android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Botad News: ગઢડામાં ફર્યું પાલિકાનું બુલડોઝર, પોલીસ અને સાંખ્યયોગી બહેનો વચ્ચે ઉગ્ર બોલાચાલી
calendar_today February 13, 2026

Botad News: ગઢડામાં ફર્યું પાલિકાનું બુલડોઝર, પોલીસ અને સાંખ્યયોગી બહેનો વચ્ચે ઉગ્ર બોલાચાલી

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આજે વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂના સ્વામિનારાયણ મંદિર સામે આવેલી સાંકડી શેરી વિસ્તારમાં વર્ષો જૂના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મહિલા પોલીસ અને સાંખ્યયોગી બહેનો વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન ગઢડા મામલતદાર અને ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સાંકડી શેરી વિસ્તારમાં ઓપરેશન હાથ ધરાયું હતું. રોડ પર મકાન માલિકોએ બનાવેલા ગેરકાયદે ઓટલા અને અન્ય દબાણોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં રસ્તાઓ એટલા સાંકડા થઈ ગયા હતા કે એમ્બ્યુલન્સ કે અન્ય મોટા વાહનો પસાર થઈ શકતા ન હતા, જે અંગેની અરજી મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અને સાંખ્યયોગી બહેનો વચ્ચે ઘર્ષણ જ્યારે તંત્ર દબાણ હટાવવા પહોંચ્યું ત્યારે સાંખ્યયોગી બહેનોએ તેનો વિરોધ કર્યો હતો. મહિલા પોલીસે જ્યારે આ બહેનોને પકડીને રસ્તા પરથી હટાવવાનો પ્રયાસ કર્ હતો, ત્યારે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્તને કારણે અંતે તંત્રએ પોતાની કામગીરી પૂર્ણ કરી હતી. વિપક્ષના નેતાએ ઉચ્ચારી આંદોલનની ચીમકી ગઢડા નગરપાલિકાની આ કાર્યવાહીને કોંગ્રેસે સખત શબ્દોમાં વખોડી કાઢી છે. નગરપાલિકાના વિપક્ષના નેતા નેતા મીત ડાંગરે આક્ષેપ કર્યો હતો કે, તંત્રએ માત્ર એક દિવસ અગાઉ નોટિસ આપીને તાત્કાલિક ડિમોલિશન કરી નાખ્યું છે, જે તદ્દન ગેરવ્યાજબી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ દ્વારા જન આંદોલન કરવામાં આવશે. આ પણ વાંચો - Botad : ગઢડાના ઢસા ગામે પત્નીની પાણીના હોજમાં ડુબાડી હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા

Read Full Story arrow_forward
Gir Somnath News : સોમનાથના આંગણે મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને 60 ટન રેતીમાંથી તૈયાર થયેલા રેતશિલ્પ નિહાળશે ભકતો
calendar_today February 13, 2026

Gir Somnath News : સોમનાથના આંગણે મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને 60 ટન રેતીમાંથી તૈયાર થયેલા રેતશિલ્પ નિહાળશે ભકતો

