android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદમાં એક જ રાતમાં 2 હત્યાના બનાવ, મણિનગર અને વટવા પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો
calendar_today February 12, 2026

Ahmedabad News : અમદાવાદમાં એક જ રાતમાં 2 હત્યાના બનાવ, મણિનગર અને વટવા પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો

વટવામાં 32 વર્ષીય મોહંમદ શકીલની હત્યા કરવામાં આવી છે અને મૃતક કેટરર્સનું કરતો હતો કામ અને પોલીસે એક આરોપીની કરી અટકાયત અને બીજા બનાવમાં જાહેરમાં યુવતીની હત્યા કરવામાં આવી છે, કાંકરિયા લેકના ગેટ નંબર 7 પાસે સગીરાની હત્યા કરવામાં આવી છે, ફિયાન્સીની હત્યા કરનાર યુવકની ધરપકડ કરાઈ છે.મણિનગરમાં ફલક નાજ પઠાણની તેના ફિયાન્સે કરી હત્યા મણિનગરમાં કોટાસ્ટોનના પથ્થરથી સગીરાની હત્યા કરવામાં આવી છે અને પોલીસે આરોપી મહંમદ પઠાણની કરી ધરપકડ, કાંકરિયા લેકના ગેટ નંબર 7 પાસે બની હતી ઘટના અને કોટાસ્ટોનના પથ્થરથી સગીરાની હત્યા કરવામાં આવી છે, ફિયાન્સી પર શંકા રાખી હત્યા કર્યાનું અનુમાન છે અને મણીનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદના વટવામાં યુવકની હત્યા વટવા ચાર માળિયામાં યુવકની હત્યા કરવામાં આવી છે અને અજાણ્યા વ્યક્તિ દ્વારા હત્યા કરી આરોપી ફરાર થયો છે, અમદાવાદમાં રાત્રિ દરમિયાન બે હત્યાની ઘટના બનતા અમદાવાદની પોલીસ દોડતી થઈ ગઈ છે બીજી ઘટનામાં વટવા ખાતે આવેલા ચાર માળીયામાં એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે મોડી રાતે કરપીણ હત્યા કરી આરોપીઓ નાસી છૂટ્યા છે, તો પોલીસે બન્ને ઘટનામાં મૃતદેહને પીએમ માટે ખસેડયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં 7 દિવસ રહેશે બેવડી ઋતુની અસર, બપોરે ગરમીનો અહેસાસ થશે શહેરીજનોને 

Read Full Story arrow_forward
Surat News : સુરતમાં ડોકટરના બંગલામાં ઘરફોડ ચોરી કરનાર 3 આરોપી ઝડપાયા
calendar_today February 12, 2026

Surat News : સુરતમાં ડોકટરના બંગલામાં ઘરફોડ ચોરી કરનાર 3 આરોપી ઝડપાયા

સુરત ક્રાઈમ બ્રાન્ચે 3 નેપાળી આરોપીને ઝડપ્યા છે અને આરોપીઓએ દિવાળી સમયે ડોકટરના બંગલામાં ચોરી કરી હતી અને છેલ્લા ઘણા સમયથી આરોપીઓ નાસતા ફરતા હતા અને સમગ્ર ઘટનામાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપીઓ ફરાર હતા. દીવાળીમાં ડૉક્ટરના બંગલામાં ચોરી કરી હતી આરોપીઓ છેલ્લા ઘણા સમયથી ચોરી કરીને નાસતા ફરતા હતા અને દિવાળી સમયે બંધ બંગલામાં ચોરી કરી હતી અને ડોકટરે આ મામલે ફરિયાદ નોંધાવી હતી, સુરત ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી હતી અને પોલીસે બાતમીના આધારે 3 આરોપીને ઝડપી પાડયા છે, કયા કયા વિસ્તારમાં ચોરી કરી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી આરોપીઓ નાસતા ફરતા હતા બંધ બંગલામાં રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરીને અંજામ આપનાર ઝડપાયા છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચે ત્રણ નેપાલી ઇસમોને ઝડપી પાડ્યા છે. દીવાળી વેકેશન દરમ્યાન ડોક્ટરના બંગલામાંથી કરી હતી ચોરી અને બંગલામાંથી રોકડા રૂપિયા 30 હજારની કરી હતી ચોરી, છેલ્લા ઘણ સમયથી નાસતાફરતા હતા આરોપીઓ.આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં એક જ રાતમાં 2 હત્યાના બનાવ, મણિનગર અને વટવા પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો 

Read Full Story arrow_forward
Surat: લિંબાયતમાં રોડ રોમિયોનો ભય, પરિણીતાની છેડતી કરી 'ઉઠાવી જવાની' ધમકી આપનાર સામે ફરિયાદ
calendar_today February 12, 2026

Surat: લિંબાયતમાં રોડ રોમિયોનો ભય, પરિણીતાની છેડતી કરી 'ઉઠાવી જવાની' ધમકી આપનાર સામે ફરિયાદ

શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક રોડ રોમિયોએ ધોળે દિવસે એક પરિણીતાની છેડતી કરી હોબાળો મચાવ્યો છે.લિંબાયતમાં અસામાજિક તત્વોનો ત્રાસમળતી માહિતી મુજબ, ભોગ બનનાર મહિલા જ્યારે પોતાના પિયરેથી પરત ઘરે જઈ રહી હતી, ત્યારે લિંબાયત વિસ્તારમાં સૌરભ કાલિયા નામના શખ્સે તેને રોકી હતી. આ શખ્સે મહિલાની છેડતી કરી અભદ્ર વર્તન કર્યું હતું. આટલેથી ન અટકતા, આરોપીએ મહિલાને ડરાવવા માટે એવી ધમકી પણ આપી હતી કે, તે જ્યાં નોકરી કરે છે ત્યાંથી તેને 'ઉઠાવી' જશે.શખ્સે મહિલાની છેડતી કરી અભદ્ર વર્તન કર્યુંઆ ઘટનાથી ગભરાયેલી પરિણીતાએ હિંમત દાખવી લિંબાયત પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી સૌરભ કાલિયા વિરુદ્ધ છેડતી અને ધમકી આપવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: અમદાવાદમાં એક જ રાતમાં 2 હત્યાના બનાવ, મણિનગર અને વટવા પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો

Read Full Story arrow_forward