવા હકારાત્મક પ્રયત્નોને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપી રહી છે અને તેની જ પહેલે ગુજરાતના હજારો કલા-કારીગરોનું પ્રતિનિધિત્વ કરતા કલા-કારીગરોને વિધાનસભા સંકુલ તરીકે ગૌરવમય મંચ આપ્યો છે. તેના પગલે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા સંકુલ માત્ર શાસનનું કેન્દ્ર નથી રહ્યું, પણ રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો જીવંત અરીસો બની ગયું છે. આ પહેલ હેઠળ વિધાનસભા સંકુલના વિવિધ વિસ્તારોમાં ગુજરાતની ભાતીગળ અને લોકવારસાની ઝાંખી કરાવતી અનોખી લોકકલાકૃતિઓ કંડારવામાં આવી છે, જે રાજ્યની કલા-કારીગરીની વૈવિધ્યતા અને વૈભવને પ્રતિબિંબિત કરે છે. કુશળતાના આધારે ત્રણ કળાઓની કરાઈ પસંદગી ગરવી ગુર્જરીએ વિધાનસભા સંકુલમાં રાજ્યના કલા વારસાને રજૂ કરવા માટે એક સશક્ત પ્લેટફોર્મ તરીકે કાર્ય કરીયું, રાજ્યના પ્રતિભાશાળી હાથશાળ–હસ્ત્કલા કારીગરોને માર્ગદર્શન, પ્રેઝન્ટેશન અને યોગ્ય તક ઉપલબ્ધ કરાવી. ત્યાર બાદ ગરવી-ગુર્જરીની ટીમ દ્વારા કારીગરોની કળાનું વ્યવસ્થિત પ્રસ્તુતિકરણ તૈયાર કરી રજૂ કરવામાં આવ્યું અને તેમની કુશળતા તથા કળાના સ્તરના આધારે પસંદગી કરવામાં આવી. ગુજરાત વિધાનસભા સંકુલ માટે પસંદ થયેલી મુખ્ય લોકકલાકૃતિઓમાં (1) ગુજરાતનું પરંપરાગત મડ મિરર વર્ક (2) છોટા ઉદેપુરની વારલી આર્ટ તથા (3) અમદાવાદની માતાની પછેડી (પરંપરાગત કલમકારી કળા)નો સમાવેશ થાય છે. આ ત્રણેય લોકકલાકૃતિઓ આજે વિધાનસભા સંકુલના ભીંતો અને વિસ્તારોને શોભા આપી રહી છે અને રાજ્યની સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરી રહી છે. વારલી કલા દ્વારા પ્રાચીન રાજસભાથી આધુનિક વિધાનસભા સુધીની યાત્રા ભીંતો પર કંડારાઈ વિધાનસભા સંકુલમાં વારલી કલા દ્વારા પ્રાચીન રાજસભાથી આધુનિક વિધાનસભા સુધની યાત્રા તથા ગ્રામ્યથી શહેરી વિકાસની ભાવનાત્મક તેમજ દૃશ્યાત્મક ઝાંખી વારલી પેન્ટિંગથી રજુ કરવામાં આવી છે. છોટા ઉદેપુરના પ્રતિભાશાળી વારલી કારીગર અર્ચનાબેન રાઠવાએ વારલી કલાનું પ્રદર્શન કર્યું છે. છેલ્લા 8 વર્ષથી ગરવી ગુર્જરી સાથે જોડાયેલા અર્ચનાબેનને આ કળામાં વર્ષ 2022માં રાજ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિધાનસભા પૂર્વે તેમણે ગુજરાત મેડિકલ ડિપાર્ટમેન્ટ (મેડિકલ ઇમરજન્સી મેનેજમેન્ટ થીમ), કમિશ્નર ઓફ કોટેજ એન્ડ રુરલ ઇન્ડસ્ટ્રીઝ તથા ખાદી થીમ જેવા પ્રોજેક્ટ્સ પર પણ સફળ કામગીરી કરી છે. મુલતાની માટી અને રંગીન કાચનો ઉપયોગ કરીને તૈયાર થતી આ કળા અર્ચનાબેન કહે છે, “ગરવી ગુર્જરીના માર્ગદર્શન હેઠળ વિધાનસભા જેવા ગૌરવપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી; તે મારા માટે ગર્વની વાત છે.”