android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat news: બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન
calendar_today February 11, 2026

Surat news: બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન

આગામી 26 ફેબ્રુઆરી, 2026થી સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વર્ષે પણ સુરત જિલ્લો રાજ્યમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ નોંધાવનારો જિલ્લો બન્યો છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ભગીરથસિંહ પરમારના જણાવ્યા અનુસાર, પરીક્ષાના સુચારૂ સંચાલન માટે તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.સુરતના આંકડાકીય વિગતો સુરત જિલ્લામાં આ વર્ષે કુલ 1,61,020 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે, જેના માટે 5653 બ્લોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરવામાં આવે, તો ધોરણ 10માં 92,228 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 (સામાન્ય પ્રવાહ)માં 51,600 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ)માં 17,140 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર છે. ચુસ્ત સુરક્ષા અને CCTV સર્વેલન્સ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડોને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની વિશેષ નિમણૂક કરવામાં આવી છે, જેઓ પરીક્ષા સમયે કેન્દ્ર પર હાજર રહી પારદર્શિતા જાળવશે. કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક અને વિશેષ સુવિધા સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ગત 2 ફેબ્રુઆરીના રોજ મળેલી સમિતિની બેઠકમાં તમામ વિભાગોને સંકલન કરવા સૂચના આ છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન પણ કરવામાં આવશે. સુરત DEO એ ખાતરી આપી છે કે, વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ શું કહ્યું? સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે, 26 ફેબ્રુઆરી, 2026થી બોર્ડની પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી છે. આ માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. સુરત કલેક્ટર આ સમિતિના અધ્યક્ષ છે. તેમની અધ્યક્ષતામાં 2 ફેબ્રુઆરીના રોજ મિંટિગ યોજાઈ હતી. તમામ વિભાગોને જરૂરી સુચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને કોઈ જાતની અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ પણ વાંચો - Surat : નામચીન ચિરાગ ગોટીનો આતંક, પોતાની જ કંપનીના ડ્રાઇવરને ઢોર માર માર્યો, લાયસન્સ વગર પિસ્તોલ લઇને ફરતો હોવાનો આરોપ

Read Full Story arrow_forward
Bhavnagar News: સોનગઢમાં દંપતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
calendar_today February 11, 2026

Bhavnagar News: સોનગઢમાં દંપતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામેથી એક અત્યંત કરૂણ અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. સોનગઢમાં રહેતા એક આધેડ દંપતીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. એક જ ઘરમાં પતિ-પત્નીના મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પરિવારના મોભીઓએ જીવનલીલા સંકેલી ઘટનાની મળતી માહિતી અનુસાર, સોનગઢમાં રહેતા 55 વર્ષીય ગુણવંતભાઈ મોહનભાઈ ડાભી અને તેમના પત્ની 53 વર્ષીય ગીતાબેન ગુણવંતભાઈ ડાભીએ પોતાના નિવાસસ્થાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. દંપતીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. PM માટે સિહોર હોસ્પિટલ ખસેડાયા ઘટનાની જાણ થતા જ સોનગઢ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબ્જો સંભાળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસની તપાસ તેજ સોનગઢ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આર્થિક સંકડામણ, બીમારી કે અન્ય કોઈ કૌટુંબિક કારણ આ આપઘાત પાછળ જવાબદાર છે કે કેમ, તે દિશામાં પોલીસ પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. એકસાથે પતિ-પત્નીના અવસાનથી ડાભી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ પણ વાંચો - Bhavnagar News : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક સામે ભાવમાં રૂ.60નો ઘટાડો જોવા મળ્યો

Read Full Story arrow_forward
Gandhinagar News: બહિયલમાં નવરાત્રિ દરમિયાન લોકોને ઉશ્કેરનાર આરોપી ઝડપાયો, પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો
calendar_today February 11, 2026

Gandhinagar News: બહિયલમાં નવરાત્રિ દરમિયાન લોકોને ઉશ્કેરનાર આરોપી ઝડપાયો, પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો

નવરાત્રિ દરમિયાન ગાંધીનગરના દહેગામના બહિયલમાં કોમી અથડામણનો મામલો સામે આવ્યો હતો. વિધર્મી લોકોએ માતાજીની માંડવીમાં પથ્થરમારો કરતાં માહોલ તંગ થયો હતો. ત્યાર બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીઓને પકડવા સક્રિય થઈ હતી. પોલીસે આ કેસમાં કેટલાક આરોપીઓને પકડી પાડ્યા હતાં અને કેટલાકના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું. હવે આ કેસમાં પોલીસે છેલ્લા બે મહિનાથી ફરાર થયેલા આરોપીની ધરપકડ કરી છે. નવરાત્રી સમયે બહીયલ ગામમાં થયો હતો પથ્થરમારો બહિયલમાં નવરાત્રિ દરમિયાન પથ્થરમારો કરનારા આરોપી શાહરૂખ ઉર્ફે ગુલામનબી મલેકની ધરપકડ કરી છે. પોલીસે છેલ્લા બે મહિનાથી ફરાર રહેલા આ આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીની ભૂમિકા ટોળાને ઉશ્કેરવાની હતી. પોલીસે આરોપીને પકડીને ઘટના સ્થળે લઈ ગઈ હતી. જ્યાં તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ પણ વાંચોઃ Ahmedabad News: ધોળકામાં વટામણ ચોકડી પાસે જીવના જોખમે કામ કરતા શ્રમિકો, ઓવરબ્રિજની કામગીરીમાં મોટી બેદરકારી

Read Full Story arrow_forward