android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: ઉપલેટામાં એક માત્ર ગાર્ડન જર્જરિત હાલતમાં, તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં રોષ
calendar_today February 11, 2026

Rajkot News: ઉપલેટામાં એક માત્ર ગાર્ડન જર્જરિત હાલતમાં, તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં રોષ

રાજકોટ જિલ્લાના ઉપલેટામા રેલવે સ્ટેશન પાસે તાલુકા અને શહેરનો એક માત્ર જનતા ગાર્ડન આવેલો છે. આ ગાર્ડન વર્ષો જુનો હોઈ હવે ગાર્ડન મા રહેલ બાળકોના ઝૂલા ચકરડી લપસીયા સહિતના સાધનો તૂટેલી હાલત મા હોઈ બાળકો મુશ્કેલી મા મુકાયા છે. ભાજપ વિકાસ વિકાસ ની વાતું કરે છે પરંતુ ઉપલેટા માતો સામાન્ય ગાર્ડનની હાલત અતિ ખરાબ હોઈ સ્થાનિક નગરપાલિકા સદસ્યો દિવસ મા બે વાર ત્યાંથી પસાર થતા હોવા છતાં કોઈનું ધ્યાન ગાર્ડન ઉપર જતુંનો હોઈ તેમ ગાર્ડન સાવ અતિ જર્જરીત બની ગયો હોવા છતાં નગરપાલિકા તંત્ર ચૂપ છે. ઉપલેટામાં એક માત્ર ગાર્ડન જર્જરિત હાલતમાં ઉપલેટા શહેરના લોકોના જણાવ્યા મુજબ લોકો સવારે અને સાંજે ગાર્ડનમા બેસવા આવે છે. પરંતુ તમામ બાંકડા ટેબલ તૂટી ગયા છે લગ્ન ગાળાની મોસમ છે. અહીં દરરોજ ત્રણ ચાર કપલ ફોટો સેશન માટે આવે છે. પરંતુ વૃક્ષ સુકાઈ ગયા હોવાથી કપલ ફોટો સેશન પણ કરી સકતા નથી સાથે બાળકો પણ આવે છે પરંતુ અહીં તમામ રમત ગમત ના સાધનો મોટા ભાગના તૂટી ગયેલ હાલત મા છે નગરપાલિકા દ્વારા રીપેરીંગ કરાવે તેવી માગ છે.ઉપલેટા મા એક માત્ર જનતા ગાર્ડન હોઈ ગાર્ડનમા કોઈ રમત ગમતના સાધનો સલામત નથી. ગાર્ડન જેનાથી શોભે છે તે વૃક્ષ પણ સુકાઈ ગયા છે. આ પણ વાંચોઃ Natural Farming : જાણો શાકભાજી અને ફળોમાં ઉપયોગમાં લેવાતી પ્રાકૃતિક કૃષિની પદ્ધતિઓ વિશે

Read Full Story arrow_forward
Valsad : મહિલા વ્યાજખોર નીલમની પોલીસે કરી ધરપકડ
calendar_today February 11, 2026

Valsad : મહિલા વ્યાજખોર નીલમની પોલીસે કરી ધરપકડ

વલસાડ સિટી પોલીસે મહિલા વ્યાજખોર સામે કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે. આરોપી વ્યાજખોર મહિલા નીલમે 27,000ની લોન સામે રૂ. 91,000 વસૂલ્યા હોવા છતાં પીડિતાને વધુ રૂપિયા માટે ધમકી આપ્યાનો આરોપ છે.આ મામલે પીડિતા ભાવિનીબેન ગણેશભાઈ પટેલ, જે GRD સભ્ય છે, તેમણે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, જરૂરિયાત હોવાને કારણે તેમણે આરોપી નીલમ પાસેથી રૂ. 27,000 વ્યાજે લીધા હતા. આરોપીએ અગાઉથી જ રૂ. 50,000નો સિક્યુરિટી ચેક પણ લખાવી લીધો હતો. ધમકી આપતાં પીડિતાએ પોલીસનો સહારો લીધો લોનની રકમ કરતાં અનેકગણી રકમ વસૂલ્યા બાદ પણ વધુ પૈસા માગી ધમકી આપતાં પીડિતાએ પોલીસનો સહારો લીધો હતો. ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મહિલા વ્યાજખોર નીલમની ધરપકડ કરી છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મહિલા વ્યાજખોરે વ્યાજ પણ લીધુ અને રૂપિયા ચૂકવાઈ ગયા તેમ છત્તા વ્યાજ લેવાનું ચાલુ રાખ્યું હતુ, ભાવિનીબેન પટેલ નામની યુવતીને જાન્યુઆરી-2025માં નાણાંની જરૂર પડી હતી. તેણે વલસાડના નનકવાડા વિસ્તારમાં રહેતી નિલમબેન નિલેશભાઈ સુરતી પાસેથી ₹27,000 રોકડા વ્યાજે લીધા હતા. આ રકમ પર માસિક 33 ટકા જેવું તોતિંગ વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું.

