android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand : ખંભાત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની 12 દિવસથી હડતાળ યથાવત
calendar_today February 13, 2026

Anand : ખંભાત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની 12 દિવસથી હડતાળ યથાવત

આણંદ જિલ્લામાં આવેલા ખંભાત શહેરમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ છેલ્લા 12 દિવસથી હડતાળ પર છે. સફાઈ કામદારો 7મા પગાર પંચના અમલીકરણ સહિત વિવિધ માંગણીઓ સાથે આંદોલન પર ઉતર્યા છે.વાલ્મિકી સમાજના પ્રદેશ પ્રમુખ પણ આવ્યા વાલ્મિકી સમાજના પ્રદેશ પ્રમુખ પણ મેદાનમાં આવી હડતાળ પર બેઠેલા કર્મચારીઓની મુલાકાત લીધી હતી. તેમણે કર્મચારીઓની વેદના સાંભળી અને તેમની માંગણીઓને ન્યાયસંગત ગણાવી યોગ્ય નિરાકરણ લાવવા માટે સત્તાધીશો રજૂઆતો કરી હતી 7મા પગાર પંચનો લાભ અમલમાં મૂકવાની તેમની મુખ્ય માગ સફાઈ કર્મચારીઓનું કહેવું છે કે 7મા પગાર પંચનો લાભ અમલમાં મૂકવાની તેમની મુખ્ય માંગ છે. કર્મચારીઓએ ચેતવણી આપી છે કે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો હડતાળ વધુ ઉગ્ર બનાવવામાં આવશે. કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આ મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસે સફાઈ કર્મચારીઓની હડતાળને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. શહેરમાં વધતી ગંદકી અને પાલિકાના અણઘટ વહીવટ અંગે પણ આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે. ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે કોંગ્રેસ આગેવાનો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો આગામી ત્રણ દિવસમાં સફાઈ કર્મચારીઓને ન્યાય આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. હાલ શહેરવાસીઓ સમસ્યાના ઝડપી ઉકેલની રાહ જોઈ રહ્યા છે. આ પણ વાંચો----     Gujaratની રાજનીતિના મોટા સમાચાર, AAPમાંથી રાજીનામુ આપનારા રાજુ કરપડા જોડાશે ભાજપમાં? વાંચો શું કહ્યું

Read Full Story arrow_forward
Navsari: અમલસાડમાં લગ્નના જમણવારમાં હલવો-પુરી અઘરા પડ્યા, 150 કરતા વધારે લોકો હોસ્પિટલ ભેગા
calendar_today February 13, 2026

Navsari: અમલસાડમાં લગ્નના જમણવારમાં હલવો-પુરી અઘરા પડ્યા, 150 કરતા વધારે લોકો હોસ્પિટલ ભેગા

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે લગ્ન પ્રસંગ દરમિયાન પીરસવામાં આવેલું ભોજન અનેક લોકો માટે આફત બનીને આવ્યું છે. લગ્ન પ્રસંગના જમણવારમાં 'હલવો અને પૂરી' ખાધા બાદ અંદાજે 150થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે.અમલસાડમાં લગ્નનું જમણવાર ઝેરી બન્યુંઅમલસાડ ગામમાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં અંદાજે 1200 જેટલા લોકો જમ્યા હતા. જમ્યાના થોડા કલાકો બાદ જ મહેમાનોને ઉલ્ટી, ઊબકા અને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી. જોતજોતામાં બીમાર લોકોની સંખ્યા વધવા લાગતા તાત્કાલિક એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.હલવો-પૂરી ખાધા બાદ 150થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગકુલ 155 જેટલા લોકોને પ્રાથમિક અને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલની સ્થિતિએ 50થી વધુ લોકો હજુ પણ હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.અન્ય લોકોને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી છે.સદનસીબે, હાલ તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.આરોગ્ય વિભાગની કાર્યવાહીઘટનાની ગંભીરતાને જોતા નવસારી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક અમલસાડ પહોંચી હતી. આરોગ્ય વિભાગે સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે અને લગ્નમાં પીરસવામાં આવેલા ખોરાકના નમૂના લઈ તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે કે ભોજન બનાવવામાં વપરાયેલી સામગ્રીમાં ખામી હતી કે ગરમીના કારણે ખોરાક બગડી ગયો હતો.આ પણ વાંચો: Surat: ઓલપાડના સાયણ પાસે હથિયાર સાથે આરોપી ઝડપાયો, પિસ્તોલ અને મેગેઝિન કબજે

Read Full Story arrow_forward
Assam emergency airstrip : PM નરેન્દ્ર મોદી કાલે આસામમાં નવી ઇમરજન્સી એર સ્ટ્રિપનું ઉદ્ઘાટન કરશે
calendar_today February 13, 2026

