android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : નરોડા પાટિયા પાસે નોનવેજ દુકાનમાં રેડ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ
calendar_today February 12, 2026

Ahmedabad : નરોડા પાટિયા પાસે નોનવેજ દુકાનમાં રેડ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ

અમદાવાદ શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં આવેલી એક નોનવેજ દુકાનમાં ગૌમાંસ વેચાતું હોવાના આક્ષેપોને પગલે તણાવનો માહોલ સર્જાયો હતો. બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.પોલીસે દુકાનમાં રેડ કરી માંસના સેમ્પલ એકત્રિત કર્યા આક્ષેપોને ધ્યાનમાં રાખીને પોલીસે દુકાનમાં રેડ કરી માંસના સેમ્પલ એકત્રિત કર્યા છે. સેમ્પલોને વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવ્યા છે. ગૌમાંસ હશે તો કાર્યવાહી કરવામા આવશે પોલીસના જણાવ્યા અનુસાર, રિપોર્ટ આવ્યા બાદ જો ગૌમાંસ હોવાનું સામે આવશે તો સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે.આ પણ વાંચો----     AAPમાંથી રાજીનામા બાદ રાજુ કરપડાનું નિવેદન, જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કોલસો નથી ચાવવો

Read Full Story arrow_forward
Palanpur: જગાણા માર્ગ પર તંત્રનું મેગા ઓપરેશન, 15 પાકા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું
calendar_today February 12, 2026

Palanpur: જગાણા માર્ગ પર તંત્રનું મેગા ઓપરેશન, 15 પાકા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું

પાલનપુરમાં લાંબા સમય બાદ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર-જગાણા માર્ગના રીનોવેશન અને પહોળીકરણની કામગીરીમાં અવરોધરૂપ બનતા વર્ષો જૂના 15 જેટલા પાકા દબાણો પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહીમાર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ જ્યારે જેસીબી મશીન સાથે દબાણ હટાવવા પહોંચ્યા ત્યારે સ્થાનિક દબાણદારોએ કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. મામલો બિચકતા અને અધિકારીઓ સાથે ઘર્ષણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યા બાદ મામલો થાળે પડ્યો હતો અને ફરીથી દબાણ તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યોઆ કાર્યવાહી દરમિયાન વોર્ડ નંબર 10 ના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી સમયે મતો માંગવા આવતા કોર્પોરેટરો અત્યારે મુશ્કેલીના સમયે દેખાતા નથી. સ્થાનિકોએ વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.આ પણ વાંચો: Amreli: ધારી-અમરેલી સ્ટેટ હાઈવે પર શિકારની શોધમાં નીકળેલી વનરાણી કેમેરામાં કેદ

Read Full Story arrow_forward
Surat: ટ્રાન્સપોર્ટ ચેરમેનનું બસમાં ઓચિંતું નિરીક્ષણ, બેદરકાર કર્મચારીઓને ઘરભેગા કર્યા
calendar_today February 12, 2026

Surat: ટ્રાન્સપોર્ટ ચેરમેનનું બસમાં ઓચિંતું નિરીક્ષણ, બેદરકાર કર્મચારીઓને ઘરભેગા કર્યા

સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલતી BRTS અને સીટી બસ સેવામાં સુધારો લાવવા અને શિસ્ત જાળવવા માટે ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ મરાઠેએ આજે સવારથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે શહેરના વિવિધ રૂટ પર દોડતી બસોમાં કોઈ પણ આગોતરી જાણ વગર 'સરપ્રાઇઝ ચેકિંગ' હાથ ધરીને કર્મચારીઓમાં ફફડાટ ફેલાવી દીધો હતો.ગ્રાઉન્ડ પર ચેકિંગ અને કાર્યવાહી ચેકિંગ દરમિયાન સોમનાથ મરાઠેએ બસમાં ચઢીને મુસાફરો પાસે રહેલી ટિકિટોની તપાસ કરી હતી. આ ઉપરાંત, તેમણે બસના ડ્રાઈવર અને કંડક્ટર પાસે તેમના સત્તાવાર આઈડેન્ટિટી કાર્ડ (આઈકાર્ડ) માંગ્યા હતા. શિસ્તના ભંગ બદલ તેમણે સ્થળ પર જ નીચે મુજબની કાર્યવાહી કરી હતી.એક બસમાં કંડક્ટર નિયત યુનિફોર્મ વગર ફરજ બજાવતો મળી આવતા તેને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. અન્ય એક કંડક્ટર પાસે આઈડી કાર્ડ કે જરૂરી પુરાવા ન મળતા તેને તાત્કાલિક અસરથી 7 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ અપાયો હતો.ચેકિંગ દરમિયાન ટિકિટ ચેકરની કામગીરીમાં પણ ઘોર બેદરકારી જણાઈ આવતા, તેને પણ 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.વહીવટી તંત્રની કડક ચેતવણી ટ્રાન્સપોર્ટ ચેરમેને સ્પષ્ટ કર્યું હતું કે મુસાફરોની સુવિધામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. બસના સ્ટાફે યુનિફોર્મ અને આઈકાર્ડ સાથે ફરજ બજાવવી અનિવાર્ય છે. આગામી સમયમાં પણ આ પ્રકારની ચેકિંગ ડ્રાઈવ ચાલુ રહેશે અને જો કોઈ ગેરરીતિ કે બેદરકારી જણાશે તો વધુ કડક પગલાં લેવામાં આવશે.આ પણ વાંચો: Palanpur: જગાણા માર્ગ પર તંત્રનું મેગા ઓપરેશન, 15 પાકા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું

Read Full Story arrow_forward