android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
નાગરિક દેવો ભવ.. જુઓ  પ્રધાનમંત્રીની નવી ઑફિસ, સેવાતીર્થ
calendar_today February 13, 2026

નાગરિક દેવો ભવ.. જુઓ પ્રધાનમંત્રીની નવી ઑફિસ, સેવાતીર્થ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે નવા પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ભવન સંકુલનું નામ "સેવા તીર્થ" રાખ્યું. પ્રધાનમંત્રી મોદી આજે નવા PMO માં સ્થળાંતર કર્યું. આનો અર્થ એ થયો કે પ્રધાનમંત્રી કાર્યાલય કાયમી ધોરણે તેનું સરનામું બદલાઇ ગયું છે. પ્રધાનમંત્રી મોદીનું કાર્યાલય હવે સેવા તીર્થમાં અન્ય ઘણા મંત્રાલયોના કાર્યાલયો સાથે સ્થિત થઇ ગયુંછે.

Read Full Story arrow_forward
UP Bomb Threat : અયોધ્યા, કાશી અને લખનૌ સહિત 19 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એલર્ટ જાહેર
calendar_today February 13, 2026

UP Bomb Threat : અયોધ્યા, કાશી અને લખનૌ સહિત 19 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એલર્ટ જાહેર

ઉત્તર પ્રદેશના ન્યાયિક ક્ષેત્રમાં આજે ત્યારે ભારે ખળભળાટ મચી ગયો જ્યારે લખનૌ, અયોધ્યા અને વારાણસી (કાશી) સહિત રાજ્યના 19 જિલ્લાઓની અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ઇમેઇલ દ્વારા ધમકી મળી. આ ઘટનાના પગલે સમગ્ર રાજ્યના પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને તમામ અસરગ્રસ્ત કોર્ટ પરિસરોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ધમકીભર્યો ઇમેઇલ અને ચોંકાવનારો દાવો મળતી માહિતી મુજબ, આ ધમકીભર્યો ઇમેઇલ સીધો જિલ્લા ન્યાયાધીશના સત્તાવાર આઇડી પર મોકલવામાં આવ્યો હતો. હિન્દી ભાષામાં લખાયેલા આ ઇમેઇલમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે, "આજે બપોરે 1:30 વાગ્યે શુક્રવારની નમાજ બાદ તમામ કોર્ટ પરિસરોને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. જો શક્ય હોય તો પોતાને બચાવી લો." આ ગંભીર ધમકી મળતા જ વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું. પરિસર ખાલી કરાવાયા અને સુરક્ષામાં વધારો ધમકીની જાણ થતાં જ લખનૌની કૈસરબાગ સિવિલ કોર્ટ અને અન્ય જિલ્લા અદાલતોમાં કામકાજ તાત્કાલિક અટકાવી દેવામાં આવ્યું હતું. વકીલો, અરજદારો અને કોર્ટના સ્ટાફને તાકીદે સુરક્ષિત સ્થળે ખસેડી પરિસર ખાલી કરાવાયું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), ડોગ સ્ક્વોડ અને LIU (Local Intelligence Unit) ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી ખૂણેખૂણાની તપાસ શરૂ કરી છે. કોર્ટના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે અને દરેક આવનાર વ્યક્તિનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુરક્ષા વ્યવસ્થા પર દેખરેખ લખનૌ સિવિલ કોર્ટમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને CO સિટી પોતે સુરક્ષા વ્યવસ્થા પર દેખરેખ રાખી રહ્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJM) એ પણ સુરક્ષા પ્રોટોકોલનો હવાલો સંભાળી લીધો છે. પોલીસે સામાન્ય જનતાને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને શાંતિ જાળવે. આ પણ વાંચોઃ EPFOની મોટી ભેટ, એપ્રિલમાં લોન્ચ થશે નવી મોબાઇલ એપ, હવે UPI થી થશે PF ટ્રાન્સફર

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગાંધીનગર કોર્પોરેશનનું 1919 કરોડનું સુધારા બજેટ રજૂ, રૂપિયા 125 કરોડમાં નવા કામો સૂચવાયા
calendar_today February 13, 2026

Gujarat Latest News Live : ગાંધીનગર કોર્પોરેશનનું 1919 કરોડનું સુધારા બજેટ રજૂ, રૂપિયા 125 કરોડમાં નવા કામો સૂચવાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward