Amreli: ધારી-અમરેલી સ્ટેટ હાઈવે પર શિકારની શોધમાં નીકળેલી વનરાણી કેમેરામાં કેદ
ગીરના કાંઠા વિસ્તાર એવા અમરેલી જિલ્લામાં સિંહ પરિવારનો વસવાટ અને લટાર હવે સામાન્ય બની રહી છે. તાજેતરમાં ધારી-અમરેલી રોડ પરથી એક ચોંકાવનારો અને રોમાંચક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સિંહણ તેના નાના સિંહબાળ સાથે રસ્તા પર બિન્દાસ રીતે ફરતી જોવા મળી રહી છે.શિકારની શોધમાં રસ્તા પર લટાર મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે અથવા વહેલી સવારે સિંહણ તેના બચ્ચા સાથે ખોરાક અને શિકારની શોધમાં જંગલમાંથી બહાર નીકળીને મુખ્ય માર્ગ પર આવી પહોંચી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સિંહણ રસ્તાની વચ્ચે ઉભી રહીને આસપાસ નજર દોડાવી રહી છે. આ દ્રશ્ય જોઈને પસાર થતા વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા અને મોબાઈલ કેમેરામાં આ અદભૂત નજારો કેદ કરી લીધો હતો.આ પણ વાંચો: Navsari: વાંસદા ખાતે 14 ફેબ્રુઆરીએ આદિવાસી અસ્મિતાનું મહાસંમેલન, સાંસદે સમાજની એકતા અને વિકાસ માટે જનતાને આહવાન કર્યું
Read Full Story arrow_forward