Mandal: પાંજરાપોળમાં અબોલ જીવોના નિભાવ માટે પશુઓની ગણતરી કરાઈ
રાજ્યમાં અંદાજિત 1200થી વધુ ગૌશાળાઓ અને 200થી વધુ પાંજરાપોળમાં 4.50 લાખ ગાય-ભેંસ વર્ગના પશુઓનો નિભાવ અને જાળવણી થાય છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ અંતર્ગત આવી સંસ્થાઓને પશુ નિભાવવા માટે દૈનિક ધોરણે સહાય અપાતી હોય છે. સને.2025/26ના વર્ષમાં સરકારે રૂ. 475 કરોડ રૂપિયાની સહાય રાજ્યની પાંજરાપોળ અને ગૌશાળાઓ માટે ફાળવી છે. ત્યારે માંડલમાં આવેલ વર્ષો જુની મહાજન પાંજરાપોળ અને તાલુકાના ઉઘરોજ ગામે આવેલી વીડ સંસ્થામાં હજારોની માત્રામાં અબોલ જીવોની સેવા, નિભાવનું કાર્ય ઘણાં વર્ષોથીચાલતું આવે છે. આ બંને સંસ્થાઓમાં પણ સરકારના ગૌમાતા પોષણ અંતર્ગત સહાયનું ધોરણ ચાલી રહ્યું છે.માંડલની બંને સંસ્થાઓમાં વાર્ષિક આશરે 5 કરોડ રૂપિયાની સહાય પશુઓના નિભાવ અર્થે રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવે છે. તાજેતરમાં રાજ્યમાં આવી ચાલતી ગૌશાળા-પાંજરાપોળમાં ગાય,ભેંસ અને વાછરડાં સહિત જાતના કેટલાં પશુઓ છે તેની ગણતરી કરીને રેકોર્ડ તૈયાર કરવા અને પશુઓ રહે ત્યાં ચોખ્ખાઈ, બે પશુઓ વચ્ચેનું અંતર, પશુઓ માટે નીરણ રાખવાની જગ્યા, પાણીના હવાડાની વ્યવસ્થા છે કે કેમ તથા આરોગ્યપ્રદ સાફ-સફાઈ થઈ રહી છે કે કેમ તે સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રને હુકમ કર્યો હતો અને તેના આંકડા ઉપરોક્ત વડી કચેરીઓ મોકલવા માટેનો પરીપત્ર હોઈ સરકારના નિર્દેશનું પાલન કરી આજ તા.11 ને બુધવારના રોજ માંડલ મહાજન પાંજરાપોળ ખાતે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, મામલતદાર કચેરીએથી જવાબદાર અધિકારીઓ, તાલુકા પંચાયત કચેરીએથી કર્મચારીઓ, વેટરનિટી ડોક્ટરની ટીમ અને સંસ્થાના સંચાલકો દ્વારા ગાય,ભેંસ,વાછરડી સહિતના પશુઓની ગણતરી વિગતવાર, જુદા જુદા વર્ગો પાડીને કરાઈ હતી. માંડલ મહાજન પાંજરાપોળમાં ગણતરી બાદ મળેલ આંકડાની વિગતોમાં ગાયની સંખ્યા 580, વાછરડીની સંખ્યા 413, આખલાંઓની સંખ્યા 506, ભેંસ-2 અને પાડાની સંખ્યા-56 મળીને કુલ 1500થી વધુ પશુઓ વસવાટ કરે છે, સંસ્થા દ્વારા તેમની જાળવણી અને નિયમિત નિભાવ થતો હોવાની જાણવા મળ્યું હતું. અત્રેની પાંજરાપોળમાં વિશાળ જગ્યા, પશુઓના 4 થી 5 જેટલાં વાડાઓ, નીરણ ભરવાના હોલ, પાણીના દસ થી બાર જેટલાં હવાડા, ડોક્ટરી કીટો અને સ્વચ્છતા નિયમિતપણે થતી હોવાનું તંત્રએ નોંધ્યુ હતું, સંસ્થાના સંચાલકોની બેંક,આધાર સહિતની વિગતો મેળવી હતી અને પશુઓના ગણતરી સાથેના લીસ્ટ,પરિપત્ર મુજબ ફોર્મ ભરીને આપવાની માહિતી સહિતનો સંપુર્ણ રીપોર્ટ ઉપરોક્ત વડી ઓફિસે પહોંચાડાશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward