android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : 9 અતિથિગૃહના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિ, હાઉસકીપિંગ કોન્ટ્રાકટર ગ્લોબલ એન્ટરપ્રાઈઝ થશે બ્લેક લિસ્ટ
calendar_today February 12, 2026

Vadodara : 9 અતિથિગૃહના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિ, હાઉસકીપિંગ કોન્ટ્રાકટર ગ્લોબલ એન્ટરપ્રાઈઝ થશે બ્લેક લિસ્ટ

વડોદરા શહેરમાં 9 અતિથિગૃહોના હાઉસકીપિંગ કોન્ટ્રાક્ટમાં ગેરરીતિઓ બહાર આવતા ચકચાર મચી છે. ખોટા દસ્તાવેજના આધારે કોન્ટ્રાક્ટ મેળવવામાં આવવાને કારણે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવાની તૈયારી ચાલી રહી છે.ઓડિટ વિભાગે દસ્તાવેજ માંગતા ભાંડો ફૂટ્યો કોર્પોરેશનના ઓડિટ વિભાગે કોન્ટ્રાક્ટ સંબંધિત દસ્તાવેજો માંગ્યા ત્યારે કોન્ટ્રાક્ટર ગ્લોબલ એન્ટરપ્રાઈઝનો ભાંડો ફૂટ્યો હતો  ખોટા દસ્તાવેજો રજૂ કરાયા હતા  તપાસમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરવાના પુરાવા મળી આવ્યા છે. કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટ મામલાની ગંભીરતા જોતા કોન્ટ્રાક્ટર ગ્લોબલ એન્ટરપ્રાઈઝને બ્લેક લિસ્ટ કરવાની કાર્યવાહી શરુ કરાઇ છે અને હવે તેની સામે આ સિવાયના આકરા પગલાં ભરવાની પણ તૈયારી શરુ કરાઇ છે.આ પણ વાંચો-----     Junagadh : ભવનાથમાં નાગા સાધુનો આતંક, દત્ત ચોકમાં સાધુએ તલવાર ઉગામી યાત્રીકોને ડરાવ્યા, ​રસ્તાની બાજુમાં સૂતેલા લોકોને સાધુએ માર માર્યો

Read Full Story arrow_forward
Kutch: ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી 7 લાખના કિંમતી કેબલની ચોરી, પોલીસમાં ફરિયાદ
calendar_today February 12, 2026

Kutch: ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી 7 લાખના કિંમતી કેબલની ચોરી, પોલીસમાં ફરિયાદ

સરહદી જિલ્લા કચ્છના ખાવડા ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. પ્રોજેક્ટની કામગીરી દરમિયાન તસ્કરોએ સોલાર પ્લેટોમાં લગાવવામાં આવતા કિંમતી કેબલની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે.રિન્યુએબલ એનર્જી પાર્કમાં ચોરીમળતી માહિતી મુજબ, ખાવડા રીન્યુએબલ એનર્જી પાર્કના સાઇટ વિસ્તારમાં રાખવામાં આવેલા સોલાર કેબલ્સ પર તસ્કરોએ નજર બગાડી હતી. પ્રોજેક્ટમાં સોલાર પ્લેટોને જોડવા માટે વપરાતા અંદાજે ₹7 લાખની કિંમતના કેબલ રાત્રિના અંધકારમાં તસ્કરો ઉઠાવી ગયા હતા. કામગીરીના સમયે કેબલ ગાયબ હોવાનું જણાતા કંપનીના સત્તાધીશોમાં દોડધામ મચી ગઈ હતી.કેબલની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો આ મામલે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ દ્વારા ખાવડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સરહદી અને સંવેદનશીલ વિસ્તાર હોવા છતાં આટલી મોટી રકમના કેબલની ચોરી થતા સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.ખાવડા પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તસ્કરોનું પગેરું દબાવવા અને મુદ્દામાલ રિકવર કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ચોરીમાં કોઈ જાણભેદુની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.આ પણ વાંચો: Ambaji: રાજસ્થાનથી આવતી દારૂ ભરેલી જીપનો પીછો કર્યો, અકસ્માત બાદ બુટલેગર વાહન છોડી ભાગ્યો

