Surat News: કૃભકો કંપનીમાં પ્લાન્ટમાં ઇલેક્ટ્રીકનું કામ કરતા કામદારનું વીજ કરંટ લાગતા મોત
સુરત જિલ્લામાં આવેલી કૃભકો કંપનીમાં કામ દરમિયાન બનેલી દુર્ઘટનામાં એક યુવક કામદારનું કરુણ મોત થયું છે.પ્રાથમિક માહિતી મુજબ યુવક પ્લાન્ટમાં ઇલેક્ટ્રિકલ કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજ કરંટ લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.સાથી કર્મચારીઓએ તરત જ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો, પરંતુ સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.આ ઘટનાથી કંપની અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સુરતમાં કૃભકો કંપનીમાં કામદારનું મોત મૃત યુવક ઓલપાડ તાલુકાના મીંઢી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળે છે.પરિવારના સભ્યોએ કંપની પર બેદરકારીનો આક્ષેપ કરતા યોગ્ય તપાસ, ન્યાય અને પૂરતું વળતર આપવા માંગણી કરી છે.પરિવારનું કહેવું છે કે કામ દરમિયાન સુરક્ષા સાધનો અને યોગ્ય વ્યવસ્થા હતી કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ. હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગે નોંધ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.આ ઘટના બાદ કામદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ પણ વાંચોઃ Vaghara: વછનાદ માર્ગ પરથી હાથપગ બાંધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
Read Full Story arrow_forward