Assam emergency airstrip : PM નરેન્દ્ર મોદી કાલે આસામમાં નવી ઇમરજન્સી એર સ્ટ્રિપનું ઉદ્ઘાટન કરશે

આસામના ડિબ્રુગઢ જિલ્લાના મોરન વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 (NH-2) પર બનાવવામાં આવેલી ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું આવતીકાલે, 14 ફેબ્રુઆરીએ, PM નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. આ એરસ્ટ્રીપ સામાન્ય હવાઈ મથક જેવી નથી, પરંતુ ખાસ કરીને ઇમરજન્સી સ્થિતિમાં લડાકુ અને પરિવહન વિમાનોના લેન્ડિંગ અને ટેક-ઓફ માટે બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે, PM પોતે ભારતીય 'વાયુસેના' ના C-130J સુપર હર્ક્યુલસ વિમાનમાં આવીને આ 4.2 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ પર ઉતરશે. રક્ષણાત્મક તૈયારી માટે એક મહત્વપૂર્ણ પગલું આ એરસ્ટ્રીપ ભારતની રક્ષણાત્મક તૈયારી માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ભવિષ્યમાં સંભવિત આપત્તિ, યુદ્ધ અથવા ઇમરજન્સી સ્થિતિમાં પરંપરાગત એરબેઝ ઉપલબ્ધ ન હોય, ત્યારે આવા હાઇવે આધારિત રનવે દેશ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. ઉત્તરપૂર્વ ભારત વ્યૂહાત્મક રીતે અતિ મહત્વપૂર્ણ વિસ્તાર છે અને અહીં આવી સુવિધા બનવાથી દેશની સુરક્ષા વધુ મજબૂત બનશે. વાયુસેનાની શક્તિ અને કૌશલ્યનું ભવ્ય પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન વાયુસેનાની શક્તિ અને કૌશલ્યનું ભવ્ય પ્રદર્શન પણ થશે. સૌ પ્રથમ, એક રાફેલ અને એક સુખોઈ-30 ફાઇટર જેટ આ એરસ્ટ્રીપ પર ઉતરશે, જે દર્શાવશે કે હાઇવે પર પણ આધુનિક લડાકુ વિમાનો સુરક્ષિત રીતે લેન્ડિંગ કરી શકે છે. ત્યારબાદ વાયુસેનાનું ડોર્નિયર વિમાન આ પટ્ટી પરથી ઉડાન ભરશે. આ પછી મુખ્ય આકર્ષણ તરીકે C-130J વિમાનનું લેન્ડિંગ થશે, જેમાં પ્રધાનમંત્રી મોદી હાજર રહેશે. ‘ટચ એન્ડ ગો’ ડ્રિલ્સ આ કાર્યક્રમમાં ફ્લાય-પાસ્ટ અને ‘ટચ એન્ડ ગો’ ડ્રિલ્સ પણ યોજાશે. ત્રણ સુખોઈ ફાઇટર જેટ સ્ટેજ ઉપરથી પસાર થઈને ટચ એન્ડ ગો કવાયત કરશે, ત્યારબાદ ત્રણ રાફેલ વિમાનો પણ આવું જ પ્રદર્શન કરશે. ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ AN-32 પણ ટચ એન્ડ ગો ડ્રિલ કરશે, જે ઇમરજન્સી સ્થિતિમાં ઝડપી કામગીરીની તૈયારી દર્શાવે છે. સાથે સાથે, વાયુસેનાના બે એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર ‘ધ્રુવ’ દ્વારા કેઝ્યુઅલ્ટી ઇવેક્યુએશન ડ્રિલનું પ્રદર્શન કરવામાં આવશે, જે રાહત અને બચાવ કામગીરીમાં હેલિકોપ્ટરની ભૂમિકા સમજાવશે. ભારતીય વાયુસેનાના સંયુક્ત પ્રયાસો આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર, માર્ગ પરિવહન મંત્રાલય અને ભારતીય વાયુસેનાના સંયુક્ત પ્રયાસોથી પૂર્ણ થયો છે. આ માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ ભારતની વધતી જતી લશ્કરી તૈયારી, આત્મનિર્ભરતા અને વ્યૂહાત્મક દૃઢતાનો સ્પષ્ટ સંદેશ છે. આવતીકાલનો કાર્યક્રમ ઉત્તરપૂર્વ ભારતમાં ભારતની તાકાત દર્શાવશે અને દેશની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.આ પણ વાંચો : Bangladesh Election 2026 : ચૂંટણી મેદાન બહાર છતાં શેખ હસીનાનો દબદબો, “નો વોટ”એ બદલી રાજકીય રમત

Read Full Story arrow_forward