Read Full Story arrow_forward
Railway News : મહાશિવરાત્રિના મેળાને લઈ રેલવે વિભાગે વિશેષ ભાડા પર 4 જોડી “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનનું આયોજન કર્યુ
calendar_today February 12, 2026

Railway News : મહાશિવરાત્રિના મેળાને લઈ રેલવે વિભાગે વિશેષ ભાડા પર 4 જોડી “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનનું આયોજન કર્યુ

મહાશિવરાત્રિ મેળા દરમિયાન વધારાની મુસાફર ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનોનું સંચાલન કરવાનો નિર્ણય લેવાયો છે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે, તેઓ મુસાફરી પહેલા પોતાની ટ્રેનની સમયસૂચિની ખાતરી કરી લે, રેલવે દ્વારા જારી કરવામાં આવેલા તમામ સૂચનોનું પાલન કરે તેમજ સ્ટેશન અને ટ્રેનોમાં સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવામાં રેલવેને સહયોગ આપે. 01-રાજકોટ–વેરાવળ–રાજકોટ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09513/09514) ટ્રેન નં. 09513 રાજકોટ–વેરાવળ સ્પેશિયલ દરરોજ સવારે 06.55 વાગ્યે રાજકોટથી પ્રસ્થાન કરી તે જ દિવસે સવારે 10.55 વાગ્યે વેરાવળ પહોંચશે. આ જ રીતે, વાપસીમાં ટ્રેન નં. 09514 વેરાવળ–રાજકોટ સ્પેશિયલ વેરાવળથી બપોરે 15.20 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 20.00 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઠેરાવ કરશે. આ ટ્રેન 13.02.2026 થી 17.02.2026 સુધી સંચાલિત રહેશે. 02-ભાવનગર–વેરાવળ–ભાવનગર અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09582/09581) ટ્રેન નં. 09581 વેરાવળ–ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ વેરાવળથી સવારે 06.50 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 14.00 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09582 ભાવનગર ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી બપોરે 14.50 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 21.35 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઠેરાવ કરશે. આ ટ્રેન 13.02.2026 થી 17.02.2026 સુધી ચાલશે. 03-વેરાવળ–ગાંધીગ્રામ–વેરાવળ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09584/09583) ટ્રેન નં. 09584 વેરાવળ–ગાંધીગ્રામ સ્પેશિયલ વેરાવળથી સવારે 04.00 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 12.00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09583 ગાંધીગ્રામ–વેરાવળ સ્પેશિયલ ગાંધીગ્રામથી બપોરે 13.00 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 21.00 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જુનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા અને બાવળા સ્ટેશનો પર ઠેરાવ કરશે. આ ટ્રેન 13.02.2026 થી 17.02.2026 સુધી સંચાલિત કરવામાં આવશે. 04-વેરાવળ–જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ (09591/09592) ટ્રેન નં. 09591 વેરાવળ–જૂનાગઢ મીટર ગેજ સ્પેશિયલ વેરાવળથી સવારે 09.15 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 13.00 વાગ્યે જૂનાગઢ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09592 જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ સ્પેશિયલ જૂનાગઢથી બપોરે 13.25 વાગ્યે પ્રસ્થાન કરી સાંજે 17.05 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં સવની, તાલાળા જં., ચિત્રાવડ, સાસણ ગીર, કાંસિયાનેસ, સતાધાર, વિસાવદર, જુનીચાવંડ, બિલખા અને તોરણિયા સ્ટેશનો પર ઠેરાવ કરશે. આ ટ્રેન 13.02.2026 થી 17.02.2026 સુધી સંચાલિત રહેશે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ SOG પોલીસે 7 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે 2ની કરી ધરપકડ

Read Full Story arrow_forward