android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
SIRમાંથી નામ રદ્દ કરવા મુદ્દે હાઇકોર્ટમાં કોંગ્રેસના નેતાની અરજી, જુઓ Video
calendar_today February 12, 2026

SIRમાંથી નામ રદ્દ કરવા મુદ્દે હાઇકોર્ટમાં કોંગ્રેસના નેતાની અરજી, જુઓ Video

Sirમાં નામ રદ્દ થતા મુદે hcમાં અરજી કરવામાં આવી છે, કોંગ્રેસના વિપુલ ઉધનાવાલાએ કરી અરજી અને Sirમાં નિયમ વિરૂદ્ધ કામગીરીનો આક્ષેપ કરવામાં આવ્યો છે, Bjpના કાર્યકરોએ નામ રદ્દ કર્યાનો આક્ષેપ છે અને નામ રદ્દ કરનાર સામે પગલા લેવા માગ છે, આગામી દિવસમાં હાઇકોર્ટમાં થશે સુનાવણી. ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા (SIR) કામગીરી બાદ ગંભીર વિવાદ સર્જાયો છે મતદાર યાદીમાંથી નામ કાપવા માટે સામૂહિક રીતે ફોર્મ-7 ભરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે, જેના કારણે રાજકીય અને સામાજિક સ્તરે ચકચાર મચી છે. તંત્રને મળેલી માહિતી મુજબ, જિલ્લામાં કુલ અંદાજે 89 હજાર જેટલી નામ કાપવા માટેની અરજીઓ પ્રાપ્ત થઈ છે, જેની સુનાવણી પ્રક્રિયા હાલ ચાલુ છે. આ પણ વાંચો : Porbandar News : પોરબંદર જિલ્લાને 1.05 લાખ વૃક્ષો દ્વારા લીલોછમ્મ બનાવવા માટેની થઈ જાહેરાત

Read Full Story arrow_forward
Panchmahal News: ગોધરામાં માનવ ભ્રૂણ મળતા ખળભળાટ, પોલીસ તપાસ શરૂ કરી
calendar_today February 12, 2026

Panchmahal News: ગોધરામાં માનવ ભ્રૂણ મળતા ખળભળાટ, પોલીસ તપાસ શરૂ કરી

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં આજે માનવતાને લાંછન લગાવતી એક ઘટના સામે આવી છે. ગોધરા શહેરના ભરચક વિસ્તાર ગણાતા કલાલ દરવાજા પાસે ખુલ્લી જગ્યામાં એક શંકાસ્પદ પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી, જેમાંથી માનવ ભ્રૂણ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.અધૂરા માસે જન્મેલું ભ્રૂણ ફેંકી દેવાયું ઘટનાની મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા કલાલ દરવાજા પાસે આવેલી એક ખુલ્લી જગ્યામાં કોઈ અજાણી વ્યક્તિ પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળેલું ભ્રૂણ ફેંકીને રફુચક્કર થઈ ગઈ હતી. આ ભ્રૂણ અધૂરા માસે જન્મેલું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. સ્થાનિક રહીશોની નજર આ શંકાસ્પદ થેલી પર પડતા અને તેમાં ભ્રૂણ હોવાનું માલૂમ પડતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક ગોધરા પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને માનવ ભ્રૂણને કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે, જેથી ભ્રૂણ ફેંકી જનાર વ્યક્તિની ઓળખ કરી શકાય. હોસ્પિટલો અને ક્લિનિક્સ પર નજર પોલીસ દ્વારા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ પ્રસૂતિગૃહોમાં પણ તપાસ કરવામાં આવી શકે છે. કોઈ અનૈતિક સંબંધો છુપાવવા કે અન્ય કોઈ કારણોસર આ ભ્રૂણ ફેંકી દેવામાં આવ્યું છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે ગોધરામાં ભારે ચર્ચા જાગી છે. આ પણ વાંચો - Panchmahal: શહેરાની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ શિક્ષિકાને ઝીંકી જોરદાર થપ્પડ, પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

Read Full Story arrow_forward
Navsari: વાંસદા ખાતે 14 ફેબ્રુઆરીએ આદિવાસી અસ્મિતાનું મહાસંમેલન, સાંસદે સમાજની એકતા અને વિકાસ માટે જનતાને આહવાન કર્યું
calendar_today February 12, 2026

Navsari: વાંસદા ખાતે 14 ફેબ્રુઆરીએ આદિવાસી અસ્મિતાનું મહાસંમેલન, સાંસદે સમાજની એકતા અને વિકાસ માટે જનતાને આહવાન કર્યું

આગામી 14 ફેબ્રુઆરી, શનિવારના રોજ વાંસદા ખાતે આદિવાસી સમાજની શક્તિ અને સંસ્કૃતિના પ્રતીક સમાન એક 'ભવ્ય આદિવાસી સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને વલસાડ લોકસભા ક્ષેત્રના સાંસદ ધવલ પટેલે સમગ્ર આદિવાસી સમાજ અને વિસ્તારના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.સંસ્કૃતિ અને વિકાસનો સંગમ સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, આ સંમેલન માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ આદિવાસી સમાજના હિત, સર્વાંગી વિકાસ અને સમાજની મજબૂત એકતા પ્રદર્શિત કરવાનું એક પ્લેટફોર્મ છે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની ભવ્ય પરંપરા અને પ્રાચીન સંસ્કૃતિની ઉજવણી કરવાનો છે, જેથી આવનારી પેઢી પોતાની વિરાસતથી પરિચિત થાય.પરંપરાગત વાનગીઓનું આકર્ષણ આ સંમેલનની એક વિશેષતા એ રહેશે કે અહીં આવનારા લોકો માટે આદિવાસી સમાજની પરંપરાગત અને પૌષ્ટિક વાનગીઓનું ખાસ આયોજન કરવામાં આવશે. મહેમાનો અને જનતા આદિવાસી સ્વાદની મિજબાની માણી શકશે, જે આ સમાજની અનોખી ઓળખ છે. સાંસદ ધવલ પટેલે વધુમાં ઉમેર્યું કે, સૌ સમાજના આગેવાનો, યુવાનો અને નાગરિકોએ એકઠા મળીને આ કાર્યક્રમને સફળ બનાવવો જોઈએ. આદિવાસી સમાજની એકતા અને ગૌરવ વધારવા માટે આ સંમેલન એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે.આ પણ વાંચો: Surat: વેલંજામાં નવી શાળા તૈયાર હોવા છતાં બાળકો જર્જરિત મકાનમાં મોતના સાયે ભણવા મજબૂર

Read Full Story arrow_forward