android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Stock Market Opening: શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સમાં 397.47 પોઇન્ટનો ઘટાડો
calendar_today February 12, 2026

Stock Market Opening: શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સમાં 397.47 પોઇન્ટનો ઘટાડો

ગુરુવારે શેરબજાર નબળાઈ સાથે ખુલ્યું. આઈટી કંપનીઓ પર ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું, જે મુખ્ય સૂચકાંકો પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. શરૂઆતના ટ્રેડિંગમાં, બીએસઈ સેન્સેક્સ 265 પોઈન્ટ ઘટીને 83,963 પર બંધ રહ્યો, જે લગભગ 0.31 ટકાનો ઘટાડો દર્શાવે છે. એનએસઈ નિફ્ટી 50 પણ 81 પોઈન્ટ ઘટીને 25,873 પર બંધ રહ્યો, જે લગભગ 0.31 ટકાનો ઘટાડો દર્શાવે છે.લાલ નિશાનમાં ખૂલ્યું શેરબજાર સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ −397.47 પોઇન્ટના ઘટાડા સાથે 83,836.17 અંકે ખૂલ્યો. નિફ્ટી 120.05 પોઇન્ટના ઘટાડા સાથે 25,833.80 અંકે ખૂલ્યો.  બજારના વ્યાપક સેન્ટિમેન્ટની વાત કરીએ તો, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરો પણ દબાણ હેઠળ રહ્યા. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.46 ટકા ઘટ્યો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.68 ટકા ઘટ્યો. આઇટી ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્ર હતું. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ આશરે 2.87 ટકા ઘટ્યો હતો, જેનાથી બજારના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી હતી. એશિયન બજારોમાં મજબૂતી મુખ્ય એશિયન શેરબજારોમાં સકારાત્મક વલણ જોવા મળ્યું. જાપાનનો નિક્કી 225 પહેલીવાર 58,000 ના આંકને પાર કરી ગયો. તાજેતરની ચૂંટણીઓ પછી સરકારની નીતિઓમાં રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થયો છે, જેના કારણે બજાર તેજીમાં રહ્યું છે. નવીનતમ માહિતી અનુસાર, નિક્કી 225 0.5 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.9 ટકા વધ્યો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો S&P ASX 200 ઇન્ડેક્સ 0.6 ટકા વધ્યો. 

Read Full Story arrow_forward
Mumbai Lift Crash: ભાયખલાના રહેણાંક ટાવરમાં ભયાનક અકસ્માત, લિફ્ટ તૂટી પડતાં 5 લોકો ઘાયલ
calendar_today February 12, 2026

Mumbai Lift Crash: ભાયખલાના રહેણાંક ટાવરમાં ભયાનક અકસ્માત, લિફ્ટ તૂટી પડતાં 5 લોકો ઘાયલ

આર્થિક રાજધાની મુંબઈના ભાયખલા વિસ્તારમાં બુધવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મધ્ય મુંબઈના ઘોડાપદેવ ક્રોસ લેન નંબર 1 પર સ્થિત 'જય કૃપા ટાવર' નામની 18 માળની રહેણાંક ઇમારતમાં લિફ્ટ તૂટી પડતાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેવી રીતે સર્જાયો અકસ્માત? મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ અકસ્માત રાત્રે આશરે 10:00 વાગ્યાની આસપાસ થયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે લિફ્ટના કેબલમાં અચાનક ખામી સર્જાઈ હતી અથવા કેબલ તૂટી ગયો હતો, જેના કારણે લિફ્ટ અનિયંત્રિત થઈને ચોથા માળેથી સીધી નીચે ખાબકી હતી. લિફ્ટમાં સવાર મુસાફરોને બચાવવાની તક મળે તે પહેલા જ લિફ્ટ જમીનદોસ્ત થઈ ગઈ હતી. બચાવ અને રાહત કામગીરી ઘટનાની જાણ થતા જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, બેસ્ટ (BEST) ના કર્મચારીઓ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થાનિક વોર્ડ સ્ટાફની મદદથી લિફ્ટમાં ફસાયેલા પાંચેય ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. રાહત કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ વ્યક્તિઓને તાત્કાલિક અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં ડોક્ટરોની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે. જોકે, અધિકારીઓએ જણાવ્યું છે કે ઘાયલોની ચોક્કસ તબિયત અને ઈજાની ગંભીરતા વિશે હજુ સુધી વિગતવાર બુલેટિન બહાર પાડવામાં આવ્યું નથી. તંત્ર દ્વારા તપાસ આ ઘટનાએ બહુમાળી ઇમારતોમાં લિફ્ટની જાળવણી અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. શું લિફ્ટનું નિયમિત ઓડિટ કરવામાં આવ્યું હતું કે કેમ, તે દિશામાં પોલીસ અને વહીવટીતંત્ર તપાસ કરી રહ્યું છે. ટાવરના રહીશોમાં આ ઘટના બાદ ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચોઃ Railwayમાં મુસાફરી કરનારાં લોકો માટે માઠા સમાચાર, બે વંદે ભારત ટ્રેનો થશે બંધ!જાણો શું છે કારણ?

