android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Botad: ICC ચેરમેન જય શાહે સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
calendar_today February 11, 2026

Botad: ICC ચેરમેન જય શાહે સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

યાત્રાધામ સાળંગપુરધામ ખાતે બુધવારના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ચેરમેન જય શાહે સહપરિવાર સાથે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શનાર્થે પધાર્યા હતા. તેઓએ દાદાના દરબારમાં શીશ ઝુકાવી, પૂજા-અર્ચના કરી હતી. આ અવસરે તેઓએ પુત્રની પેંડા અને સુખડીથી તુલા કરી હતી, દાદાને ધજા અર્પણ કરી મંગલ આશીર્વાદ મેળવ્યા હતા. સંતોએ તેમને રાષ્ટ્ર અને રમતજગતની પ્રગતિ માટે આશીર્વાદ પાઠવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: રસ્તે ચોરી સમયે જ પોલીસ ત્રાટકી
calendar_today February 11, 2026

Surendranagar: રસ્તે ચોરી સમયે જ પોલીસ ત્રાટકી

ધ્રાંગધ્રા તાલુકા પોલીસે મંગળવારે રાત્રી પેટ્રોલીંગ દરમીયાન ટ્રકમાંથી લોખંડના સળીયાની ચોરી ઝડપી લીધી હતી. જેમાં ટ્રક ચાલક અને કલીનર સહિત ધ્રાંગધ્રાના શખ્સની રૂપીયા 48 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.ધ્રાંગધ્રા તાલુકા પીઆઈ એન.એચ.ચુડાસમાની સુચનાથી સ્ટાફ તા.10ના રોજ રાત્રે પેટ્રોલીંગ કરી રહ્યો હતો. જેમાં સ્ટાફના નરેશભાઈ ભોજીયાને કલ્પના ચોકડીથી સુરેન્દ્રનગર તરફ જવાના રસ્તે ધોળીધાર રેલવે ફાટક પાસે ટ્રકમાંથી લોખંડ ચોરીની બાતમી મળી હતી. આથી એએસઆઈ પી.પી.ખુંટી સહિતની ટીમે રેડ કરી હતી. જેમાં ટ્રકમાંથી લોખંડના સળીયાઓની ભારી ચોરવાની કામગીરી ચાલુ હતુ. પોલીસે આ ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ધોળીધાર વિસ્તારના વીરમ ઉર્ફે શૈલેષ બળદેવભાઈ મુંધવા, ટ્રકના ચાલક અને કલીનર પંજાબના મુખતારસીંગ પોલોસીંગ શેખ અને હરપ્રીતસીંગ ગુલઝારસીંગ શેખને ઝડપી લીધા હતા. અને લોખંડની 267 ભારીઓ તથા ટ્રક મળી કુલ રૂપીયા 48,47,994નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. અને ત્રણેય સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chotila: કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખનું આપને આવજો
calendar_today February 11, 2026

Chotila: કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખનું આપને આવજો

ચોટીલા વિધાનસભા લડેલા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ કિશાન મોરચાના પ્રમુખ રાજુભાઇ કરપડા હડદડ ગામના કેસમાં 111 દિવસથી જેલવાસ ભોગવ્યા બાદ બહાર આવ્યા છે.આવતાની સાથે જ તેઓએ આમ આદમી પાર્ટીના તમામ હોદ ઉપરથી અંગત કારણોસર રાજીનામા ધરી દીધા છે.બીજી તરફ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે એવા સમયે જ અચાનક રાજીનામુ આપતા હવે રાજુભાઇ કરપડા ભાજપ કે કોગ્રેસ કયાં પક્ષમાં જોડાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે.કારણ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ચોટીલા વિધાનસભામાં AAP થી લડેલા રાજુભાઇ કોગ્રેસને પાછળ રાખી ભાજપથી બીજા નંબરે મત મેળવ્યા હતા.ભાજપને 71039 આપને 45397 અને કોગ્રેસને 43332 મતો મળ્યા હતા. આમ ભાજપના ચોટીલાના ધારાસભ્ય થાન પાલીકાની ચૂંટણી સમયે સદસ્યોને વિરોધ કરવા માટે લઇ જવાની ઘટના બાદ નવાજૂની દેખાઇ જ રહી હતી.તો રાજુભાઇ કરપડા ભાજપમાં ભળી જાય તો ભાજપને ફાયદો થાય એટલે કદાચ ભાજપમાં ભળવા માટે રાજીનામુ આપ્યાનું પણ દેખાઇ રહયુ છે. પરંતુ હાલ રાજુભાઇ અંગત કારણસર રાજીનામુ આપ્યાનું રટણ રટે છે ત્યારે કયાં પક્ષમાં જોડાય છે એની સામે સૌ નજર માંડીને બેઠા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward