android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujaratની રાજનીતિના મોટા સમાચાર, AAPમાંથી રાજીનામુ આપનારા રાજુ કરપડા જોડાશે ભાજપમાં? વાંચો શું કહ્યું
calendar_today February 12, 2026

Gujaratની રાજનીતિના મોટા સમાચાર, AAPમાંથી રાજીનામુ આપનારા રાજુ કરપડા જોડાશે ભાજપમાં? વાંચો શું કહ્યું

આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપનાર રાજુ કરપડાએ કહ્યું છે કે તેઓ આગામી સમયમાં તેઓ સત્તાધારી પક્ષ સાથે જોડાઈ શકે છે.ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા ભાજપની બી ટીમ કરપડાએ જણાવ્યું કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા ભાજપની બી ટીમ છે, અને ભવિષ્યમાં બીજા મોટા નેતાઓ પણ રાજીનામું આપી શકે છે. મેં AAPને પરિવાર સમજી કામ કર્યું રાજુ કરપડાએ કહ્યું કે AAPના અમુક નેતાઓ મને દગાખોર કહે છે, AAPના કોઈ પણ વકિલ હાજર ન રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ઇસુદાન ગઢવી મારી સાથે દ્વેષ રાખતા નથી. મેં AAPને પરિવાર સમજી કામ કર્યું, પરંતુ નેતાઓ કેસની ટકોરી વગાડે છે.  હું ગુનાઓથી ડરીશ નહીં તેમણે સ્પષ્ટ કર્યું કે, હું ગુનાઓથી ડરીશ નહીં અને જે પાર્ટી ખેડૂતોના હિત માટે કામ કરશે તેમાં જ જોડાઈશ. તેમણે પ્રકાશ વરમોરા વિશે પણ જણાવ્યું કે, પ્રકાશ વરમોરા આધ્યાત્મિક માણસ છે અને હું તેમને ઘણી વખત મળતો રહ્યો છું. આ પણ વાંચો---   AAPમાંથી રાજીનામા બાદ રાજુ કરપડાનું નિવેદન, જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કોલસો નથી ચાવવો

Read Full Story arrow_forward
Agriculture News : ખેતીમાં 'માઇકોરાઇઝા ફુગ' અપનાવી વધારો ઉત્પાદન
calendar_today February 12, 2026