કચ્છી મડ મિરર વર્ક કલા વડે વિધાનસભા સંકુલમાં સાંસ્કૃતિક લોક કલાકૃતિઓ જીવંત કરાઈ વિધાનસભા સંકુલ પર ગુજરાતની પરંપરાગત કચ્છી મડ મિરર વર્ક કળાનો રંગ પણ છવાયો છે. આ કળાને નવી ઓળખ અપાવનાર ગીરીશ એ. પરમાર આજે આ લોકવારસાના અગત્યના કલાકાર તરીકે જાણીતા છે. મુલતાની માટી અને રંગીન કાચનો ઉપયોગ કરીને તૈયાર થતી આ કળા પરંપરાગત રીતે કચ્છના ભૂંગા ઘરોમાં જોવા મળતી હતી, જેને ગીરીશભાઈ આધુનિક અને પ્રતિષ્ઠિત સ્થાનોમાં સફળતાપૂર્વક રજૂ કરી રહ્યા છે. પરંપરાગત કચ્છી કળા પ્રદર્શિત થવી મારા માટે ગર્વની વાત તેઓ 26 જાન્યુઆરીની ટેબ્લો પરેડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે તથા સચિવાલય, અન્ય સરકારી કચેરીઓ અને ગરવી ગુર્જરી માટે અનેક વિશિષ્ટ પ્રોજેક્ટ્સ તેમણે પૂર્ણ કર્યા છે. ગુજરાત વિધાનસભા સંકુલમાં કામ કરવાની તક અંગે ગીરીશભાઈ કહે છે, “હું ગરવી ગુર્જરીનો આભારી છું કે તેમણે મને વિધાનસભા જેવા ગૌરવપૂર્ણ સ્થળે મારી પરંપરાગત મડ મિરર (લીપણ વર્ક) કળા રજૂ કરવાની તક આપી. અહીં દેશભરના અધિકારીઓ અને સામાન્ય જનતા આવે છે, અને એ જગ્યાએ મારી પરંપરાગત કચ્છી કળા પ્રદર્શિત થવી મારા માટે ગર્વની વાત છે.” અમદાવાદી માતાની પછેડી કલાએ સર્જ્યુ પરંપરા-આધુનિકતાનું સંગમ ગરવી ગુર્જરીના માર્ગદર્શન અને વિશ્વાસથી ચિતારા પરિવારે ગુજરાત વિધાનસભા સંકુલમાં અમદાવાદની પ્રાચીન માતાની પછેડી (કલમકારી) કળા રજૂ કરવાની ગૌરવસભર તક મેળવી. વિધાનસભાની દિવાલો પર માતાની પછેડી દ્વારા પરંપરા અને આધુનિકતાનું અનોખું સંકલન રજૂ કરવામાં આવ્યું છે કે જે સાંસ્કૃતિક વારસાને નવી દિશા આપે છે. આ કળાને જીવંત રાખનાર અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ચંદ્રકાંતભાઈ ચિતારા પરંપરાગત કળાના આગવા પ્રતિનિધિ તરીકે ઓળખાય છે. માતાની પછેડી કળા હાલમાં મુખ્યત્વે ચિતારા પરિવાર દ્વારા જ સંરક્ષિત અને આગળ ધપાવવામાં આવી રહી છે, જે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યની કલા-કારીગરીને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું આ પ્રોજેક્ટમાં સહભાગી રહેલા ચંદ્રકાંતભાઈના પુત્રી મિત્તલ ચિતારા કહે છે, ““વિધાનસભા સંકુલમાં કામ કરવાનો અવસર અમારા માટે ગૌરવની ક્ષણ છે. અમારી કલમકારી કળાને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી રહી છે અને જ્યારે અમે અહીં દિવાલ પર કલમકારી પેઇંટિંગ કરી રહ્યા છીએ, ત્યારે લોકો ઉત્સાહથી જોડાઈને કળાને નિહાળી રહ્યા છે. આ કલા માટે અમોને “ગરવી ગુર્જરી” ના માર્ગદર્શન હેઠળ સારો એવો પ્રતિસાદ મળ્યો છે.”નોંધનીય છે કે ગરવી ગુર્જરી દ્વારા કારીગરોને માત્ર બજાર પૂરતું મંચ જ નહીં, પરંતુ પ્રતિષ્ઠિત સરકારી પ્રોજેક્ટ્સમાં ભાગીદારી કરવાની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પ્રયત્નોથી સ્થાનિક કારીગરોની પ્રતિભાને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી રહી છે. ગુજરાતની પ્રાચીન હસ્તકલા આજે વિધાનસભા જેવા ગૌરવપૂર્ણ સંકુલમાં જીવંત બની રાજ્યના સાંસ્કૃતિક વારસાને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહી છે. ગરવી ગુર્જરીનો આ પ્રયત્ન રાજ્યની કલા-કારીગરીને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે.આ પણ વાંચો : Gandhinagar News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગુજરાતમાં દેશની સૌપ્રથમ CBDCઆધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ થશે

Read Full Story arrow_forward