Read Full Story arrow_forward
Junagadh News : ભાવિકો ભવનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે, ભવનાથ મંદિરની વેબસાઈટ લોન્ચ થઈ
calendar_today February 12, 2026

Junagadh News : ભાવિકો ભવનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે, ભવનાથ મંદિરની વેબસાઈટ લોન્ચ થઈ

નાયબ મુખ્યમંત્રીએ મહાશિવરાત્રીના મેળામાંઉતારા મંડળ દ્વારા પ્રસાદ સ્વરૂપે ભોજન અપાતી સેવાનો રાજ્ય સરકાર વતી આભાર વ્યક્ત કર્યો અને નાયબ મુખ્યમંત્રીએ મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો સહિતના સ્વચ્છતા જાળવવા વિશેષ અનુરોધ. જૂનાગઢ તળેટીનું વાતાવરણ ભક્તિમય બન્યું છે જૂનાગઢના મહાશિવરાત્રી મેળાને ભવ્ય અને દિવ્ય બનાવવા આયોજનમાં વહીવટી તંત્ર સહિત સૌ સહભાગીઓને અભિનંદન આપ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભવનાથ પ્રવેશ દ્વાર નજીક આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થવાની સાથે ભવનાથ મંદિરની વેબસાઈટ લોન્ચ કરી હતી, જેથી હવે ભાવિકો ભવનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી ભવનાથ ભવનાથ અને હર હર મહાદેવ દેવનો જયકાર કરતા જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મહામેળાને લાખો શિવભક્તોએ સાથે મળીને ઓમ નમઃ શિવાયના જયઘોષથી સમગ્ર તળેટીનું વાતાવરણ ભક્તિમય બન્યું છે, સાથે જ તેમણે કહ્યું કે, ગિરનારી આ પવિત્ર ભૂમિ પર સાધુ સંતોની આ ભવ્ય નગર પ્રવેશ યાત્રામાં ઐતિહાસિક દ્રશ્યો નજરે પડ્યાં છે.કચરો ન ફેકવા કે ગંદકી ન કરવા માટે વિશેષ અનુરોધ ભાવિકોને ગર્વ થાય તેવા મહાશિવરાત્રીના મેળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા સાથે મળીને આયોજન કરવામાં આવ્યું છે. તેમણે આ ભવ્ય અને દિવ્ય મેળાના આયોજન માટે પ્રભારી મંત્રીઓ, સામાજિક આગેવાનો, સંતો મહંતો, વહીવટી તંત્ર જે જહેમત ઉઠાવી છે, તે માટે સર્વે આયોજકોને અભિનંદન આપ્યા હતા. તેમણે ખાસ ઉતારા મંડળ દ્વારા જે મહાશિવરાત્રીના મેળામાં પ્રસાદ સ્વરૂપે ભોજન સેવામાં આપવામાં આવે છે, તેને રાજ્ય સરકાર વતી આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત તેમણે મહાશિવરાત્રીના મેળામાં પધારતા સહિતના ભાવિકોને પવિત્ર ભૂમિ ગિરનારને સ્વચ્છ રાખવા માટે અપીલ કરી હતી અને કચરો ન ફેકવા કે ગંદકી ન કરવા માટે વિશેષ અનુરોધ કર્યો હતો.કચરો જ્યાં ત્યાં ફેકવાથી ભગવાન ભવનાથ મહાદેવના દર્શન સાર્થક નહીં થાય તેમણે ભાવિકોને સ્વચ્છતા જાણવા માટે સહયોગ આપવા અપીલ કરતાં કહ્યું કે, કચરો જ્યાં ત્યાં ફેકવાથી ભગવાન ભવનાથ મહાદેવના દર્શન સાર્થક નહીં થાય. આ સાથે તેમણે યાત્રાધામોની ભૂમિની પવિત્રતા જાળવવા સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે લોક સાહિત્યકાર રાજભા ગઢવી સુંદર પ્રસ્તુતિ માટે આભાર પ્રગટ કરવાની સાથે સુપ્રસિદ્ધ ગાયકા બહેન મૈથીલી ઠાકુરનું ગુજરાતની ભૂમિ પર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મેયર ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, મેળા અધિકારી કરણસિંહ ગોહિલ સહિતના પદાધિકારી અધિકારી સહભાગી બન્યા હતા.આ પણ વાંચો : Surat News : સુરત એરપોર્ટ પરથી ગાંજો મળવાનો કેસ, ફ્લાઇટના ક્રૂ મેમ્બર, સફાઇકર્મીઓની પૂછપરછ કરાશે 

Read Full Story arrow_forward