Agriculture News : ખેતીમાં 'માઇકોરાઇઝા ફુગ' અપનાવી વધારો ઉત્પાદન

સરળ શબ્દોમાં કહીએ તો છોડના મૂળમા રહેલી ઉપયોગી ફૂગને માઇકોરાઇઝા કહેવામાં આવે છે. આ ફૂગ અને છોડ વચ્ચેનો સંબંધ પરસ્પર લાભદાયી હોય છે. છોડ માઇકોરાઇઝાને રહેવા માટે જગ્યા અને શર્કરા જેવા કાર્બનિક પદાર્થો આપે છે, જ્યારે માઇકોરાઇઝા જમીનમાં રહેલા પોષક તત્વો ખાસ કરીને ફોસ્ફરસ, નાઈટ્રોજન અને ઝીંકનું વધુ પ્રમાણમાં શોષણ કરીને છોડને ઉપલબ્ધ કરાવે છે. સાથે સાથે તે પાણીના શોષણમાં પણ વધારો કરે છે, જે ભેજની અછત દરમિયાન પાકને બચાવવામાં મદદરૂપ બને છે. માઇકોરાઇઝાના બે મુખ્ય પ્રકાર છે એક્ટોમાઇકોરાઇઝા મૂળની બહાર જાળાની રચના કરે છે અને મુખ્યત્વે બહુવર્ષાયુ વૃક્ષોમાં જોવા મળે છે. જ્યારે એન્ડોમાઇકોરાઇઝા મૂળનાં કોષોની અંદર પ્રવેશ કરે છે અને ઘઉં, મકાઈ, કપાસ, શાકભાજી જેવા મોટા ભાગનાં પાકોમાં જોવા મળે છે. આપણાં ગુજરાતનાં ખેતી પાકોમાં એન્ડોમાઇકોરાઇઝાનો પ્રભાવ વિશેષ જોવા મળે છે, કારણ કે તે જમીનમાં રહેલાં ફોસ્ફરસને લભ્ય સ્વરૂપે ફેરવી છોડ સુધી પહોંચાડે છે. ખેતીમાં માઇકોરાઇઝાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે જમીનની રચનામાં સુધારો થાય છે અને કાર્બનિક પદાર્થોના વિઘટનથી ફળદ્રુપતા વધે છે. જમીનમાં હવા અને પાણીનું પરિભ્રમણ સુધરે છે, જેના કારણે મૂળનો વિકાસ વધુ સારો થાય છે.જુવાર અને મકાઈ જેવાં પાકોમાં પણ તે સકારાત્મક પરિણામ આપે છે માઇકોરાઇઝા છોડને મૂળના રોગો સામે પ્રતિકાર શક્તિ આપે છે અને દુષ્કાળ, ગરમી તથા જમીનમાં રહેલાં હાનિકારક ધાતુઓથી પણ રક્ષણ આપે છે. સૌથી મહત્વની વાત એ છે કે તેના ઉપયોગથી રાસાયણિક ખાતરની જરૂરિયાત ઘટે છે, જેના કારણે ખેતી ખર્ચ ઓછો થાય છે અને પર્યાવરણને નુકસાન પણ થતું નથી. માઇકોરાઇઝાનો ઉપયોગ બીજ માવજત તરીકે, રોપાઓની ફેર રોપણી સમયે મૂળને દ્રાવણમાં ડૂબાડીને, દેશી ખાતર અથવા ખોળ સાથે ભેળવીને જમીનમાં આપી શકાય છે. પિયત સાથે પાઉડર સ્વરૂપે આપવાનો પણ વિકલ્પ છે. બાગાયતી અને લાંબા ગાળાના પાકો જેમ કે આંબો, ચીકુ, જામફળ, કેળા અને શેરડીમાં તેનો લાભ સારો જોવા મળે છે. સાથે સાથે ઘઉં, ડુંગળી, લસણ, કપાસ, બાજરો, જુવાર અને મકાઈ જેવાં પાકોમાં પણ તે સકારાત્મક પરિણામ આપે છે. વધુ ઉત્પાદન મેળવવામાં ખેડૂતમિત્રોને મદદરૂપ બની શકે છે મકાઈનો પાક માઇકોરાઇઝા માટે અનુકૂળ માનવામાં આવે છે. પરંપરાગત ખેતી પદ્ધતિમાં અન્ય પાક સાથે મકાઈની છાંટ નાખવાની રીત હતી, જેના કારણે જમીનમાં માઇકોરાઇઝાની સંખ્યા જળવાઈ રહેતી. આજે ફરીથી બહુ-પાક પદ્ધતિ અને પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો માઇકોરાઇઝાનો વિકાસ સ્વાભાવિક રીતે વધે છે અને જમીનની તંદુરસ્તી લાંબા ગાળે સુધરે છે. આ રીતે માઇકોરાઇઝા ખેતી માટે એક ટકાઉ અને પર્યાવરણમિત્ર ઉપાય છે, જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવામાં ખેડૂતમિત્રોને મદદરૂપ બની શકે છે. માહિતી સંકલન :- રાજેશ કુમાર ભીંડી આ પણ વાંચો : Arvalli News : અરવલ્લીના મેઘરજમાં ઘઉં અને તુવેરના પાક વચ્ચેથી ગાંજાનું વાવેતર ઝડપાયું

Read Full Story arrow_forward
Aravalli : મેઘરજના લાલપુરમાં SOGની મોટી કાર્યવાહી, ગાંજાનું ખેતર ઝડપાયુ, આશ્રમનો સેવક ઝડપાયો
calendar_today February 12, 2026

Aravalli : મેઘરજના લાલપુરમાં SOGની મોટી કાર્યવાહી, ગાંજાનું ખેતર ઝડપાયુ, આશ્રમનો સેવક ઝડપાયો

અરવલ્લી જિલ્લામાં ફરી ગાંજાના વાવેતરની ઘટના સામે આવી છે. મેઘરજના લાલપુર (કુણોલ) ગામે SOG ટીમે મોટી કાર્યવાહી કરતા 83 લીલા ગાંજાના છોડ ઝડપી લીધા છે.કુલ 8.730 કિલોગ્રામ ગાંજો અને 4,36,500નો મુદ્દામાલ જપ્ત જ્યારે સર્વે તપાસમાં કુલ 8.730 કિલોગ્રામ ગાંજો અને 4,36,500નો મુદ્દામાલ જપ્ત થયો છે. વાવેતર કરનારાની ધરપકડ ગાંજાનું વાવેતર કરનાર રાજુભાઈ કાંતિભાઈ નાથબાવાને ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, રાજુભાઈ મૂળ ગાયત્રીનગર, વિસનગરના રહેવાસી છે અને છેલ્લા કેટલાય સમયથી લાલપુર (કુણોલ) ખાતે ઝૂંપડું બનાવી આશ્રમમાં સેવક તરીકે રહેતા હતા. SOG ટીમની તપાસ હજુ ચાલુ SOG ટીમની તપાસ હજુ ચાલુ છે અને અધિકારીઓએ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.આ પણ વાંચો----    Gujaratની રાજનીતિના મોટા સમાચાર, AAPમાંથી રાજીનામુ આપનારા રાજુ કરપડા જોડાશે ભાજપમાં? વાંચો શું કહ્યું

Read Full Story arrow_forward