Read Full Story arrow_forward
Ahmedabad News: રાજસ્થાનના કોટાના ગેંગસ્ટર અમન બચ્ચા અને તેના સાગરીતની ધરપકડ
calendar_today February 11, 2026

Ahmedabad News: રાજસ્થાનના કોટાના ગેંગસ્ટર અમન બચ્ચા અને તેના સાગરીતની ધરપકડ

રાજસ્થાન કોટાનો ગેંગસ્ટર અને કુખ્યાત આરોપી અમન બચ્ચા તેમજ તેના એક સાગરીતની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.ગઈકાલે ગેંગસ્ટર અમન બચ્ચા અને તેનો સાગરીત અમદાવાદમાં હોવાની માહિતી મળી હતી.પોતાની નિષ્ક્રિય ગેંગ ને સક્રિય કરવા માટે અને ગેંગ મા નવા સભ્યોને ઉમેરવા માટે અમદાવાદ આવ્યો હોવાનુ સામે આવ્યુ છે.ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી વેજલપુર વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી છે. ગેંગ માટે નવા સભ્યોની ભરતી કરી રહ્યો હતો રાજસ્થાનના કોટા અને આસપાસના વિસ્તારમાં ખોફ જમાવનાર અને ગેંગસ્ટર તરીકેની છાપ ધરાવનાર કુખ્યાત અમન ઉર્ફે બચ્ચા અહેસાનઅલી સૈયદ તેમજ તેના એક સાગરિત સુહેબ ઉર્ફે ચિન્ટુ ફિરોઝખાન પઠાણની ધરપકડ કરી છે.ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે કુખ્યાત ગેંગસ્ટર અમન ઉર્ફે બચ્ચા અમદાવાદમાં છેલ્લા બે દિવસથી આવ્યો છે અને પોતાનું નેટવર્ક ફરીથી સક્રિય કરી રહ્યો છે.અમન ઉર્ફે બચ્ચાની પોતાની ગેંગ છે, જેમાં મોટી સંખ્યામાં સક્રિય સભ્યો રહેલા છે. જોકે અમન બચ્ચા છેલ્લા છ વર્ષથી જેલની સજા ભોગવી રહ્યો હતો અને એક મહિના પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો. ગેંગસ્ટર અમન તેની ગેંગના સભ્યો અને જૂના સંપર્કોને ફરીથી સક્રિય કરવા માટે તે અલગ અલગ રાજ્યોમાં જઈ રહ્યો હતો તેમજ તેની ગેંગ માટે નવા સભ્યોની ભરતી કરી રહ્યો હતો. રાજસ્થાનમાં 20થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે ગેંગસ્ટર અમન ઉર્ફે બચ્ચા વિરુદ્ધ રાજસ્થાનમાં 20 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, તેના વિરુદ્ધમાં હત્યાનો પ્રયાસ, ટાર્ગેટ શૂટિંગ, ગેરકાયદેસર હથિયાર રાખવા, હથિયારની હેરાફેરી, ડ્રગસ તેમજ ખંડણી માંગવાના ગુનાઓ નોંધાયા છે. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં અનેક મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. જેમાં ગેંગસ્ટર અમન ગુજરાતમાં પોતાનું નેટવર્ક બનાવવા માટે આવ્યો હતો, તેના નિષ્ક્રિય સભ્યોને ફરીથી સક્રિય કરવા અને તે સભ્યો થકી હથિયાર અને ડ્રગ્સની હેરાફેરી જેવી પ્રવૃત્તિઓ કરવા માંગતો હતો. ક્રાઈમ બ્રાન્ચને અમનની પૂછપરછમાં અમન છેલ્લા બે દિવસમાં જેના સંપર્કમાં હતો તે અમુક નામ તેમજ મોબાઈલ નંબર પણ સામે આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જે સમયે અમન ઉર્ફે બચ્ચા જેલમાં 6 વર્ષ સજા ભોગવી રહ્યો હતો. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરે છે ત્યારે તેની ગેંગના સભ્યો સોશિયલ મીડિયા થકી અને ખાસ કરીને instagram થકી એકબીજાના સંપર્કમાં હતા. ગેંગના સભ્યો ગેરકાયદેસર હથિયાર અને ડ્રગ્સની હેરાફેરી મામલે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા. અમનની ગેંગના સભ્યોના અલગ અલગ 25 જેટલા instagram એકાઉન્ટમાં સક્રિય હતા. જેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. અમન ઉર્ફે બચ્ચા ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા બે દિવસથી આવ્યો હતો ત્યારે તે કોના કોના સંપર્કમાં હતો. આ ઉપરાંત આવનારા દિવસોમાં તે કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો હતો કે કેમ. તેમજ અમન ઉર્ફે બચ્ચા ખંડણી જેવી પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલો છે તેથી પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરે છે કે ગુજરાતના કોઈ બિલ્ડર કે અન્ય કોઈ નામચીન વ્યક્તિઓ તેના ટાર્ગેટમાં હતા કે કેમ. આ પણ વાંચોઃ AMCની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું 'એફિડેવિટ કરી કામનો સંતોષ ન સમજો'

Read Full Story arrow_forward