android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: રિક્ષામાં યુવકને ફટકારતો વીડિયો વાયરલ થયા બાદ નરોડા પોલીસે 4 શખ્સોને જેલના સળિયા ગણતા કર્યા
calendar_today February 12, 2026

Ahmedabad: રિક્ષામાં યુવકને ફટકારતો વીડિયો વાયરલ થયા બાદ નરોડા પોલીસે 4 શખ્સોને જેલના સળિયા ગણતા કર્યા

 શહેરમાં અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઓછો થઈ રહ્યો હોય તેવી એક ઘટના સામે આવી હતી. રિક્ષામાં એક યુવકને બેસાડી તેને નિર્દયતાથી માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હરકતમાં આવેલી નરોડા પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.અમદાવાદમાં યુવકને માર મારનાર 4ની ધરપકડમળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવકને વસ્ત્રાલ વિસ્તારમાંથી રિક્ષામાં બળજબરીપૂર્વક બેસાડી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ ચાલુ રિક્ષામાં યુવકને માર મારવાનું શરૂ કર્યું હતું. આ શખ્સો યુવકને વસ્ત્રાલથી નિકોલ-નરોડા રોડ સુધી લઈ ગયા હતા અને રસ્તામાં સતત તેને માર મારતા રહ્યા હતા.વાયરલ વીડિયોથી થયો ખુલાસો: આ સમગ્ર ક્રૂરતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. વીડિયોમાં આરોપીઓ બેખૌફ બનીને યુવક પર હાથ સાફ કરતા દેખાયા હતા.યુવકને નિકોલ-નરોડા રોડ પર માર માર્યો નરોડા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ગુનામાં સંડોવાયેલા 4 શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં સ્થાનિક વિસ્તારમાં 'દાદા' તરીકે ઓળખાતા શખ્સનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી છે કે આ માર મારવા પાછળનું મુખ્ય કારણ શું હતું.આ પણ વાંચો: Surat: લિંબાયતમાં રોડ રોમિયોનો ભય, પરિણીતાની છેડતી કરી 'ઉઠાવી જવાની' ધમકી આપનાર સામે ફરિયાદ

Read Full Story arrow_forward
Surat News : સુરત એરપોર્ટ પરથી ગાંજો મળવાનો કેસ, ફ્લાઇટના ક્રૂ મેમ્બર, સફાઇકર્મીઓની પૂછપરછ કરાશે
calendar_today February 12, 2026

Surat News : સુરત એરપોર્ટ પરથી ગાંજો મળવાનો કેસ, ફ્લાઇટના ક્રૂ મેમ્બર, સફાઇકર્મીઓની પૂછપરછ કરાશે

બેંગકોકની ફ્લાઇટના મુસાફરો પર વોચ રાખવા આદેશ કરવામાં આવ્યો છે અને અગાઉ પકડાયેલા પેડરલની પૂછપરછ કરવામાં આવશે, વારંવાર સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકથી આવતી ફલાઈટમાં ગાંજો ઝડપાતો હોય છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એક અઠવાડિયા અગાઉ ઝડપાયો હતો ગાંજો બેંગકોકથી આવી રહેલી ફલાઈટમાં આ ગાંજો ઝડપાયો છે અને બેંગકોકથી સુરત સુધી આ ગાંજો પહોંચ્યો હતો, યુવાધન સુધી ગાંજો પહોંચે તે પહેલા આરોપીઓ અને ગાંજો ઝડપાઈ ગયો હતો. સુરત એરપોર્ટ પરથી વારંવાર ગાંજાનો જથ્થો ઝડપાઈ આવે છે. કસ્ટમ અને ડીઆરઆઈની તપાસમાં સામે આવ્યું છે કે, ગાંજો સીટની નીચે સંતાડીને લાવવામાં આવ્યો હતો, અને બાતમીના આધારે ગાંજો ઝડપાયો છે, આ ગાંજો કોને અને કયાં આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. સ્મગલરોએ નવી મોડસ ઓપરેન્ડી શોધી લીધી કોઈ પણ એજન્સી જયારે ગાંજો કે ડ્રગ્સ પકડે છે તો તેની કાર્યવાહી એનડીપીએસ એકટ હેઠળ થતી હોય છે, અને તેની અલગ કોર્ટ હોય છે જેમાં જેલની સજા સુધીની જોગવાઈ છે, ત્યારે અસંખ્ય પેડલરોને જેલની સજા થઈ છે અને જેલમાં સડી રહ્યાં છે, યુવાધન સૌથી વધારે ગાંજાના રવાડે ચડયું છે, તો ગાંજો જેમાં બનાવાય છે તે ગોગા પેપરની પણ ગુજરાત પોલીસે તપાસ કરી હતી અને જે તે લોકો વેચાણ કરતા હતા તેમની સામે ગુનો પણ નોંધ્યો હતો. આ પણ વાંચો : Surat News : સુરતમાં ડોકટરના બંગલામાં ઘરફોડ ચોરી કરનાર 3 આરોપી ઝડપાયા 

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાતમાં મિશ્ર ઋતુનો અહેસાસ કરતા શહેરીજનો, સવારે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ
calendar_today February 12, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં મિશ્ર ઋતુનો અહેસાસ કરતા શહેરીજનો, સવારે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward