android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : ગુજરાતમાં 7 દિવસ રહેશે બેવડી ઋતુની અસર, બપોરે ગરમીનો અહેસાસ થશે શહેરીજનોને
calendar_today February 12, 2026

Weather News : ગુજરાતમાં 7 દિવસ રહેશે બેવડી ઋતુની અસર, બપોરે ગરમીનો અહેસાસ થશે શહેરીજનોને

રાજ્યમાં 7 દિવસ બેવડી ઋતુની અસર રહેશે અને સૌથી નીચું તાપમાન મહુવામાં 14.9 ડિગ્રી નોંધાયું છે, ડીસામાં 15.4 ડિગ્રી, ગાંધીનગરમાં 15.6 ડિગ્રી, વડોદરામાં 15.6 ડિગ્રી, ગાંધીનગરમાં 15.6 ડિગ્રી, અમદાવાદમાં 15.8 ડિગ્રી, નલિયામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી ભારતીય હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં યુપી, ઉત્તરાખંડ, MP,બિહારમાં ગાઢ ધુમ્મસ છવાશે જેમાં હિમાચલમાં અનેક સ્થળે આવતીકાલે ગાઢ ધૂમ્મસ છવાય તેવી શકયતાઓ છે, ઘણાં વિસ્તારોમાં વિઝિબિલિટી ઘણી ઓછી રહેશે તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાથી હવામાન બદલાઈ ગયું છે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. અમદાવાદમાં 15 વર્ષમાં જાન્યુ.માં સૌથી ઓછી ઠંડી પડી પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો. આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં મિશ્ર ઋતુનો અહેસાસ કરતા શહેરીજનો, સવારે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ 

Read Full Story arrow_forward
Dhandhuka: 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ વિહંગોનો જમાવડો
calendar_today February 11, 2026

Dhandhuka: 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ વિહંગોનો જમાવડો

અમદાવાદ શહેર નજીક આવેલ વિશ્વપ્રસિદ્ધ રામસર સાઇટ નળ સરોવર બર્ડ સેન્ચુરી ખાતે પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-2026 સફ્ળતાપૂર્વક પૂર્ણ થયો છે. વન વિભાગ દ્વારા દર બે વર્ષે યોજાતા આ વ્યાપક સર્વે દરમિયાન આ વર્ષે કુલ અંદાજે 6,42,232 પક્ષીઓની હાજરી નોંધાઈ, જે 270 જેટલી વિવિધ પ્રજાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે.વન વિભાગે સમગ્ર અભયારણ્યને 50 સર્વે ઝોનમાં વિભાજિત કરી દરેક ઝોન માટે સમર્પિત ટીમોની નિમણૂક કરી હતી. સવાર અને સાંજ એમ બે તબક્કામાં ગણતરી હાથ ધરાઈ. માહિતીની ચોકસાઈ જળવાય તે માટે અનુભવી નિરીક્ષકોની દેખરેખ હેઠળ ડેટાની ચકાસણી કરી, નકલ દૂર કર્યા બાદ અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ખનીજ ચોરીમાં 4 વાહનોને કચેરીએથી વિદાય આપી દેવાઈ
calendar_today February 11, 2026

Surendranagar: ખનીજ ચોરીમાં 4 વાહનોને કચેરીએથી વિદાય આપી દેવાઈ

ગોપાલગઢ-પીપળા વચ્ચેની સીમમાં નર્મદા કેનાલ પાસે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટરે લાખોની ખનીજચોરી ઝડપી 4 વાહનો જપ્ત કરી કચેરીએ સીઝ કરી દીધા હતા.અચાનક બીજા દિવસે કોઇ પણ દંડ કે ખનીજ વિભાગની કાર્યવાહી કર્યા વગર ચારે વાહનો મુકત કરી દેવાતા ચકચાર મચી ગઇ છે.વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકામાં પથ્થરની ચારે તરફ મોટાપાયે ખનીજચોરી થઇ રહી છે.ત્યારે ગોપાલગઢ પીપળા સીમ વચ્ચે નર્મદા કેનાલને અડીને પાંજરાપોળ સામે મોટાપાયે બ્લાસ્ટીંગ કરીને પથ્થરોની ખનીજચોરી થઇ રહી હોવાની બાતમીના આધારે ડેપ્યુટી કલેકટર હર્ષદીપ આચાર્યએ રેડ કરી હતી. રેડ કરી ખનીજ ચોરી કરતા ત્રણ ડમ્પર અને એક હિટાચી જપ્ત કરી સીઝ કરી દઇ ધ્રાંગધ્રા તાલુકા સેવા સદન કચેરીએ મુકી દેવાયા હતા. ત્યારબાદ વાહવાહી મેળવવા માટે ડેપ્યુટી કલેકટરે મીડીયામાં ફોટો વીડીયો સાથે અહેવાલ પણ આપ્યો હતો. પરંતુ બીજા દિવસે અચાનક દંડ કે કાયદેસરની કાર્યવાહી વગર જ આ ચારેય વાહનો ડેપ્યુટી કલેકટરે મુકત કરી ખનીજ ચોરી કરનારાઓને પરત સોંપી દીધા છે. પરંતુ સીઝ કરી દઇ કચેરીએ કમ્પાઉન્ડમાં મુકાવી દઇ ચાવીઓ ઓફીસમાં જમા લઇ લીધા બાદ બધા વાહનો જવા દેવાતા સ્થાનીક સતત વિવાદમાં રહેતા નેતાના દબાણને વશ થઇ ડેપ્યુટી કલેકટરે સરકારી નિયમના ધજાગરા ઉડાડી દીધા છે. હવે ગાંધીનગરથી શું કાર્યવાહી થાય છે. એની સામે સૌની નજર મંડાયેલી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward