android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahesana News: કડીમાં માલગુરુ મંદિર પાસે લાગી આગ, અફરાતફરીનો માહોલ
calendar_today February 13, 2026

Mahesana News: કડીમાં માલગુરુ મંદિર પાસે લાગી આગ, અફરાતફરીનો માહોલ

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા જાસલપુર રોડ પર આજે આગની એક ઘટના બની હતી. માલગુરુ મહારાજના મંદિરની બરાબર સામે આવેલા ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલા અને ઝાડી-ઝાંખરામાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. ઝડપથી ફુંકાતા પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.કેબિન અને ઝાડ આગની ઝપેટમાં ઝાડીઓમાં લાગેલી આ આગ જોતજોતામાં પ્રસરી ગઈ હતી, જેમાં આસપાસના લીલાં ઘટાદાર વૃક્ષો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ઉપરાંત, ત્યાં આવેલી એક કેબિન પણ આગમાં ખાખ થઈ ગઈ હોવાના અહેવાલ છે. આગની તીવ્રતા એટલી વધુ હતી કે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકો અને પાલિકાની ટીમે આગ ઠારી ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ત્યારબાદ કડી નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમે સંયુક્ત રીતે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગનું કારણ અકબંધ કચરાના ઢગલામાં આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. કોઈએ સળગતી બીડી-સિગારેટ ફેંકી હોવાને કારણે કે પછી ગરમીના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. હાલમાં તંત્ર દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Mahesana news: કડીમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોનો મોરચો: લઘુત્તમ વેતન મુદ્દે આવેદન

Read Full Story arrow_forward
Gandhinagar News : ગાંધીનગર કોર્પોરેશનનું 1919 કરોડનું સુધારા બજેટ રજૂ , PM આવાસ અને AI માટે બજેટમાં ખાસ જોગવાઈ
calendar_today February 13, 2026

Gandhinagar News : ગાંધીનગર કોર્પોરેશનનું 1919 કરોડનું સુધારા બજેટ રજૂ , PM આવાસ અને AI માટે બજેટમાં ખાસ જોગવાઈ

રૂપિયા 125 કરોડમાં નવા કામો સૂચવાયા છે અને પીએમ આવાસ, એઆઈ માટે બજેટમાં જોગવાઈ કરાઈ છે, રોડ રસ્તા, પાર્કિંગ, દબાણ તથા વૃક્ષો સંબંધીત ફરિયાદો અને દૂર કરવા ખાસ ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવાશે અને જીપીએસ થકી ફરિયાદ અધિકારીઓને મળશે અને નવા સમાવેલા ગામોમાં પણ કામોને પ્રાધાન્ય અપાશે. ગાંધીનગરમાં ત્રણ સ્થાનો પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે ગાંધીનગર મહાનગરપાલિકા કોમનવેલ્થ ગેમ્સ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવશે અને ત્રણ સ્થાનો પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે. રોડ રસ્તા, પાર્કિંગ, દબાણ તથા વૃક્ષો સંબંધિત ફરિયાદો અને દૂર કરવા ખાસ ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવાશે અને જીપીએસ થકી ફરિયાદ અધિકારીઓને મળશે અને ગાંધીનગર કોર્પોરેશનમાં નવા સમાવેલા ગામોમાં પણ કામોને પ્રાધાન્ય અપાશે અને ગાંધીનગર મહાનગરપાલિકા કોમનવેલ્થ ગેમ્સ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવશે. ગાંધીનગર મહાનગરપાલિકાનું 15મું સામાન્ય બજેટ આ બજેટ પર નજર કરીએ તો કુલ ખર્ચના સૌથી વધુ 62 ટકા એટલે કે 1186.71 કરોડ ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ માટે ફાળવવામાં આવ્યા હતા, પર્યાવરણની જાળવણી માટે મનપાએ 10 લાખથી વધુ વૃક્ષોના વાવેતરનો અને 1000 રિચાર્જ વેલ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. શહેરના જળ સ્તરને જાળવી રાખવા માટે શૂન્ય જળ ભરાવ કાર્યક્રમ હેઠળ 19 તળાવોનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને અન્ય 24 તળાવોનું આયોજન છે. આ પણ વાંચો : Gir Somnath News : સોમનાથના આંગણે મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને 60 ટન રેતીમાંથી તૈયાર થયેલા રેતશિલ્પ નિહાળશે ભકતો

Read Full Story arrow_forward
Gandhinagar: ગુજરાત વહીવટી સેવાના અધિકારીઓને બઢતીની ભેટ, પગાર ધોરણમાં થયો મોટો વધારો
calendar_today February 13, 2026

Gandhinagar: ગુજરાત વહીવટી સેવાના અધિકારીઓને બઢતીની ભેટ, પગાર ધોરણમાં થયો મોટો વધારો

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા (GAS) ના સીનિયર સ્કેલના અધિકારીઓને હવે 'પસંદગી સ્કેલ' (Selection Scale) માં બઢતી આપવામાં આવી છે. આ બઢતી સાથે અધિકારીઓના પગાર ધોરણ અને જવાબદારીઓમાં પણ ફેરફાર જોવા મળશે.પગાર ધોરણમાં સુધારોઆ આદેશ અનુસાર, અધિકારીઓને નીચે મુજબના નવા પગાર મેટ્રિક્સમાં મૂકવામાં આવ્યા છે.જૂનું પગાર ધોરણ (સ્તર-12) ₹ 78,800 થી ₹ 2,09,200. નવું પગાર ધોરણ (સ્તર-13) ₹ 1,23,100 થી ₹ 2,15,900. સરકારના આ આદેશની ખાસ વાત એ છે કે, બઢતી મેળવનારા અધિકારીઓને હાલમાં તેઓ જે હોદ્દા પર કાર્યરત છે, તે જ હોદ્દા પર યથાવત રાખવામાં આવ્યા છે. એટલે કે, તેઓ જે-તે વિભાગ કે જિલ્લામાં પોતાની હાલની ફરજો બઢતી પામેલા નવા સ્કેલ સાથે ચાલુ રાખશે.

Read Full Story arrow_forward