android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Agriculture News : ભીમગઢમાં પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત લઈ હળ ચલાવ્યું અને ગાયનું દોહન કરી ધરતીપુત્રોને પ્રોત્સાહિત કર્યા
calendar_today February 13, 2026

Agriculture News : ભીમગઢમાં પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત લઈ હળ ચલાવ્યું અને ગાયનું દોહન કરી ધરતીપુત્રોને પ્રોત્સાહિત કર્યા

દિવસભરના વ્યસ્ત કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ, તેમણે ચાણપા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું હતું. રાજ્યના સર્વોચ્ચ પદ પર હોવા છતાં, સામાન્ય સુવિધાઓ વચ્ચે તેમનું આ સાદગીસભર રોકાણ સ્થાનિક ગ્રામજનો અને વહીવટી તંત્ર માટે આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બન્યું હતું. ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીના માર્ગે વળવા આહવાન કર્યું રાજયપાલે પ્રવાસના બીજા તબક્કે રાજ્યપાલ ભીમગઢ ગામે મનસુખભાઈ ગોહિલના 'શ્રી રામદેવકૃપા પ્રાકૃતિક ખેતી મોડલ ફાર્મ'ની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રાકૃતિક ખેતીના હિમાયતી એવા રાજ્યપાલે અહીં માત્ર મુલાકાત જ નહોતી લીધી, પરંતુ સ્વયં ખેતીકાર્યોમાં સહભાગી થયા હતા. રાજ્યપાલે ગાયનું દોહન કર્યું હતું અને ખેતરમાં હળ ચલાવીને શ્રમનું મહત્વ સમજાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ખેતરમાં લહેરાતા ટામેટા, પાલક, ઘઉં, ધાણા, મેથી, સૂર્યમુખી અને પપૈયા જેવા વિવિધ પાકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. મનસુખભાઈ દ્વારા અપનાવવામાં આવેલી રાસાયણિક મુક્ત ખેતી પદ્ધતિ જોઈ રાજ્યપાલે સંતોષ વ્યક્ત કર્યો હતો અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીના માર્ગે વળવા આહવાન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો, વિધાનસભા હવે કલાનું પ્રતિનિધિત્વ પણ કરશે

Read Full Story arrow_forward
Kutch: સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી કરતી ત્રિપુટી ઝડપાઈ, LCBએ નકલી સોનાના બિસ્કિટ કબ્જે કર્યા
calendar_today February 13, 2026

Kutch: સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી કરતી ત્રિપુટી ઝડપાઈ, LCBએ નકલી સોનાના બિસ્કિટ કબ્જે કર્યા

કચ્છ જિલ્લામાં સસ્તા સોના અને નકલી ચલણી નોટોની લાલચ આપી નિર્દોષ લોકોને છેતરતી એક રીઢી ગેંગનો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ગુનામાં વપરાયેલી સામગ્રી કબ્જે કરી છે.ડિજિટલ યુગમાં નવી ઠગાઈઆ ટોળકી અત્યંત શાતિર રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી હતી. તેઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમો પર નકલી ચલણી નોટોના બંડલ અને સોનાના બિસ્કિટના વીડિયો અપલોડ કરતા હતા. આ વીડિયો જોઈને લલચાઈને સંપર્ક કરતા લોકોને તેઓ સસ્તા ભાવે સોનું આપવાનું કહી વિશ્વાસમાં લેતા અને ત્યારબાદ અસલી રોકડ રકમ પડાવી નકલી સોનું પધરાવી દઈ ફરાર થઈ જતા હતા.પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલબાતમીના આધારે પશ્ચિમ કચ્છ એલ.સી.બી.ની ટીમે છટકું ગોઠવીને આ ત્રિપુટીને દબોચી લીધી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી નકલી સોનાના બિસ્કિટ.ગુનામાં વપરાયેલી એક કાર.સોશિયલ મીડિયા હેન્ડલ કરવા માટેના મોબાઇલ ફોન મુદ્દામાલ મળી આવ્યો છે.આ પણ વાંચો:Navsari: અમલસાડમાં લગ્નના જમણવારમાં હલવો-પુરી અઘરા પડ્યા, 150 કરતા વધારે લોકો હોસ્પિટલ ભેગા 

Read Full Story arrow_forward
ગુજરાત વિધાનસભાના ભીંતચિત્રોમાં ધબકશે રાજ્યની સંસ્કૃતિ: 'ગરવી ગુર્જરી'નો અનોખો પ્રયાસ
calendar_today February 13, 2026

ગુજરાત વિધાનસભાના ભીંતચિત્રોમાં ધબકશે રાજ્યની સંસ્કૃતિ: 'ગરવી ગુર્જરી'નો અનોખો પ્રયાસ

ગુજરાતની લોકશાહીનું મંદિર એવી ગુજરાત વિધાનસભા હવે રાજ્યના ભવ્ય સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ બની છે. આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થતા બજેટ સત્ર પૂર્વે વિધાનસભા સંકુલને રાજ્યની પ્રાચીન અને પરંપરાગત કલા-કારીગરીથી સજાવવામાં આવ્યું છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી' વિઝનને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની હસ્તકલાને વિધાનસભામાં ગૌરવવંતું સ્થાન આપ્યું છે. 

Read Full Story arrow_forward