ભક્તિ, ભોજન અને ભજનના આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવતા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં રહી અને વહીવટી તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. રેતશિલ્પ તૈયાર કરવામાં 60 ટન રેતીનો ઉપયોગ થશે કલાકૃતિઓ અંગે સેન્ડ આર્ટિસ્ટ નારાયણ સાહૂએ જણાવ્યું હતું કે, અમે ખૂબ જ ખુશ છીએ કે અમને મહાશિવરાત્રિના આ પર્વ પર સોમનાથ આવવાનું સદનસીબ પ્રાપ્ત થયું છે. અહીં અમને ત્રણ સ્કલ્પચર આર્ટ બનાવવાની તક મળી છે. અન્ય રેત કલાકારોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, મારી સાથે ઓરિસ્સાથી સુબોલ્લા મહારાણા અને જીતેન્દ્ર મહારાણા આવ્યા છે. રેતશિલ્પના માધ્યમથી અમે અહીં અમારી કલાનું પ્રદર્શન કરીશું. આ રેતશિલ્પ તૈયાર કરવામાં ૬૦ ટન રેતી અને આશરે ૨ થી ૩ હજાર લીટર પાણીનો વપરાશ થશે. અમે ત્રણ દિવસમાં અમે ત્રણ આર્ટ તૈયાર કરીશું. સોમનાથ મંદિર અને શિવતાંડવની કૃતિઓ તૈયાર કરવામાં આવશે ગણપતિજી, શિવ-પાર્વતી અને કાર્તિકેયના સ્કલ્પચરનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે અમે એક આર્ટ ૨૪ કલાકમાં તૈયાર કર્યું છે. ખૂબ જ મહેનત થી આ સેન્ડ આર્ટ તૈયાર કરવામાં આવે છે. રાત-દિવસની મહેનતથી તૈયાર કરાયેલા આ આર્ટમાં કોઈ કેમિકલનો વપરાશ કરવામાં આવતો નથી. અન્ય આર્ટમાં સોમનાથ મંદિર અને શિવતાંડવની કૃતિઓ તૈયાર કરવામાં આવશે. આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં કેરબા અને જગનું પાણી પીવા લાયક ન હોવાનો ખુલાસો, મનપા દ્વારા અત્યાર સુધીમાં 53 યુનિટ સીલ કરાયા 

Read Full Story arrow_forward
Surat: કામરેજ કેળા મંડળીના રાજકારણમાં ભૂકંપ, પ્રમુખ જગદીશ પટેલે હોદ્દા પરથી આપ્યું રાજીનામું
calendar_today February 13, 2026

Surat: કામરેજ કેળા મંડળીના રાજકારણમાં ભૂકંપ, પ્રમુખ જગદીશ પટેલે હોદ્દા પરથી આપ્યું રાજીનામું

દક્ષિણ ગુજરાતની સહકારી પ્રવૃત્તિઓમાં અતિ મહત્વનું સ્થાન ધરાવતી કામરેજ કેળા મંડળીમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવ્યો છે. મંડળીના પ્રમુખ જગદીશ પટેલે અચાનક પોતાના પદ પરથી રાજીનામું ધરી દેતા સહકારી અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કામરેજ કેળા મંડળીના પ્રમુખનું રાજીનામુંપ્રમુખ જગદીશ પટેલે તેમના રાજીનામા પાછળ મંડળીના વહીવટમાં જોવા મળતી અરાજકતા અને સભ્યો વચ્ચેના મનમેળના અભાવને મુખ્ય કારણ ગણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર મંડળીના વહીવટમાં સભ્યો વચ્ચે એકરાગિતા (સંમતિ) રહી નથી. ટીમમાં સંકલનનો (Coordination) ભારે અભાવ જોવા મળી રહ્યો છે.કામ કરવાની પદ્ધતિમાં મનમેળ ન હોવાથી સંસ્થાના હિતમાં કામ કરવું મુશ્કેલ બન્યું હતું.સહકારી રાજકારણમાં ગરમાવોકામરેજ કેળા મંડળી દક્ષિણ ગુજરાતની આર્થિક કરોડરજ્જુ સમાન ગણાય છે. તેના પ્રમુખ દ્વારા આ પ્રકારે વહીવટી ખામીઓના ગંભીર આક્ષેપો સાથે રાજીનામું આપવું એ સૂચક મનાય છે. જગદીશ પટેલે હોદ્દો છોડતાની સાથે જ હવે નવા પ્રમુખ કોણ બનશે અને મંડળીમાં ચાલી રહેલી જૂથબંધી કેવી રીતે શમશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.આ પણ વાંચો: Palanpur: હનુમાન ટેકરી પાસે મોડી રાત્રે સર્જાયો અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત

Read Full Story arrow_forward